Last Update : 03-May-2012, Thursday

 

લગ્નજીવનની અડધી સદીની સફળ યાત્રા

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં

- સુખે દુઃખે હસતા મોઢે લગ્ન જીવનની હાફ સેન્ચુરી પુરી કરનાર કપલની અનોખી વાત. શહેરના બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવતાં લગ્ન જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરેલા ૫૧ યુગલોનું કાલે સન્માન થશે.

ગુલગ્નની મહેંદીનો રંગ પણ ન ગયો હોય અને છુટાછેડા લેવાનો એક નવો રિવાજ આજના યુવાનોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં છૂટાછેડા લેવાનું પ્રમાણ વઘ્યું છે, શહેરમાં એક તરફ નાની બાબતમાં ડિવોર્સ માટે કોર્ટ કચેરીએ દરવાજો ખખડાવતા યુવાનો છે તો બીજી તરફ શહેરમાં કેટલાક એવા પણ યુગલ છે જેમની વય ૮૦ હોય અને તેઓ લગ્નજીવનના ૫૩ વર્ષમાં પૂર્ણ કર્યા પછી પણ એકબીજાના હાથમાં હાથ રાખીને ગમે તેવી પરિસ્થિતિમાં સાથ નિભવવા માટે તૈયાર છે. શહેરમાં લગ્નજીવનના ૫૦ વર્ષે હળીમળીને વિતાવનાર ૫૧ યુગલ ફરી એક વાર પોતાની વિતેલા લગ્નજીવનના પ્રસંગોને ઉજાગર કરશે. આ ૫૦ યુગલો ફરી એક વાર દુલ્હા દુલ્હન બનશે એને તેમના બાળકો તેમના જાનરીયા બનેની તેમના લગ્નમાં ડાન્સ કરશે. શહેરની બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી લગ્નના ૫૦ વર્ષ પૂર્ણ કરેલા ૫૧ જેટલા યુગલોનું સન્માન કરવામાં આવશે, અને આ તમામ યુગલો પાતાના ૫૦ વર્ષના સફળ જીવનકાળમાં બનેલા મહત્વના પ્રસંગો દ્વારા આજની નવી પેઢીને માર્ગદર્શન આપશે. રવિવારના રોજ મેમદાવાદ રોડ પર આવેલા રાધે ઉપવનમાં આ તમામ યુગલો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે કાન્તિલાલ દવે કહે છે કે મારી પત્નીનું નામ શારદા બહેન છે અમે બન્ને ૮૦ વર્ષના છીએ. મારા જીવનનો એક એવો પ્રસંગ જેને હું આજે પણ ભૂલી શકતો નથી, આજથી ૨૫ વર્ષ પહેલા મારા એકના એક દિકરાએ સન્યાસ લઇ લીધો મારી અન્ય બે દિકરીઓ છે, અને તેમનો બન્નેના લગ્ન થઇ ગયા છે, પણ દિકરાના સન્યાસથી મારે મારુ જીવનમાં પરિવર્તન લાવવું પડ્યું કારણ કે એક જ સહારો હતો અને તે પણ અમારાથી વિખુટો પડી ગયો, હવે આ ઉંમરે ભરણ પોષણ કરવું એ અમારા માટે મોટો પ્રશ્ન હતો. કારણ કે ૮૦ વર્ષની વયે કામ કરવું અઘરું છે, દિકરો સાથે ન હોવાથી મારી દિકરીઓ મને સહયોગ આપે છે, અને મારા ભરણ પોષણમાં મદદરૂપ થઇ રહી છે.
આ અંગે ૭૬ વર્ષીય જયેન્દ્રભાઇ દવે કહે છે કે મારા જીવનની મહત્વની ઘટના એ છે કે મારા બે પુત્રો છે જેમાં એક મોટો સંન્યાસી છે તો બીજો મોટો બિઝનેસ મેન છે. મારા લગ્નને ૫૨ વર્ષ થયા છે. પણ મને એ ખબર નથી કે હું અને મારા પત્ની ક્યારે કોઇ વાતને લઇને બોલચાલ કરી હશે. અમેં બન્ને દરેક ક્ષણ એકબીજા સાથે જ રહીએ છીએ. જ્યારે આજના યુવાનોને છુટાછેડા લેવાની વાત કરતાં સાંભળું છું તો મનેં અફસોસ થાય છે. મનેં ગર્વ છે કે અમારા લગ્નજીવનને ૫૦ વર્ષ વિતી ગયા છે છતાંય ક્યારેય છુટાછેડા લેવાની વાત આવી નથી.
આ અંગે રમાકાન્ત ત્રિવેદી કહે છે કે લગ્નના ૫૦ વર્ષ ક્યાં વીતી ગયા એ જ ખબર નથી કોઇ યાદ અપાવે ત્યારે ખ્યાલ આવે છે કે અમારા લગ્ન જીવનને ૫૦ વર્ષ થયા, હું અને મારી પત્ની એક પળ માટે પણ છૂટા નથી પડતા, બસ એક બીજાનો હાથ પકડીને જીવનની મજા માણીએ છીએ. પહેલા રોમાન્સ માટે હાથ પકડતા હતા અને હવે એક બીજાના સહારા માટે હાથ પકડીએ છીએ જો કે બન્ને બાબતોમાં હાથ તો પકડીએ જ છીએ.
આ અંગે હિમાંશુ ભટ્ટ કહે છે કે અમેં ૫૦ વર્ષનું સફળ જીવન વિતાવી ગયેલા યુગલોના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજના સમગ્ર ગુજરાતમાંથી ૫૧ જેટલા યુગલોનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત દંપતિઓના કેલ્શિયમની તપાસ અંગેનો ટેસ્ટ કરવામાં આવશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved