Last Update : 03-May-2012, Thursday

 
નિવૃત્તિ પછીની વય (ઉંમર) એ પ્રભુનું પેન્શન છે ! આ ઉંમરને પ્રભુના કાર્યમાં લગાવીએ ! પ્રભુને ભજી લઈએ !
- નિવૃત્તિ પછી ભક્તિની પ્રવૃત્તિ કરવી. દીન દુઃખીઓની સેવા કરવી. સમય પસાર થાય માટે ધાર્મિક પુસ્તકો ભાગવતજી, શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા, રામાયણ વાંચીએ. જીવનને માનદ્‌ પ્રવૃત્તિઓ દ્વારા શણગારીએ ! પ્રભુએ આપેલી વઘુ વયના પેન્શનનાં સદઉપયોગ કરીએ.

પ્રત્યેક માણસે વિચારવું જોઈએ કે હું કોણ છું. ક્યાંથી આવ્યો છું. મારો ધર્મ કયો ? મારે જીવનના અંતે ક્યાં જવાનું છે ?
પ્રભુએ જે માનવદેહ આપ્યો છે તે પ્રભુને ગમે તેવાં કાર્યોમાં ઉપયોગ કર્યો ? ઘડપણમાં તો ખાસ સાઈઠ વર્ષ પુરાં થઈ ગયાં. નિવૃત્ત થઈ ગયો. પ્રભુએ નિવૃત્તિ પછી પણ બીજાં દસ પંદર વર્ષ આપ્યાં. સરકારે તો પેન્શન આપ્યું પણ વધતી વયનું પ્રભુએ આપેલું પેન્શન મેં ક્યાં વાપર્યું ?
પ્રભુએ મને વરિષ્ઠ બનાવ્યો મેં પ્રભુના કાર્યને ગમે તેવું વરિષ્ઠ કામ કર્યું. ઢળતી વયે માણસે સંસારનો મોહ છોડીને જેને ઘેર અંતે જવાનું છે તેની સાથે ગોષ્ઠિ કરી લઈએ. સાંજના સમયે આનંદ પ્રમોદ માટે ભલે બાગના બાંકડા ઉપર બેસીએ પણ આપણું ચિત્ત સંસારના કપટના દરિયામાં ન રાખીએ. પ્રભુને આપણું મન આપીએ.
ઘડપણમાં પ્રભુએ જે રૂપિયાનું પેનશન આપ્યું છે તે પેનશન પ્રભુના ધામમાં જઈ વાપરીએ. વૃંદાવન-મથુરા, જગન્નાથપુરી, દ્વારકા પ્રભુના નિવાસસ્થળો છે.
આવા સ્થળોમાં પ્રભુની ભક્તિ થશે. પ્રભુની દ્રષ્ટિ આપણા ઉપરથી હટી ન જાય માટે પ્રભુનાં દર્શન જરૂરી છે.
આંખની દ્રષ્ટિ ભલે ઝાંખી હોય કદાચ. આપણાથી પ્રભુના શૃંગારના દર્શન પુરેપુરાં ન પણ થાય. પ્રભુ આપણી નોંધ લે છે જ.
ભક્ત બોડાણો સીત્તેર વર્ષ સુધી દ્વારિકાનાથના દર્શને ગયો. અંતે હામ ચાલવાની ન રહી તો પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ ! હવે પદયાત્રાથી દ્વારિકા અવાય તેમ નથી. શરીર કામ કરતું નથી. ભગવાન દ્વારિકાનાથે કહ્યું બોડાણા ! તારી ભક્તિથી હું પ્રસન્ન છું. અને દ્વારિકાધીશ ડાકોર આવ્યા. બોડાણાએ પોતાની વૃદ્ધાવસ્થાનો કેવો ઉપયોગ કર્યો !
માણસ મેં - મેં, હું - હું કહે છે. વૃદ્ધાવસ્થામાં પણ પ્રમુખ બને છે. સંસ્થાઓમાં (સામાજીક) હોદ્દા માટે ચુંટણીઓ લડે છે. પણ આ જ જીવન છે ? ઘડપણમાં ઘણા નિહાકા નાખે છે, ઘડપણ કોણે મોકલ્યું ? ના ગીતો-નિહાકા ગાવા. ઘડપણને મહોત્સવ બનાવીએ. જે શેષ જંિદગી છે તેને પ્રભુને સોંપીએ. સદ્‌ પ્રવૃત્તિ કરીએ.
એક કવિની પંક્તિ છે ઃ
‘કરી તો જુઓ મારો હરિ કરે તે કરી જુઓ
કાદવમાં વહાલાએ કમળ ઉગાડ્યું
સમુદ્રને હાથે ઉલેચી જુઓ.’
સૂર્ય ચંદ્રને વળી નવલખ તારલા
આકાશે અઘ્ધર રાખી તો જુઓ.
જીવનના અંતે આ શરીર બળીને ભસ્મ થશે. આ ભસ્મને સગાંવહાલાં અડકશે પણ નહિ. મૃતાત્મા પછીના અસ્થિને પણ કોઈ અડકતું નથી. આવા દેહની પૂજા કરવાને બદલે પ્રભુની પૂજા કરી લઈએ. મોહમાયાના ઢગલા અને આ ધનના ઢગલા અંતે મૂકીને જવું પડશે જ.
તો દેહને પ્રભુના રંગથી શણગારી લઈએ.
‘તું મારું મારું ન કર, અહો તારું શું છે
સ્વાર્થ ભર્યા સમાજમાં તને કોણ પૂછે છે.
પુત્રો, પુત્રવઘુના આ સંસારનો ખારો દરિયો છે.
કામ હોય તો મસ્કા મારે બાકી કોણ કોનું છે.’
અહીં કફન ફક્ત તારું છે બાકી પડતું મુકવાનું છે,
આંગળીની વીંટી કાઢી લેશે રૂપિયાની અહીં સોદાબાજી છે.
પુત્રો બેસણાની છબી પસ્તીમાં નાખનારા છે.
‘બંસી’ અહીં સંબંધો ત્રાજવાને સહારે તોલાયા છે.
તું મારું મારું ન કર અહીં તારું શું રહેવાનું છે !
વૃદ્ધાવસ્થામાં કૂટાઈને મરવા કરતાં સદ્‌કાર્યોમાં
ઘસાઈને મરીએ. પ્રભુને ગમે તેવી, પ્રવૃત્તિ કરીએ.
એડવંિગ ફોલીપ ના શબ્દોમાં જંિદગી એક
દર્પણ છે, તેના તરફ મોકલશો તો
મોહક લાગશે અને ધૂરકીયા કરશો તો
(બેડોળ) લાગશે
ઘડપણ માટે અનેક કવિઓએ ગાયું છે.
નરસૈયાએ પણ ગાયું છે ઃ-
નાનપણમાં ભાવે લાડવા, ઘડપણમાં ભાવે ભેળ
રોજરોજજોઈએશબરીરેએવીબધીઘડપણનીટેવ પ્રાતઃકાળે પ્રાણ મ્હોરા રે અન્ન માટે અકળાય
ઘરના કહે મરતો નથી રે બેસી રહેતાં શું થાય ?
દીકરા તો જુજવા થયા રે વહુઓ કરે અપમાન
દીકરીઓ ને જમાઈ લઈ ગયા હવે ઘડપણના શા હાલ !

આ બઘું સાંભળી પ્રભુનું નામ લો
ઘડપણ આવ્યું હવે સંસારમાંથી મોહ છોડો. ખોટી ટક ટક ઘરમાં કરો નહિ. આરોગ્યને જાળવો. પદ-પ્રતિષ્ઠાનો મોહ બહુ રાખવો નહિ.
પ્રભુને ભજી લો રે ભાઈલા !
પ્રભુએ જીવનના વર્ષો આપ્યા છે તેને શણગારો અંતીમ યાત્રામાં બધા એકી આજે બોલે કે સમાજે એક સારો માણસ ગુમાવ્યો. બસ આજ જંિદગીનો એવોર્ડ છે ને ? સમાજે આપેલા એવોર્ડ કરતાં પ્રભુના આવકારનો એવોર્ડ શ્રેષ્ઠ છે.
ડોંગરે મહારાજે લખ્યું છે કે ઃ સમય એવો આવશે કે દીકરો શ્રાદ્ધ કરશે એ આશા ઠગારી નીવડવાની છે. તમે તમારું શ્રાદ્ધ તમારે હાથે કરજો (પુણ્ય) જીવનને પરમાત્મા અને પરોપકાર ના કાર્યોમાં લગાવી બધાને જય શ્રીકૃષ્ણ કરજો. અપવાદો હવે બધા જ બાળકો ખરાબ નથી પણ સંયુક્ત પરિવારો તૂટતા જાય છે.
સદ્‌ગતિ મેળવવા સત્કર્મ જરૂરી છે. તે પોતે જ કરવું પડે.
નિવૃત્તિ પછી ભક્તિની પ્રવૃત્તિ કરવી. દીન દુઃખીઓની સેવા કરવી. સમય પસાર થાય માટે ધાર્મિક પુસ્તકો ભાગવતજી, શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા, રામાયણ વાંચીએ. જીવનને માનદ્‌ પ્રવૃત્તિઓ દ્વારા શણગારીએ ! પ્રભુએ આપેલી વઘુ વયના પેન્શનનાં સદઉપયોગ કરીએ.
- બંસીલાલ જી. શાહ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved