Last Update : 03-May-2012, Thursday

 

સત્ય જ પરમતત્વ પરમેશ્વર

- બ્રહ્મમાં સમર્પિત થવું હોય તો પહેલા પોતાની કલાઓ-પંચભૂત, અન્ન, વીર્ય, ઇન્દ્રિય, મન, શ્રદ્ધા, તપ, મંત્ર, કર્મ, લોક અને નામ-વિભૂતિઓનું અભિમાન છોડી દેવામાં આવે, એને પરમાત્માને સમર્પિત કરવામાં આવે, ત્યારે જ જીવાત્માને પરમદેવમાં સમર્પિત કરવાનું સંભવ બને છે.

સત્યની સદૈવ જય થાય છે.
સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ.
અસત્‌નું કોઈ અસ્તિત્વ નથી, સત્‌નો અભાવ નથી.
યજ્ઞ, તપ અને દાનની સ્થિતિ સત્‌ છે. સત્‌ શબ્દના પર્યાય, કોષગ્રંથમાં આ પ્રમાણે છે. અસ્તિત્વ, સત્તા, સત્ય, શાશ્વત, સદ્‌ગુણી વ્યક્તિ, સજ્જન, નિત્ય, સ્થાયી, શ્રેષ્ઠ, પવિત્ર, સારું અને પવિત્ર ધર્મ. જ્યારે મિથ્યા અસ્તિત્વ વિહિન સત્તારહિત, ખરાબ, અસાઘુ, અસત્ય વગેરે અસત્‌ના પર્યાયવાચી શબ્દ છે.
સદ્‌ભાવ અને સજ્જનતામાં ‘સત્‌’ શબ્દનો પ્રયુક્ત છે. અહીં ‘સત્‌’ને પરમેસ્વર બ્રહ્મ કહ્યું છે. આથી જ પરમાત્માને સત્‌, ચિત્ત અને આનંદ - સચ્ચિદાનંદ કહે છે. જે ત્રણેય કાળોમાં વિદ્યમાન છે. એ ‘સત્‌’ છે. જે અમર, નિત્ય, શાશ્વત, અજન્મા હોવાથી તેની સત્તા સદૈવ સ્થાપિત રહેલી છે. તે જ આત્મા સત્ય છે. આ આત્મા ચિદરૂપ છે. તે પૂર્ણ જ્ઞાનરૂપ હોવાથી પ્રકાશસ્વરૂપ પણ છે. એનો જ પ્રકાશ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે. આ આનંદ સ્વરૂપ છે. સમ્યક્‌ સુખ સ્વરૂપ છે. આનંદમય આત્મા જ બ્રહ્મ સત્ય છે.
છાંદોગ્યોપનિષદ્‌નો આધાર છંદ છે. છંદનો અર્થ છે, જે કવિ જે સત્યનો સાક્ષાત્કાર કરે છે એ સત્ય અથવા ભાવ, જે અક્ષરો, પદો, સ્વરો, વગેરેથી આચ્છાદિત થાય છે. એ બધા જ એ સાહિત્યિક છંદના સાંગોપાંગ છે. આ રીતે ૠષિ આ સૃષ્ટિના મૂળ સત્યને વિભિન્ન માઘ્યમોથી સામ અથવા ઉદ્‌ગીથના રૂપમાં વ્યક્ત કરે છે.
માટીના પીંડમાંથી બનેલા જુદા જુદા પાત્રોના નામ અને કાર્ય અલગ અલગ હોય છે. સૂવર્ણમાંથી બનેલા આભૂષણો, પાત્રો, વગેરેના નામો જુદા જુદા હોઈ શકે. પરંતુ વાસ્તવમાં તે માત્ર માટી અને સૂવર્ણ જ છે. એ જ સત્ય છે. ઘણાંનું માનવું છે કે, પ્રારંભમાં માત્ર અસત્‌ જ હતું. સત્‌ની ઉત્પત્તિ અસત્‌માંથી થઈ છે.
સૃષ્ટિના સૃજન ક્રમમાં પહેલી આહુતિ દ્યુલોકમાં અપાઈ હતી. સત્‌ તેજ બન્યુ. એણે સંકલ્પ કર્યો કે હું વિભિન્ન રૂપોમાં ઉત્પન્ન થઉં. ઇચ્છા પ્રબળ થતાં જ સત્‌થી તેજની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ એ તેજે ઇચ્છ કરી કે, ‘હું પણ ઘણું બની જાઉં.’
દ્યૃલોકને તેજસનું રૂપ ગણવામાં આવે છે. તે સંકલ્પયુક્ત તેજસ્‌ને વેદે હિરણ્યગર્ભ કહેલ છે. આ તેજસ્‌ના વિભાજનથી ‘અપ’ તત્વ ઉત્પન્ન થયું. જ્યારે કોઈને સંતાપ થાય-મુશ્કેલી આવી પડે-ત્યારે પરેસેવો થાય છે. જેને વેદે સૃષ્ટિનો ક્રિયાશીલ પ્રવાહ માનેલો છે. તેને દ્યૃલોકનું જળ પણ કહી શકાય. ‘અપ’ પ્રવાહના સંકલ્પથી અતિ સૂક્ષ્મ (સબ એટામિક પાર્ટિકલ્સ) પદાર્થકળ બન્યા જેને દ્યૃલોકનું પૃથ્વી તત્વ કહે છે. અથવા તેજસ્‌, સૂર્યાદિના સ્વરૂપમાં વ્યક્ત થયું.
તેજસના અપ તત્વમાં સંઘાતથી, અંતરિક્ષમાં પરમાણુ કણો અને જળની ઉત્પત્તિ થઈ. એ જળ અને સૂક્ષ્મ કણોના સંયોગથી સ્થૂળ કણોના રૂપમાં પૃથ્વી તત્વ બન્યું એમ કહી શકાય.
પ્રાણીઓના ત્રણ જ બીજ-અંડ, જરાયુજ અને ઉદ્‌ભીજ હોય છે. એ સત્‌રૂપી દેવતાએ સંકલ્પ કરી જીવાત્મા રૂપથી, તેજ, અપ અને પૃથ્વી ત્રણે જીવાત્મા રૂપમાંથી, ત્રણ દેવોમાં પ્રવેશ કરતાં, તેમના નામ અને રૂપ પ્રગટ કર્યા જે કરણ, સૂક્ષ્મ અને સ્થૂળ સ્વરૂપે છે.
એ જ રીતે તેજ પ્રકાશને ત્રણ જુદા જુદા કરવામાં આવેલ અગ્નિનો લાલ (રોહિત) વર્ણ છે. શુકલ વર્ણ છે એ જળ તત્વનું રૂપ છે, અને કૃષ્ણ વર્ણ અન્ન (પૃથ્વી)નું રૂપ છે. તેથી અદિત્યથી આદિત્ય તત્વ અલગ થઈ ગયું. કારણ કે અદિત્યરૂપ વિકારવાણી ઉપર આશ્રિત નામ માત્ર છે. માત્ર ત્રણ રૂપ જ સત્ય સ્વરૂપ છે. તે જ પ્રમાણે ચંદ્રમા અને વિદ્યુતમાં પણ આ જ ત્રણ રૂપો છે.
આ રીતે ત્રિવૃત્તના વર્ગીકરણનું જ્ઞાન રાખનારા અતીતકાલીન મહાગૃહસ્થ અને મહાશ્રોતિયોએ રોહિત એટલે કે લાલ રંગના જેવું જણાતું હતું તે રૂપોની જાણકારી મેળવી હતી. કારણ કે તે સર્વે તેજના જ રૂપ હતા. શુકલ જેવું પ્રતિત રૂપ એ જળનું રૂપ, કાળો રંગ એ પૃથ્વી-અન્ન એટલે કૃષ્ણ રૂપ વગેરેથી જાણકાર હતા.
ભોજનના રૂપમાં અન્નને ગ્રહણ કરવામાં આવે છે, જે ત્રણ ભાગમાં વહેંચાય છે. તેનો સ્થૂળ ભાગ મળ રૂપમાં, મઘ્યભાગ માસના ભાગમાં અને સૂક્ષ્મ ભાગ મનના રૂપમાં પ્રગટ થાય છે. તે જ પ્રમાણે જળનો સ્થૂળ ભાગ મૂત્ર-રૂપે, મઘ્યઅંસ રક્ત અને સૂક્ષ્મભાગ પ્રાણરૂપે પરિવર્તન પામે છે. તેજનો સ્થૂળ ભાગ હાડકાના રૂપમાં, મઘ્યભાગ મજ્જાના રૂપમાં અને સૂક્ષ્મ ભાગ વાણીના રૂપમાં પરિવર્તન થાય છે. આમ મન અન્નના રૂપમાં, પ્રાણ જળના રૂપમાં અને વાણી તેજોમય રૂપમાં છે.
મનુષ્ય સોળ કળાઓ યુક્ત છે. જ્યારે વિશાળ અગ્નિ શાંત થઈ જાય છે અને એનો નાનો સરખો અંગારો માત્ર બાકી રહે, એ સમયે એના ઉપર ઘાસ નાખીને ધીમે ધીમે સળગાવવામાં આવે તો તે પહેલાની જેમ જ બધાને પ્રજ્વલિત કરી શકે છે. તેમ જો એક કલા પણ બાકી રહી હોય તો તે વેદો જાણવામાં અસમર્થ હોય છે. વેદોનું જ્ઞાન મેળવનાર મનુષ્ય સોળ કલાઓ યુક્ત હોવો આવશ્યક છે.
તેજ જે એક માત્ર આશ્રય અને પ્રતિષ્ઠા છે. તેજરૂપી કાર્યનું મૂલ સત્‌ તત્વ છે. સમસ્ત પ્રાણી સત્‌ મૂળવાળા છે. જે સમયે જીવ (શરીર)ને ભોજન કરવાની ઇચ્છા થાય છે, એ સમયે ખવાયેલો ભોજનને જળ લઈ જાય છે. તે જ પ્રમાણે જ્યારે જળને ભોજન લઈ જાય છે તેને ‘અસનાય’ કહે છે. આ પ્રમાણેની પ્રક્રિયા થવાને કારણે દેહ પ્રગટ થાય છે. આમ ક્રિયા વગર પ્રક્રિયા થતી નથી. જળનું મૂલ તેજમાં અને તેજનું મૂળ સત્‌ માં છે. તેથી બધા જ પ્રાણી સત્‌રૂપી મૂળવાળા અને સત્‌રૂપી ઉદ્‌ગમસ્થાનવાળા છે.
પ્રાણીઓમાં જ્યાં સુધી પ્રાણ રહે છે ત્યાં સુધી તેમને અન્નની જરૂર રહે છે. પ્રાણ નીકળી જતાં જ અન્નની માંગણી પૂરી થઈ જાય છે. એટલા માટે બધા અન્ન પ્રાણ માટે છે. આ કારણથી જ મૃત્યુની નજીક પહોંચનારાની વાણી મનમાં લીન થઈ જાય છે. મન પ્રાણમાં, પ્રાણ તેજમાં અને તેજ પરમદેવમાં મળી જાય છે. આમ સમસ્ત પ્રજા સત્‌ ને પ્રાપ્ત કર્યા પછી જે પહેલાં પ્રાદુર્ભાવ થાય છે એમાં જ વારંવાર જન્મ ધારણ કરે છે. સમસ્ત પ્રાણી સત્‌ તત્વમાંથી જ પ્રગટ થાય છે. તેમ છતાં સમસ્ત પ્રાણી સત્‌ને પ્રાપ્ત કર્યા પછી એવું નથી કહેતા કે અમોએ સત્‌ તત્વ પ્રાપ્ત કરી લીઘું છે. આ જે સૂક્ષ્મ પ્રક્રિયા છે તે જ સત્ય છે.
પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ અંતમાં સમુદ્રમાં સમાઈ જાય છે ત્યારે પોતાનું અસ્તિત્વ ગુમાવે છે. એવી જ રીતે આ વૃદ્ધારૂપી શરીર જીવનતત્વથી મુક્ત થતાં જ નષ્ટ થઈ જાય છે. પરંતુ જીવ (આત્મા) નષ્ટ થતો નથી. એવા સૂક્ષ્મ ભાવ અને આત્મ-તત્વથી પરિપૂર્ણ આ જગત છે. આ જ સત્‌ તત્વ આત્મામાં વિદ્યમાન છે.
તાપ અને તાવ વગેરેથી સંતાપ પામેલો જીવ મરણાસન્ન સ્થિતિમાં પહોંચેલા શરીરની ચારેબાજુ બેઠેલ વ્યક્તિને ત્યાં સુધી જ ઓળખે છે જ્યાં સુધી તેનું મન પ્રાણમાં, પ્રાણ તેજમાં અને તેજ પરબ્રહ્મ-સત્‌ તત્વમાં વિલિન થઈ જતું નથી. એ જ આત્મતત્વ છે. સત્‌ તત્વને મેળવનારા વિદ્વાન પુનર્જન્મથી મુક્તિ મેળવે છે. એ જ સત્ય છે.
સત્ય ભાષણ, તપશ્ચર્યા, સમ્યગાન, બ્રહ્મચર્ય વગેરે નિશ્ચિત વ્રતોથી આત્માને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સત્યનો વિજય થાય છે. તેનાથી જ દેવયાન પરિપૂર્ણ છે. કામનારહિત ૠષિગણ એ પદને પ્રાપ્ત કરી શકે છે. કે જ્યાં આત્માના શ્રેષ્ઠ ભંડારરૂપ પરમાત્માનો નિવાસ છે. જે અત્યંત મહાન અને દિવ્ય છે. એ સહજ ચંિતનની સીમાએથી પણ અલગ છે. એ અત્યંત દૂરથી પણ અતિદૂર છે તથા નજીકથી પણ વધારે નજીક છે.
નિર્મળ અને સત્યાત્મા અંતઃકરણવાળો આત્મજ્ઞાની, જે જે લોકનું મનથી ચંિતન કરે છે, જે કામનાઓની ઇચ્છા કરે છે, અંતે તે, તે લોકને અને એવી કામનાઓને પ્રાપ્ત કરી લે છે. તેથી ઐશ્વર્યાદિની ઇચ્છા કરનાર મનુષ્યે આત્મજ્ઞાની થવા માટે - પ્રાર્થના અર્ચના કરવી જોઈએ. આત્મજ્ઞાનીને શ્રેષ્ઠ માનીને એને અનુસરવું જોઈએ.
લૌકિક જ્ઞાન પુરૂષાર્થ દ્વારા હસ્તગત કરી શકાય છે. આત્મજ્ઞાન ચેતનાયુક્ત હોવાથી, સ્વયં પોતાની મેળે જ પોતાના સ્વરૂપને ઉદ્ધાટિત કરી દે છે.
બ્રહ્મમાં સમર્પિત થવું હોય તો પહેલા પોતાની કલાઓ-પંચભૂત, અન્ન, વીર્ય, ઇન્દ્રિય, મન, શ્રદ્ધા, તપ, મંત્ર, કર્મ, લોક અને નામ-વિભૂતિઓનું અભિમાન છોડી દેવામાં આવે, એને પરમાત્માને સમર્પિત કરવામાં આવે, ત્યારે જ જીવાત્માને પરમદેવમાં સમર્પિત કરવાનું સંભવ બને છે. બ્રહ્મનું આ સત્ય જાણનાર જ સંપૂર્ણ કર્મ અને જ્ઞાનથી પરિપૂર્ણ જીવાત્મા શ્રેષ્ઠ, અવિનાશી અક્ષય-બ્રહ્મમાં એકાકાર બની જાય છે. એ આત્મા જ બ્રહ્મ સત્ય છે.
મનુષ્ય પૂર્ણતા ઇચ્છે છે. તેના સિવાય તેને સંતોષ થતો નથી. વિજ્ઞાનના કે દર્શનના માઘ્યમથી આ સૃષ્ટિનું રહસ્ય સ્પષ્ટ કરવા માટે આતુર રહે છે. આમ સામર્થ્યની બાબતમાં મનુષ્ય જેટલી શક્તિ કોઈ પ્રાણીમાં નથી. શાસ્ત્રો અનુસાર દેવો પણ મનુષ્યના શરીરમાં આવવા ભૂમંડળ પર આવવા માંગે છે, કારણ કે સત્યની ઉંડાઈ સુધી જવાનું સામર્થ્ય મનુષ્યમાં છે, તેવું કોઈ દેહધારીમાં નથી.
માનવીએ રાજહંસની માફક નીરક્ષીર વિવેક રાખવો જોઈએ. અને જે ઉત્કૃષ્ઠ છે તેને હૃદયપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. જે રીતે સૂર્યમાં ગરમી અને રોશની એમ બે ગુણ છે એ પ્રકારે સત્યમાં યથાર્થતા અને મંગલોન્મુખ ન્યાયનિષ્ઠ દીર્ઘદ્રષ્ટિ છે. આ બંને ગુણોનો સમન્વય જ સત્ય છે.
સત્યના એક પક્ષ વાસ્તવિકતાને તો મનુષ્ય જલદી પકડી લે છે. પરંતુ બીજો પક્ષ લોકહિતકારી, ન્યાયનિષ્ઠ, દૂરદર્શીને બહુ ઓછા લોકો પકડે છે. સત્યની ઉત્કૃષ્ઠતાના સાધકને આદર્શ હંસ અને ચાકતના જેવો હોય છે. હંસ ફક્ત ઉત્કૃષ્ટતાના મોતી ખાય છે. કોણે શું ખાઘું તેનાથી પ્રભાવિત થતું નથી. તે ન મળે તો તે અલભ્ય ખાવાને બદલે ઉપવાસ કરે છે. ચાકત માત્ર સ્વાતિબંિદુનું જ પાન કરે છે. અન્ય પાણી ગ્રહણ કરતું નથી. પરંતુ તરસ્યા રહેવાનું પસંદ કરે છે. નીરક્ષીર અને ઉત્કૃષ્ઠતાના સાધક આવા જ નિષ્ઠાવાન હોય છે. એ જ બ્રહ્મ-સત્ય છે.
- અક્ષય જનાર્દન મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved