Last Update : 03-May-2012, Thursday

 

જગજીવન રામનો પુત્ર પણ સેક્સ સીડીમાં બદનામ થયો હતો
સેક્સ સીડીએ ઘણી રાજકીય હસ્તીઓને બદનામ કરી છે...

- તિવારી, જોષી, નટરાજન, મૂંડે, મહિપાલ, અભિષેક મનુ સંિઘવી વગેરેની લાંબી યાદી

 

ભારતના રાજકારણમાં સેક્સ સીડી કાંડ એ નવી વાત નથી. હવે ટેકનોલોજી ક્ષેત્રે નવા ગેજેટ્‌સ આવતા સેક્સ સીડી બનાવવી આસાન બનતી ગઈ છે. બટન કેમેરા, પેન કેમેરા જેવા ગેજેટ્‌સે ઘણાને સેક્સ માણતા કેમેરામાં કેદ કરી દીધા છે. સમાજમાં આગળ પડતા લોકો ખાસ કરીને રાજકારણીઓ અને સેલિબ્રીટીઓ જ્યારે સેક્સ કાંડમાં સપડાય છે ત્યારે ક્યાં તો તેનો મોટો તોડ થાય છે કે તેની સીડી બજારમાં ફરતી થઈ જાય છે જે તેને બદનામ કરી નાખે છે.
ભારતના રાજકારણમાં અને સોશ્યલ સેક્ટરમાં માણસ ગમે તેટલો ભ્રષ્ટાચારી હોય તો ચાલે પણ જો તે કોઈ સેક્સ કાંડમાં સપડાય છે તો તે બદનામ થાય છે અને રાજકારણમાંથી લગભગ ફેંકાઈ જાય છે. ભારતમાં રાજકારણીઓની સેક્સ સીડીની અનેક ઘટનાઓ છે. આ ઘટનાઓમાં લેટેસ્ટ સમાવેશ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક સંિઘવીનો થયો છે. અભિષેક સુપ્રિમ કોર્ટના નામાંકિત વકિલ હોવાની સાથે કોંગ્રેસના હાજર જવાબી પ્રવક્તા અને વફાદાર કાર્યકર હતા. જ્યારે આવી કોઈ સેક્સ સીડી પકડાય છે ત્યારે જેનું નામ બદનામ થાય છે તે એમ જ કહે છે કે મને ફસાવ્યો છે અને મારા રાજકીય પ્રતિસ્પર્ધીનું કાવત્રું છે. જેમ અભિષેક સંિઘવીએ કહ્યું કે સીડી સાથે છેડછેડા થઈ છે એમ શરૂઆતમાં બધા જ કહે છે પરંતુ પ્રજાની નજરમાંથી આવા લોકો ઉતરી જાય છે. અભિષેક સંિઘવીએ પ્રવક્તા તરીકે તો રાજીનામું આપ્યું છે પણ હવે રાજ્યસભામાંથી પણ તેમનું રાજીનામું લઈ લેવા માગ ઉઠી છે.
ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ હાર્યું તેની પાછળ પણ સીડી કાંડ જવાબદાર છે. ભાજપે તેનું પ્રચાર તંત્ર સંજય જોષીને સોંપ્યું હતું. સંજય જોષી આરએસએસના પ્રચારક હતા અને ગુજરાતમાં સક્રિય હતા ત્યારે તેઓ સેક્સ-કાંડમાં સપડાયા હતા. આ સેક્સ કાંડની સીડી મુંબઈમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી દરમ્યાન દરેક સભ્યે જોઈ હતી. સંજય જોષીને તાત્કાલીક સસ્પેન્ડ કરાયા હતા. ભાજપની કમનસીબી એ હતી કે તેણે સેક્સ સીડીથી બદનામ સંજય જોષીને ચૂંટણી ઈનચાર્જ બનાવ્યા હતા.
કોંગ્રેસ અને સમાજવાદી પક્ષે ઉત્તર પ્રદેશમાં પ્રચાર વખતે ભાજપે લીધેલા સંજય જોષીના નિર્ણયને પ્રજા સમક્ષ મુકીને ભાજપને ખરાબ ચીતર્યો હતો. પરિસ્થિતિ એ આવી કે પ્રજાએ ભાજપનો સાથ છોડી દીધો. ભાજપ અંતે ભૂંડે હાલે હાર્યું હતું.
અહીં મહત્ત્વની વાત એ છે કે પ્રજાના મનમાંથી આવા સીડી કાંડ ભૂંસાતા નથી. ભાજપે કોઈ ચારિત્ર્યવાન માણસને ઈનચાર્જ બનાવ્યો હોત તો ઉત્તર પ્રદેશમાં પરિણામો કંઈક જુદા જ હોત. ભાજપના અનુભવી નેતાઓ પણ પ્રજાના મનમાં ચાલતા સેક્સ સીડી કાંડનો વિરોધ સમજી શકતા નથી તે કમનસીબી કહી શકાય.
૭૦’ના દાયકામાં બહાર આવેલી સેક્સ સીડી જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સંરક્ષણ પ્રધાન બાબુ જગજીવનરામના ૪૭ વર્ષના પુત્ર સુરેશ રામ પર હતી. તે દિલ્હી યુનિવર્સિટીની ૨૧ વર્ષની વિદ્યાર્થીની સાથે સેક્સ્યુઅલ પોઝીશનમાં કેેમેરામાં કેદ થઈ ગયો હતો. તે સમયે સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી સૂર્યા મેગેઝીનના તંત્રી હતા. તેમણે આ ફોટો સેન્ટર પેજ પર છાપીને પ્રથમ દલિત વડાપ્રધાન પદે જગજીવનરામને આવતા રોક્યા હતા. આ વિવાદનો અંત એવો આવ્યો કે સુરેશ રામે તેમનો ફોટો જેમની સાથે આવ્યો હતો તે ૨૧ વર્ષની સુપમા ચૌધરી સાથે લગ્ન કરી લીધા હતા.
ભંવરી દેવીનો કિસ્સો રાજસ્થાનના ટોચના પ્રધાનોને ફસાવી ગયો હતો. ભારતના રાજકારણમાં સૌથી શરમજનક કેસ તો આંધ્રના રાજ્યપાલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ૮૪ વર્ષના એન.ડી. તિવારીનો હતો. તેઓ ત્રણ યુવાન છોકરીઓ સાથે રંગરેલીયા મનાવતા કેમેરામાં કેદ થયા હતા. ૨૦૦૯માં બનેલી આ ઘટના બાદ તેઓ ઠેઠ ૨૦૧૧માં કોંગ્રેસના પ્રચાર માટે ઉત્તરાખંડમાં બહાર આવ્યા હતા.
ઝારખંડના આઈજી પી.નટરાજને એક આદિવાસી છોકરી સાથેની સીડીમાં નોકરી ગુમાવી હતી, એમ મહારાષ્ટ્રમાં જ્યારે શિવસેના-ભાજપની સરકાર હતી ત્યારે ગૃહપ્રધાન ગોપીનાથ મુંડે પૂણે નજીક એક ડાન્સરને ત્યાં નિયમિત જતા હતા. તેમની ટેપ પણ પ્રકાશમાં આવી હતી. ૧૯૯૪માં બનેલો જલગાંવ રેપ કેસ તો ખૂબ જાણીતો છે. જેમાં વગદાર રાજકારણીઓ, વેપારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સંડોવાયા હતા. તેમના સેક્સ રેકેટમાં ૪૦૦ મહિલાઓ હતી, જેમાં સ્કુલ-કોલેજ જતી વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થતો હતો. તેમને ફસાવાતી હતી, બળાત્કાર ગુજારાતો હતો જેની ટેપ દ્વારા તેને બ્લેકમેલ કરાતી હતી. કોંગ્રેસના બે લોકોને પકડ્યા હતા પણ પૂરાવાના અભાવે છોડી મુકાયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 

 

 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved