Last Update : 03-May-2012, Thursday

 
શ્રેય માર્ગ દ્ધારા ભક્તમાં આત્મભાવ પ્રગટે છે
 

ઉપનિષદમાં જ્ઞાનમાર્ગની ચર્ચા ખૂબ સ્પષ્ટ રીતે કરી છે. તેમાં રહેલી ૠષિવાણી મર્મયુક્ત અને મૌલિક હોય છે. છાન્દોગ્ધ ઉપનિષદના એક શ્વ્લોકમાં ‘સુખ’ સંદર્ભમાં આ રીતે જણાયું છેઃ ‘જ્યારે મનુષ્યને ‘સુખ’ પ્રાપ્ત થાય ત્યારે જ તે કશુંક કરે છે. ‘સુખ’ મળે તેમ ન હોય ત્યારે એ કશુંય કરતો નથી. માટે ‘સુખ’ શી રીતે મળે તેની વિશેષપણે જિજ્ઞાસા રાખવી જોઈએ.’ વાત ખૂબ સચોટ રીતે રજૂ થઈ છે. આપણે જાણીએ છીએ કે બધા જ સુખ માટે જ પ્રવૃત્તિ કરે છે. જો ‘સુખ’ માટે પ્રવૃત્તિ જ ન થાય તો માણસ આજે જે પ્રગતિ જોઈ રહ્યો છે તે પ્રગતિ થઈ જ ન હોત. વિશ્વમાં બધા પુરુષાર્થ કરે છે અને પુરુષાર્થ પછી જ જે કંઈ પ્રાપ્ત થાય છે - તેનાથી સુખ મળે છે. સુખ પછી જ જીવનનો ખરો આનંદ માણી શકાય છે. સામાન્ય માણસ દિવસ દરમિયાન કામ કરે છે. તેનું વળતળ તેને પૈસાના સ્વરૂપમાં મળે છે અને આ રકમથી જ તે કંઈ ખરીદે છે... સાંજે તેના ઘરમાં રસોઈ બને અને બધા સાથે બેસીને જમે છે... શાંતિથી અને સૌ સુખનો અનુભવ કરે છે. બીજા દિવસે ફરી પ્રવૃત્તિ કરવી જ પડે છે... જો તે પ્રમાદી થઈને બેસી રહે તો તેને કંઈ મળે જ નહિ અને લાચાર બની બીજા પર આધાર રાખવો પડે અને ભૂખે મરવાનો વારો આવે. આથી ‘ગીતા’ કર્મ પર ખાસ ભાર મુકે છે. જો માણસ નિષ્ક્રિય થઈ કંઈ કરે જ નહિ તો તેનું ગુજરાન પણ ન ચાલે... તેથી તેણે સક્રિય થઈ કાર્ય કરવું, જે તેને સુખી કરે. જીવન ટકાવવા માટે માણસે પ્રવૃત્ત રહેવું જ પડે, પણ જીવનભર તે આમ જ કર્યા કરે... બસ ‘વૈતરુ’ જ કરે અને બીજો વિચાર જ ન કરે તો તે જીવનની સાચી મજા માણી જ ન શકે. યાદ રહે કે ખાવું, પીવું અને ભોગ ભોગવા- તેથી સાચા અર્થમાં શાંતિ મળતી નથી. જ્યારે શાંતિ જ ન મળે ત્યારે માણસ સાચા અર્થમાં ‘સુખ’ ભોગવી શકતો નથી... જેની પાસે ખૂબ લક્ષ્મી છે, તે સુખી છે એમ માની શકાય નહીં... કારણ કે જો લક્ષ્મીનો ઉપયોગ ખરે માર્ગે ન થાય અને બીજા માર્ગે જ જો ઉપયોગ થાય તો તેમાંથી અનેક પ્રશ્નો ઉભા થાય છે. ઘણી વાર પાછળના સંતાનો એવાં પાકે જે પિતાની પ્રતિષ્ઠાને ઘૂળધાણી કરી નાખે... આવી પરિસ્થિતિમાં માતાપિતા કહે છે કે આનાથી ‘સંતાન’ ન હોય તો સારું... જો આનાથી વિપરીત સ્થિતિ સર્જાય ત્યારે પિતાને સુખનો અનુભવ થાય. યાદ રહે જેને આપણે બહારથી સુખ માનીએ છીએ તે ખરેખર સુખ નથી જ... સુખ બહારનો વિષય નથી... ખરેખર તો સુખ દ્વારા તમને પરમ શાંતિ મેળવી જોઈએ. ઉપરના શ્વ્લોકના સંદર્ભમાં તેનો મર્મ આ પણ છે કે સુખ એવું હોવું જોઈએ જેનાથી જીવન ધન્ય બની જાય. શાસ્ત્રો કહે છે કે બે માર્ગ છે... એક માર્ગ છે પ્રેય માર્ગ અને બીજો શ્રેય માર્ગ. પ્રેય માર્ગ શરૂઆતમાં આનંદ આપે છે. આ માર્ગે જનાર સંસારિક સુખ ભોગવી લે છે અને ઘડીભર ‘સુખ’નો અનુભવ કરે છે... પણ વૃદ્ધાવસ્થામાં જ્યારે તે પાંગળો બને છે... નિરાધારના અનુભવે છે ત્યારે તેને આ જીવન વ્યર્થ જણાય છે... સુખ આવ્યું અને ગયું. શરૂઆતમાં સુખે આનંદ આપ્યો પણ તેનો અંત દુઃખમય જ બની રહ્યો. આનાથી તેને સાચા અર્થમાં ‘સુખ’ કહી શકાય... જેનો આનંદ તેને થવો જોઈએ, તેવું બન્યું નહીં. યાદ રહે સંયમ વિનાનું જીવન અંતે દુઃખી જ કરે. એટલે શાસ્ત્રો સદાય જીવનને ઈન્દ્રિયો પર કાબૂ રાખવાનું કહે છે.
શ્રેય માર્ગ દ્વારા સાચા અર્થમાં ‘સુખ’ પ્રાપ્ત થાય છે. આ માર્ગ કઠિન છે - અસ્ત્રાની ધાર પર ચાલવા જેવો. ડગલેને પગલે વિધ્નો આવે છે... સાધકની કસોટી થાય છે... પણ તેનો અંત ખૂબ સુખદ અને આત્મિક શાંતિ અપાવે છે. જે આત્મજ્ઞાનીઓ અને સત્યના પૂજારીઓ આ માર્ગે ગયા છે અને એમની કસોટી થઈ છે. યાદ રાખો કે સોક્રેટિસને ઝેર પીવું પડેલું. મહાવીર અને બુદ્ધને પણ ખૂબ સહન કરવું પડેલું... મહાત્મા ગાંધીજીને ગોળી ખાવી પડેલી અને ઈશુને ફાંસી પર ચડવું પડેલું... મૂલ્યનિષ્ઠા માટે ખૂબ સહન કરવું પડે છે... પણ તેનો અંત ખૂબ મઘુર અને શાંતિમય હોય છે... જે પરમનો સ્પર્શ કરાવે.
- એટલે આ માર્ગ સૌ માટે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. જોકે આ માર્ગે જનારને સંયમ તો રાખવો જ પડે, પણ આ માર્ગ મઘ્યમ માર્ગ છે. ભક્ત સદાય પોતાનું સમગ્ર જીવન પ્રભુને ચરણે ધરી દઈને તન-મન-ધનથી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે. કૃષ્ણ અઘ્યાય ૧૦માં શ્વ્લોક ૧૦માં સ્પષ્ટ કરે છેઃ મને પ્રેમપૂર્વક ભજતા, મારામાં સતત યુક્ત રહેનાર, તેઓને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે! બસ, આવો મારો ભક્ત ‘નમે ભક્ત પ્રણશ્યતિ’ - મારો ભક્ત નાશ પામતા નથી - મને જ પામે છે અને પરમ સુખનો અધિકારી બને છે. ભક્તિ દ્વારા ભક્તનો ‘અહં’ શૂન્ય બની જાય છે. અહંશૂન્ય સ્થિતિ પછી ભક્ત પ્રભુમાં જ એકરૂપ બની જાય છે. માણસે પ્રયત્ન કરવાનો છે અંદરથી સમૃદ્ધ થવાનો. ભક્તિ દ્વારા ભક્તને અંદરનું સાચું સુખ પ્રાપ્ત થાય છે - જે તેને પરમ શાંતિની અનુભૂતિ કરાવે છે. આ સુખ પછી ભક્તને કશુંય મેળવવાનું બાકી રહેતું નથી... અંદરની ચેતના સદાય ચેતનવંતી બનીને દિલમાં પ્રકાશ પાથરે છે અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે... આજ ‘સુખ’ સાચું સુખ અને આવા સુખને માટે પુરૂષાર્થ કરવો રહ્યો... આ પછી ‘તીરે ઊભા જુએ તમાસો, દેખનહારા- દાઝે જોને...’ મહાસાગરમાં ડૂબકી મારનાર મરજીવા જ અંદરથી સાચા મોતી લઈને બહાર આવે છે. શ્રેય માર્ગ ભલે કપરો માર્ગ લાગે, પણ તેનો અંત અમૃત સમાન હોય છે... જે તમારા સમગ્ર જીવનની વાસનાઓને દૂર કરી તમને શુદ્ધ બનાવીને પ્રભુમય બનાવે છે. ભક્તિ દ્વારા પ્રભુમય બનેલો ભક્ત સાચા અર્થમાં વૈષ્ણવજન બની જાય છે - જેને સર્વમાં પ્રભુનાં જ દર્શન થાય છે... આ છે શ્રેયમાર્ગનો મર્મ.
- શશિકાંત લ. વૈદ્ય

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved