Last Update : 03-May-2012, Thursday

 
 

સપ્ટેમ્બરમાં શ્રીલંકામાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અગાઉ ચિંતા
આઇપીએલ બાદ આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં ભારતનો ફ્લોપ શો ઃ વિદેશીઓને ફાયદ

૨૦૦૯થી અત્યાર સુધી ભારત ૨૪માંથી ૧૧ ટી-૨૦ જીત્યું અને ૧૩ હાર્યું છે

પ્રથમ ટ્વેન્ટી-૨૦ના વર્લ્ડ ચેમ્પિયન ભારતનો દેખાવ ત્યાર બાદના બે વર્લ્ડ કપમાં કંગાળ રહ્યો છે

આઇપીએલની ટીમોમાં વિદેશી ખેલાડીઓની બોલબાલા


નવી દિલ્હી,તા.૨
ભારત ટ્વેન્ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યાર બાદ શરૃ થયેલી આઇપીએલની અસર ટીમ ઇન્ડિયાના દેખાવ પર ઉત્સાહજનક જણાતી નથી. સામાન્ય રીતે એવી માન્યતા છે કે આઇપીએલને કારણે ભારતીય ક્રિકેટને ફાયદો થઇ રહ્યો છે. જો કે આંકડાઓ દર્શાવે છે કે આઇપીએલના પ્રારંભ બાદ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-૨૦માં ભારતનો દેખાવ કથળ્યો છે. આઇપીએલનો પ્રારંભ ૨૦૦૮માં થયો હતો અને ૧લી જાન્યુઆરી,૨૦૦૯થી લઇને અત્યાર સુધી રમાયેલી ૨૪માંથી ભારત ૧૧ મેચ જીત્યું અને ૧૩ મેચ હાર્યું છે. ભારતનો વીન-લોસ રેશિયો (જીત-હારનું પ્રમાણ) ૦.૮૪નું છે, જે વિન્ડિઝ કરતાં જ આગળ છે.
હાલમાં ભારતના તમામ સુપરસ્ટાર્સ આઇપીએલની પાંચમી સિઝનમાં વ્યસ્ત છે. વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગમાં ટોચના સુપરસ્ટાર્સ વચ્ચે ટક્કર ચાલી રહી છે ત્યારે ભારતીય ટીમના પસંદગીકારો તેમજ ક્રિકેટ વિવેચકો સપ્ટેમ્બરમાં શ્રીલંકામાં રમાનારા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અંગે વિચારી રહ્યા છે. વર્ષ ૨૦૦૭માં ધોનીની કેપ્ટન્સી હેઠળ ભારતે સાઉથ આફ્રિકામાં સૌપ્રથમ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. જે પછીના જ વર્ષે આઇપીએલનો પ્રારંભ થયો હતો. જો કે આઇપીએલના પ્રારંભ બાદ યોજાઇ ગયેલા બે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતનો દેખાવ કંગાળ રહ્યો હતો.
હવે આ વર્ષે શ્રીલંકામાં સપ્ટેમ્બરમાં ટ્વેન્ટી-૨૦નો ચોથો વર્લ્ડ કપ યોજાવા જઇ રહ્યો છે ત્યારે ભારતને આઇપીએલ ફળશે કે કેમ તે અંગે ચર્ચા શરૃ થઇ છે. આઇપીએલની પાંચમી સિઝનમાં સેહવાગ, ગંભીર, રહાને સહિતના ભારતીય ખેલાડીઓએ ફોર્મ દર્શાવ્યું છે. જેના કારણે ટ્વેન્ટી-૨૦માં ભારત આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનશે તેવી આશા જન્મી છે. જો કે આઇપીએલમાં શરૃઆતની સિઝનથી અત્યાર સુધી વિદેશી ખેલાડીઓનું પ્રભુત્વ રહ્યું છે. આઇપીએલની પાંચમી સિઝનમાં પણ દરેક ટીમોમાં ટોચના ત્રણ સ્ટાર પર્ફોમર્સમાં ઓછામાં ઓછો એક વિદેશી ખેલાડી તો સામેલ છે જ. આઇપીએલને ભારતના ડોમેસ્ટીક સ્ટાર્સ માટે પ્લેટફોર્મ તરીકે તેમજ ટોચના સ્ટાર્સ માટે પ્રેક્ટિસ તરીકે જોવામાં આવે છે. જો કે ભારતના સ્ટાર ખેલાડીઓ અને ઘરઆંગણાના ટોચના ખેલાડીઓ સાથે રમવાને લીધે વિદેશી ખેલાડીઓ પણ તેમના નબળા અને સબળા પાસા સારી રીતે જાણી જાય છે.
શ્રીલંકામાં યોજાનારા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ લગભગ તમામ ખેલાડીઓ સામે કે તેમની ટીમમાંથી વિદેશી ખેલાડીઓ રમી શક્યા હશે એટલે તેમની રમત અંગે તેઓ વધુ સારી રીતે માહિતી ધરાવતા હશે. જેનો ઉપયોગ તેઓ ભારત સામેની વ્યુહરચના ઘડવામાં કરી શકે છે. વધુમાં આઇપીએલમાં વિદેશના તો મોટા ભાગના ટોચના જ ખેલાડીઓ રમવા આવે છે, જ્યારે તેમના આશાસ્પદ ખેલાડીઓ આઇપીએલથી દૂર રહે છે, જેના કારણે ભારતને જ્યારે તેમની સામે રમવાનું આવે ત્યારે આપણું ટીમ મેનેજમેન્ટ હરિફ ટીમના ખેલાડીથી સાવ અજાણ હોય છે, જ્યારે ભારતના કિસ્સામાં હરિફ ટીમોમાં આવી મુંઝવણ જોવા મળતી નથી.
આંકડાઓ દર્શાવે છે કે ૧લી જાન્યુઆરી,૨૦૦૯થી અત્યાર સુધી ૨૦થી વધુ ટ્વેન્ટી-૨૦ રમેલા દેશોમાં સૌથી સારો વીન-લોસ રેશિયો સાઉથ આફ્રિકાનો છે, જે ૨.૦૦નો છે. જ્યારે ત્યાર બાદ ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સ્થાન ધરાવે છે. જે બધાનો વીન-લોસ રેશિયો ૧.૧૦થી વધુનો છે. ભારતનો વીન-લોસ રેશિયો ૦.૮૪ છે, જે વિન્ડિઝ (૦.૭૮) કરતાં સારો કહી શકાય તેમ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved