Last Update : 03-May-2012, Thursday

 

માનવીએ એના શુભ-અશુભ કર્મનું ફળ ભોગવવું જ પડે છે!

- વિચાર વીથિકા

 

મુદ્‌ગલ ૠષિ કઠોર તપશ્ચર્યા કરતા. એના ભાગ રૂપે તે ઘ્યાન-સમાધિ, વ્રત-ઉપવાસ વગેરે કરતા. અમુક વ્રત અને ઉપાસના વખતે મૌન ધારણ કરતા જે કોઈપણ સંજોગોમાં છોડતા નહીં. ઘણા લોકો એમના આશ્રમમાં આવતા અને એમના દર્શન કરી ધન્યતા અનુભવતા. એક વાર રાજાના મહેલમાં ચોરી થઈ. ચોર મોંઘો મુદ્દામાલ લઈને ભાગ્યા. તેમણે એ ચોરેલી વસ્તુઓ કોઈ સુરક્ષિત જગ્યાએ છૂપાવી દેવાનો વિચાર કર્યો. એ માટે એમને મુદ્‌ગલ મુનિનો આશ્રમ યોગ્ય સ્થાન લાગ્યું. કોઈ મુનિના આશ્રમમાં તપાસ કરે નહીં. ચોરોનો પીછો કરતા રાજાના સૈનિકો મુનિના આશ્રમ સુધી આવી પહોંચ્યા. ચોર કદાચ આશ્રમમાં તો છુપાઈ ગયા નથી ને? એવો વિચાર કરીને તે આશ્રમમાં તપાસ કરતા હતા ત્યારે ચોર તો ના મળ્યા પણ ચોરીનો તમામ સામાન મળી આવ્યો.
રાજાના સૈનિકો મુદ્‌ગલ મુનિ પાસે આવ્યા અને આ ચોરીનો સામાન આશ્રમમાં કેવી રીતે આવ્યો તે વિશે પૂછ્‌યું. પણ મુનિ તો મૌનધારી હતા. એ જવાબ કેવી રીતે આપે? સૈનિકો સમજ્યા કે મુનિ જવાબ નથી આપતા એટલે એમનો ચોરીમાં હાથ છે અથવા એ ચોરોને છાવરી રહ્યા છે. એટલે એ એમને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ પણ તેમને ચોરી અંગે વારંવાર પૂછ્‌યું પણ મૌનવ્રતી મુનિએ આવી વાત માટે મૌન તોડવું યોગ્ય ન માન્યું. મૌન સંમતિસૂચક છે એમ માની રાજાએ ચોરીની જે નિયત સજા હતી તે ફરમાવી દીધી. તેના કાયદા પ્રમાણે ચોરી કરનારને શૂળ ભોંકીને દેહાંત દંડની સજા કરાતી હતી.
મુદ્‌ગલ ૠષિના શરીરને દોરડાથી મુશ્કેટાટ બાંધવામાં આવ્યું પછી એમના શરીરની આરપાર ભાલા ખોસવાના શરૂ કરાયા. ભાલા ધીરેધીરે ખૂંચતા ખૂંચતા શરીર વીંધીને નીકળી રહ્યા હતા પણ મુનિએ મૌન ન તોડ્યું. આ બાજુ જેમણે ચોરી કરી હતી તે અસલ ચોર પકડાઈ ગયા. તેમણે જાતે કબૂલ કર્યું કે રાજમહેલનો કીમતી સામાન તેમણે મુદ્‌ગલ ૠષિના આશ્રમમાં સંતાડ્યો હતો. રાજાને આ વાતની ખબર પડી એટલે એના પસ્તાવાનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ અને તે જાતે દોડીને મુદ્‌ગલ ૠષિ પાસે આવ્યો. તેણે મુનિ નિરપરાધી હોવા છતાં આવી આકરી સજા આપવા બદલ મુનિના પગમાં પડીને ક્ષમા માગી. એ સમયે મુનિનું મૌન વ્રત પણ પૂરું થયું એટલે તેમણે રાજાને કહ્યું - ‘રાજન્‌ ! આમાં તમારી કોઈ ભૂલ નથી. તમે તો તમારો રાજધર્મ અદા કર્યો છે. મેં મારો મુનિધર્મ અદા કર્યો છે. તમે મને સજા કરી ત્યારે તમને ક્યાં ખબર હતી કે હું નિર્દોષ છું. મળેલા પુરાવાને આધારે એ વખતે હું જ ગુનેગાર લાગતો હતો. હું નિર્દોષ છું એવું હું બોલી શકું એવી સ્થિતિમાં પણ નહોતો. ખેર જે થવા કાળ હતું તે થયું પણ આવું કેમ થયું એનો જવાબ હું ઉપર જઈશ ત્યારે ધર્મરાજ પાસે જરૂર માંગીશ.’
આટલું બોલ્યા પછી મુનિ પાછા મૌન થઈ ગયા. થોડી પળો બાદ તેમના પ્રાણ નીકલી ગયા. મરણ બાદ તેમનો જીવાત્મા ધર્મરાજ પાસે પહોંચ્યો. તેમણે ધર્મરાજને પૂછ્‌યું - ‘હું નિર્દોષ હોવા છતાં મને આ સજા કેમ થઈ? મારા ભાગ્યમાં આ રીતે શૂળ ભોંકાઈને મરણ પામવાનું કેમ લખાયું ?’ ધર્મરાજે કહ્યું - જીવનમાં કશું પણ એમને એમ બનતું નથી. દરેકની પાછળ કોઈ કારણ રહેલું હોય છે. બાળપણમાં તમે એક કીડાને તણખલાની ધારદાર સળીઓથી વીંધીને મારી નાંખ્યો હતો. તમારે એનું ફળ ભોગવવું પડ્યું છે. એટલે જ શાસ્ત્રમાં વિધાન કર્યુ છે - ‘અવશ્યમેવ ભોક્તવ્યં કૃતં કર્મ શુભાશુભમઃ - માનવીએ શુભ કે અશુભ જે કોઈ કર્મ કર્યું હોય તેનું ફળ તેને ચોક્કસપણે ભોગવવું જ પડે છે.’ મુનિના જીવાત્માએ પૂછ્‌યું - ‘શું એ અપરાધ જાણી જોઈને કરાયો હતો ?’ ધર્મરાજે કહ્યું - ‘ના, તે તણખલા ખોસ્યા ત્યાં ઘાસ નીચે કીડો છે એવી ખબર નહોતી.’ જીવાત્માએ કહ્યું - તો પછી એ અપરાધની આટલી મોટી સજા શા માટે કરી? ધર્મરાજ નિરુત્તર બની ગયા.
મુદ્‌ગલ મુનિના જીવાત્માએ ધર્મરાજને કહ્યું - તમારે પણ એક જન્મ લેવો પડશે. કોઈ નિષ્પાપ અપરાધ પર દંડ ભોગવવો પડશે. ધરતી પર જીવન ધારણ કરી નાના અપરાધ બદલ બહુ મોટું ફળ ભોગવવું પડશે. એના ફળરૂપે અપમાનિત સ્થિતિમાં જીવવું પડશે. આના બદલામાં આખું જીવન પ્રાયશ્ચિત કરવું પડશે. આ ધર્મરાજ જ યુધિષ્ઠિર તરીકે જન્મ્યા હતા અને મુનિના શાપને લીધે જ જુગાર રમવાની અને એમાં પોતાની જાત, અન્ય પાંડવો, દ્રૌપદી અને સઘળું રાજપાટ દાવ પર મુકવાનો અપરાધ કરી, એનું માઠું પરિણામ ભોગવી જીવનભર પ્રાયશ્ચિત કરતા રહ્યા હતા !
- દેવેશ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved