Last Update : 03-May-2012, Thursday

 
દિલ્હીની વાત
 

કૌન બનેગા રાષ્ટ્રપતિ ?
જેમ જેમ દિવસો પસાર થતા જાય છે એમ એમ રાષ્ટ્રપતિ પદ માટે પસંદગીનો ઉમેદવાર શોધવાની પ્રક્રિયામાં ગરમાટો આવતો જાય છે. બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ પોત પોતાની વ્યૂહ રચના રમી રહ્યા છે. આ બંને કોઈને આ મુદ્દે લાભ ઉઠાવવા દેવા તૈયાર નથી. જાણકાર સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસે ભાજપને એવી ઓફર કરી છે કે જો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે તે કોંગ્રેસને ટેકો આપશે તો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે તે ભાજપને ટેકો આપશે. જો કે ભાજપ આવી કોઈ ઓફર સ્વીકારવાના મૂડમાં નથી.
પ્રણવ, અંસારી,
મીરાંકુમારના ચાન્સ ડ્રીમ...
કોંગ્રેસના લેબલ વાળો કોઇ ઉમેદવાર ના જોઈએ એમ કહી ઓફર ભાજપે ઠુકરાવતા નાણા પ્રધાન પ્રણવ મુકરજી, ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી અને લોકસભાના અધ્યક્ષ મીરાં કુમારના ચાન્સ નબળા પડતા જાય છે. કોંગ્રેસને આ નામોમાં રસ છે તેમાં શંકાને સ્થાન નથી. ભાજપને તેમના ઉમેદવાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામને મળતો સપોર્ટ જોઇ બળ મળ્યું છે. પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલે બંને ટોપ પોસ્ટ માટે ભાજપની પસંદગી સ્વિકારવા તૈયારી બતાવી છે.
કલામના નામ પર સર્વસંમતિ નથી
ભાજપના નેતા સુષ્મા સ્વરાજે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ પદની પોસ્ટ માટે હમીદ અનસારી જોઇતી યોગ્યતા ધરાવતા નથી. સુષ્માના આ નિવેદને રાજકીય તોફાન સર્જ્યુ છે. સમાજવાદી પક્ષે પ્રતિભાવ આપતા કહ્યું છે કે આ નિવેદનમાં કોમવાદની ગંધ આવે છે. બીજી તરફ એપીજે કલામ અંગે એનડીએમાંના મતભેદો પણ બહાર આવ્યા છે. એનડીએના મજબૂત સાથી પક્ષ જેડી (યુ) કહે છે કે અમે એપીજે કલામની તરફેણ નથી કરતા. આ વિસ્તારમાં જેડી (યુ) જેનું નામ વિચારે છે તે અંસારીના નામ પર સુષ્માએ ટીકા કરતાં મામલો વધુ ગુંચવાયો છે. જેડી (યુ) માને છે કે અંસારીને ટેકો આપવાથી બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવના મુસ્લિમ મત વિસ્તારના ગઢમાં ગાબડું પાડી શકશે. દરમ્યાન વિચિત્ર સ્થિતિ તો એ છે કે સમાજવાદી પક્ષ, બીએસપી અને ટીએમસી હજુ તેમની પસંદગી અંગેના પત્તાં ખોલતા નથી. તેમની આ ચાલથી કોંગ્રેસ સાચવીને ચાલે છે.
ગોગોઈ પાછળનું રાજકારણ
જયારે દેશની સૌથી મોટી બંધારણીય પોસ્ટ માટે દરેકને રસ છે ત્યારે એક માણસ એવો છે કે જે આ પોસ્ટ માટે આકર્ષાયા નથી. તે છે આસામના મુખ્ય પ્રધાન તરૃણ ગોગાઇ. તે છ વાર લોકસભામાં ચૂંટાયા છે અને ત્રણ વાર મુખ્ય પ્રધાન બન્યા છે. પક્ષના બે સીનિયર પ્રધાનોએ રાષ્ટ્રપતિ પદ માટે ગોગોઇના નામને ફરતું કર્યું હતું. આ બંને પ્રધાનો મુખ્ય પ્રધાન પદના દાવેદાર છે. તે લોકો ગોગાઇ રાજય બહાર જાય એમ ઇચ્છે છે.
રાજ્યપાલ પદ ગમે કે મોત ?!
છેલ્લા ૧૨ વર્ષમાં રાજસ્થાનના ચાર રાજયપાલ હોદ્દા પર હતા ત્યારે જ અવસાન પામ્યા હતા. ઘણાં નેતાઓએ આ કારણોસર રાજસ્થાનનાં રાજયપાલ તરીકેની ઓફર સ્વીકારી નહોતી. ૨૦૧૦માં પ્રભારાવ રાજયપાલ હતા ત્યારે મૃત્યુ પામવાથી તેમની જગ્યા ખાલી પડી હતી. રાજસ્થાનના રાજયપાલનો વધારાનો હવાલો પંજાબના રાજયપાલ શિવરાજ પાટીલ સંભાળતા હતા. જોકે ઉત્તરાખંડથી રાજસ્થાનમાં રાજયપાલ તરીકે નિમાયેલા માર્ગારેટ આલ્વા આવું કશું માનતા નથી. તે લગ્ગીરેય ડરતા નથી. તેમણે તેમના મિત્રોને જણાવ્યું હતું કે તેમને કોઇ ચિંતા નથી કેમ કે બધું ભગવાનના હાથમાં છે !!
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved