Last Update : 03-May-2012, Thursday

 

કુંતીને થયું કે દુઃખોના ભાર ખમવાં માટે સુખનાં મૃગજળ તો નહીં સર્જ્યાં હોય!

- આકાશની ઓળખ

 

ગુરુ દ્રોણે યોજેલી શસ્ત્રપરીક્ષાનું પરિણામ કૌરવો અને પાંડવો વચ્ચેના વેરનાં વાવેતરમાં થયું. એક બાજુ કૌરવો સાથે કર્ણ, શકુનિ અને અશ્વત્થામા હતા, તો એ સમયે બીજી બાજુ પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય રહ્યા. પ્રજાસમૂહ પણ બે પક્ષમાં વહેંચાઇ ગયો હતો.
પ્રજામાં એક નવી ચર્ચાએ જોર પડ્યું! આજ સુધી પ્રજા માત્ર કુળના કીર્તિગાન અને રાજાના મહિમાગાન ગાતી હતી, તે હવે કુળના કુસંપની વાતોમાં રાચવા લાગી અને રાજકુટુંબના પરસ્પરના વૈમનસ્યમાં રસ લેવા લાગી! જિજ્ઞાસારસ અને નંિદારસભરી ઘણી સાચી-ખોટી વાતો લોકજીભે થવા લાગી. પ્રજામાં પણ બે પક્ષ પડ્યા. દુર્યોધનની તરફદારી કરનારા એના અહંકારને રાજગૌરવ માનવા લાગ્યા, જ્યારે પાંડવોને પક્ષે રહેલાઓ એમના પરાક્રમને વખાણવા લાગ્યા. પછી તો લોકો એમ ચર્ચા કરવા લાગ્યા કે ગદાયુદ્ધ થાય તો કોણ જીતે? બાણયુદ્ધમાં કોણ સામાને હણી શકે? કોઇ કહેતું કે ગદાયુદ્ધમાં દુર્યોધન જેવો કોઇ ચપળ કુસ્તીબાજ નથી, તો બીજા ભીમને બળિયો બતાવતા. એ જ રીતે કોઇ કર્ણને, તો કોઇ અર્જુનને ચડિયાતો માનતા.
પ્રજાનો એક ભાગ પાંડુપુત્રોને મહિમા કરતો હતો, તો પ્રજાનું એક બીજું જૂથ કૌરવોને ટેકો આપતું હતું. આ પક્ષાપક્ષીમાંથી જાગેલી વેરની છૂપી આગમાં ઘી રેડવાનું કામ કર્ણની ઘટનાએ કર્યું. આ જોઇને કુંતી વિદુરજીને કહે છે,
‘વિદુરજી, આ ઘટનાથી હજી હસ્તિનાપુરની પ્રજાએ કૌરવો અને પાંડવો વચ્ચેના વૈમનસ્યનો ઉષઃકાળ જોયો છે. એના મઘ્યાહ્ને પરસ્પર કેવું મહાભારત ખેલાશે એ વિચારે હું ઘુ્રજી ઊઠું છું અને અંતે કુળનો અસ્તાચળ થાય તેવું ય બને!’
‘ભાભી, તમારા મુખે આવાં અનિષ્ટ વચનો? જીવનનાં દુઃખોની કસોટીને જેણે સમજણમાં ફેરવી નાખ્યાં છે એવા તમે આવું કહો છો?’
‘હા દીયરજી, જીવનમાં ઘણું દુઃખ જોયું છે, ઘણી વેદના સહન કરી છે, હસ્તિનાપુરના રાજમહેલમાં જેટલા આનંદથી રહી, એટલા જ આનંદથી યુવાનીમાં વનમાં વાનપ્રસ્થાશ્રમને માણ્યો છે. પણ હવે એમ લાગે છે કે મારાં દુઃખની દિશા બદલાઇ ગઇ છે. મારું હૈયું આ નવા જાગેલાં દુઃખનો ભાર કેટલું ઝીલી શકશે તે સમજાતું નથી.’
વિદુરજીએ કહ્યું, ‘ભાભી, દુનિયાને માટે તો માતા કુંતી એ દુઃખીઓનો આશરો છે. કોઇ પણ વ્યક્તિ પર દુઃખનો પહાડ તૂટી પડે, ત્યારે એ તમારા જીવનમાં આવેલાં દુઃખોનો વિચાર કરીને સ્વયં ધૈર્ય ધારણ કરે છે. એનામાં આવેલી આપત્તિનો સામનો કરવાની હંિમત જાગે છે અને એથીય વઘુ તો દુઃખને પાર જઇને સ્વસ્થ રીતે જીવન જીવવાનો આપને આધાર માને છે.’
કુંતીએ કહ્યું, ‘વાત તો તમારી સાચી છે, દુઃખ મારો કેડો છોડતું નથી. ક્યારેક તો એમ લાગે કે હું જીવનમાં દુઃખો સહન કરવા માટે જ સર્જાયેલી છું! ક્યારેક તો મનમાં એમ પણ થાય કે સુખ એ તો માણસે સર્જેલું કોઇ સ્વપ્ન નહીં હોય ને! કે પછી સુખનાં મૃગજળ હોય છે, દુઃખી માણસ એની પાછળ દોડતો રહે અને સુખ ક્યારેય જીવનમાં લાધે નહીં. આજ સુધી આટઆટલાં દુઃખો સહન કર્યા, પરંતુ રંગમંડપમાં બનેલી ઘટનાઓએ મારું હૈયું હચમચાવી મૂક્યું છે.’
વિદુરે કહ્યું, ‘એ ક્ષણથી તો મારા મનમાં સતત ધ્રાસકો રહે છે કે આ દ્વેષનું બીજ વેરના વૃક્ષમાં તો પલટાઇ નહીં જાય ને? રામ, લક્ષ્મણ કે ભરતના બંઘુપ્રેમને બદલે હવે બંઘુદ્વેષ તો સર્જાશે નહીં ને? આ દ્વેષ એવો છે કે જે સતત વેરની આગને ભભૂકતી રાખે છે.’
એવામાં યુધિષ્ઠિરનું આગમન થયું અને એમણે પણ નારાજગી સાથે કહ્યું, ‘રંગમંડપમાં દુર્યોધનનો વર્તાવ અયોગ્ય હતો.’ અર્જુન સામે પડકાર ફેંકવા માટે સૂતપુત્ર કર્ણને જે રીતે અંગદેશનો રાજવી ઘોષિત કર્યો, એ કાર્ય પાછળની પ્રેરક વૃત્તિથી યુધિષ્ઠિર ગ્લાનિ પામ્યા હતા.
એમણે કહ્યું, ‘ગુરુ દ્રોણે યોજેલી રાજકુમારોની શસ્ત્રપરીક્ષા એ જાણે ભવિષ્યના કોઇ શસ્ત્રયુદ્ધનું મંડાણ ન હોય! મારે તો પિતામહ ભીષ્મને જઇને કહેવું છે કે આપની ઉપસ્થિતિમાં દુર્યોધન આવી રીતે નિર્ણય લે, તે સર્વથા અનુચિત છે.’
વિદુરજીએ કહ્યું, ‘યુધિષ્ઠિર, તમારી વાતમાં સત્ય છે પરંતુ પિતામહને માટે સત્યનું પ્રાગટ્ય કાજે મૌનની દિવાલ તોડવી મુશ્કેલ છે.જ્યારે કુળના સન્માનનીય વડીલ પોતાનો પ્રભાવ ગુમાવીને કોઇ એક પક્ષને રાજી કરવા પ્રયત્ન કરે છે, કે આવનારાં અનિષ્ટને જોવા છતાં મોં ફેરવી લે છે, ત્યારે અનેક અનર્થો સર્જાય છે.’
‘પણ આવનારો અનર્થ?’ કુંતીએ અકળામણથી કહ્યું, ‘આ અનર્થ નાનકડી જ્વાલામાંથી અગ્નિનો દાવાનળ ફેલાવશે. અને હું જોઉં છું કે કર્ણ અને અર્જુન સામસામા આવી જશે. ઓહ દૈવ!’
આટલું બોલીને કુંતી થંભી ગયા. પોતાની જાત સંભાળી સ્વસ્થ બન્યા. વિદુર અને યુધિષ્ઠિરને કંઇક વિસ્મય થયું.
વિદુરજીએ સવાલ કર્યો, ‘તમે આટલા બધા અસ્વસ્થ કેમ થઇ ગયા? તમારા ધૈર્યના બંધ કેમ તૂટી ગયા? અરે! હસ્તિનાપુરના પ્રજાજનો તો કહે છે કે માતા હજો તો કુંતી જેવી! અરે, હસ્તિનાપુરની પ્રજા આપને કેટલી ચાહે છે એનો આપને ખ્યાલ છે ખરો? રાજરાણી તરીકે મહારાજ પાંજુ સાથે તમે હસ્તિનાપુરથી વનમાં ગયા હતા અને પાંડુના અકાળ મૃત્યુને પરિણામે વૈધવ્ય પામીને વનમાંથી હસ્તિનાપુરમાં પાછા આવ્યા. પ્રજાએ આપના રાણીપદ અને માતૃપદ બંને જોયા છે અને એટલે જ આપને ખૂબ ચાહે છે અને પૂજ્ય માને છે.’
એવામાં બીજા પાંડુપુત્રો પણ આવી ગયા. યુધિષ્ઠિરે કહ્યું, ‘સાચી વાત છે તમારી. એના કરતાંય એમણે વનમાં ફળફળાદિ ખાતા અમને નગરમાં રહેતા શીખવ્યું, એ કંઇ નાનીસૂની ઘટના છે?’
ભીમ બોલી ઊઠ્યો, ‘માતાએ સદૈવ મારા ભોજનનું ઘ્યાન રાખ્યું છે, મને ભૂખ લાગે ત્યારે કકડીને જ લાગે છે! કોઇકવાર મોડી રાત્રે ઊઠી જાઉં અને લાડુ આરોગવાનું મન થાય, તો માતા રાતનો ઊજાગરો વેઠીને ય લાડુ કરી આપે છે.’
વિદુર બોલ્યા, ‘ભીમ, તારો ભોજનનો પ્રેમ અને ટીખળનો શોખ હજી ગયો નથી? તારા અંગે અંગમાંથી લાડુપ્રિયતા પ્રગટે છે.’
અર્જુને કહ્યું, ‘અરે, ક્યારેક મારા ઘુનષ-બાણ તૈયાર કરવા માટે મોડી રાત સુધી કામ કરું તો માતા મારી સાથે બેસે, મને પણછ બાંધી આપે, મારા પ્રત્યેક શસ્ત્રની સંભાળ રાખે.’
નકુળ અને સહદેવે કહ્યું, ‘અમારી માતા માદ્રીએ અમને કુંતા માતાને સોંપ્યા અને અમને ક્યારેય એવું નથી લાગ્યું કે કુંતા અમારા માતા ન હોય,’ ત્યાં નકુળ બોલી ઊઠ્યો, ‘અરે! ત્રણેક જ્યેષ્ઠ બંઘુઓને બદલે માતા અમારી વઘુ સંભાળ લે છે. માતાનું હૃદય પોતાના સંતાનો તરફ વિશાળ હોય છે એ સાચું પણ અવરના સંતાનો તરફ આટલું વિશાળ હોય તેવું તો અમે જોયું નથી.’’
કુંતીએ પુત્રોને ટપરતાં કહ્યું, ‘બસ બસ, હવે બહુ થયું. એવું તો નથી ને કે તમારી બહાર પર્યટને જવું હોય અને એ માટે અનુમતિ પામવા માતાની પ્રશંસા કરો છો.’
યુધિષ્ઠિર ધીરગંભીર અવાજે કહ્યું, ‘મા, આજ મને મારું હૈયું ખોલી દેવા દે. અમે પાંચેય ભાઇઓએ હસ્તિનાપુર નગરીમાં પહેલીવાર પગ મૂક્યો, ત્યારે એમ લાગ્યું કે અમે કોઇ જુદી જ દુનિયામાં આવી ગયા છીએ. ક્યાં વનની શાંતિ અને નગરની અશાંતિ! ક્યાં વનની લહેરાતી પ્રકૃતિ અને નગરના ગગનચુંબી મહાલયો! વનમાં તો સર્વત્ર સદ્‌વૃત્તિનો પરિચય થતો હતો અને નગરમાં પ્રવેશતાંની સાથે દુર્વૃત્તિનો પરિચય થયો.’
ભીમે ટાપસી પૂરી, ‘અરે, ઘણીવાર તો બહાર દેખાતી બનાવટી સદ્‌વૃત્તિની પાછળ ભયાવહ દુર્વૃત્તિ જોવા મળી. હાથીના ચાવવાના અને બતાવવાના જુદા.’
અર્જુને કહ્યું, ‘માતા, ભીમની હત્યા માટેનો પ્રપંચ અને કર્ણના રાજ્યાભિષેક માટેની ઉતાવળ પાછળ રહેલી વૃત્તિને હું પામી શકતો નથી.’
સહદેવે કહ્યું, ‘અરે, ક્યારેક તો એમ થાય છે કે આ બઘું છોડીને પાછા વનમાં જતા રહીએ. આ રાજકાજના કાવાદાવા અકળામણભર્યા લાગે છે. એકાદવાર તો મેં માતાને કહ્યું પણ હતું કે આપણે પાછા વનમાં જઇએ ત્યારે એણે કહ્યું કે તમે ક્ષત્રિય પુત્રો છો, મહારાજ પાંડુના સંતાન છો, કુરુવંશના પ્રતાપી પુરુષો છો. હસ્તિનાપુરના રાજસંિહાસનના અધિકારી છો. તમે જો આમ ગભરાઇને, ડરીને અથવા તો ઉદાસીન બનીને વનમાં પાછા ચાલ્યા જશો, તો આ નગરનું શું થશે? પ્રજાને કેવું રાજ મળશે એનો કોઇ વિચાર કર્યો ખરો? માતા, તમારાં આ વાક્યોએ અને આખૂટ ધૈર્ય આપ્યું. આને કારણે તો આજે યુવરાજ થયેલા ધર્મરાજ યુધિષ્ઠિરની કીર્તિ વિસ્તરી રહી છે.’
માતા કુંતીએ કહ્યું, ‘સત્યને માર્ગે ચાલીને એ કીર્તિનો વિસ્તાર કરવો એ આપણું કર્તવ્ય છે. આપણા માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવશે. દુર્યોધનના દ્વેષ અને ઈર્ષ્યાને કારણે ક્યારે આપણી સામે કઇ આફત ખડી થશે એની ખબર નથી. પણ જો તમે પાંચ પાંડવો સાથે રહેશો તો તમારો કોઇ વાળ વાંકો કરી શકશે નહીં.’
પાંચે પાંડુપુત્રોને માતા કુંતીએ વચન આપ્યું કે જંિદગીની કપરામાં કપરી પરિસ્થિતિ વખતે પણ એ એકબીજાનો સાથ નહીં છોડે, એટલું જ નહીં પરંતુ બીજાને માટે પોતાનાં પ્રાણનું સમર્પણ કરતાં પણ નહીં અચકાય.,
માતા કુંતીના આંખમાં હર્ષાશ્રુ આવ્યા અને કાકા વિદુર પાંચે ભાઇઓના પ્રેમને પ્રસન્નતાથી નીરખી રહ્યા. (ક્રમશઃ)
- કુમારપાળ દેસાઈ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved