Last Update : 03-May-2012, Thursday

 
ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી
જૈન શાસનની ભક્તિ, જૈન શાસનની પ્રભાવના, જૈન શાસનની ગૌરવગાથાનો ધબકાર
- આંખ છીપ, અંતર મોતી
 

(ગતાંકથી ચાલુ....)
ભાવનગરના ચાતુર્માસ પછી અમે ઘોઘાતીર્થનો છ’રિપાલીત સંઘ લઈને નીકળેલા તે દરમિયાન એક કાર્યકરને વીજળીનો કરંટ લાગતા બચી ગયેલો તે સમયે તેની સારવાર માટે શ્રી સૂર્યોદયસૂરિજી મહારાજે તત્કાળ વ્યવસ્થા કરવા માટે સૌને કડક સૂચના આપેલી અને જ્યારે ખબર પડી કે તે કાર્યકરને કંઈ થયું નથી ત્યારે તેમણે શાંતિનો શ્વાસ લીધેલો.
સંવત ૨૦૩૨માં શ્રી શત્રુંજ્ય ગિરિરાજ પર નવી ટૂંકની પ્રતિષ્ઠા થઈ ત્યાર શ્રી ચંદ્રોદયસૂરિજી ચંદ્રના આહવાન મંત્રો બોલ્યા ત્યારે શ્રી સૂર્યોદયસૂરિજી સૂર્યના આહવાન મંત્રો બોલ્યા હતા. આ યોગાનુયોગ જોઈને સૌ પ્રસન્ન થઈ ગયેલા.
અમદાવાદમાં તે સમયે શ્રી નેમ- રાજુલનું નાટક ભજવાયેલું અને કેટલાક બિનજરૂરી તત્ત્વોએ તોફાન મચાવેલું એ જ નાટક શ્રી સૂર્યોદયસૂરિજી મહારાજની પ્રેરણાથી તે સમયે ગોધરા શ્રીસંઘમાં ભજવાયું ત્યાં પણ તોફાનની સંભાવના ખડી થઈ પણ આચાર્યશ્રી સૂર્યોદયસૂરિજીએ પડકાર ભરેલી વાણીમાં શ્રી સંઘને જે ઉપદેશ આપ્યો તેણે એક ઇતિહાસ રચી આપ્યો.
સુવિશુદ્ધ ચારિત્ર્યવાન આચાર્યશ્રી સૂર્યોદયસૂરિજી મહારાજ દરરોજ નવ સ્મરણમાંથી સાત સ્મરણનો પાઠ કરતા પોતાની પાસે આવતા સાઘુને પૂછતા પણ ખરા કે સ્મરણ ગણવાની ટેવ પાડી છે ? તેઓશ્રી હંમેશા સૂરિમંત્રની આરાધના પણ કરતાતેમણે સૂરિમંત્રની પીઠિકાની સાધના પણ કરી હતી. આ સાધના તેમને ફળી પણ હતી. પોતાના નિશ્રાવર્તી સાઘુઓ નિયમિત ભણે, તપ કરે તે પણ તેઓ ઘ્યાન રાખતા. તેમના નિર્મળ ચારિત્ર્યનો ્‌પ્રભાવ પણ છલકાતો હતો. શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ તેમના રોમરોમમાં પ્રગટતી હતી. જિન મંદિરમાં તેઓ જે શાંત સ્વરે સ્તવન ગાતા તે જેમણે પણ સાંભળ્યું હશે તે કદી ભૂલી નહીં શકે.
અમદાવાદના પાંજરાપોળ ઉપાશ્રયમાં તેમણે કરેલા નવ ચાતુર્માસ દરમિયાન તેમણે અખંડ પ્રવચનો કર્યા હતા. એક જ સ્થળેથી આટલા વર્ષો સુધી સળંગ પ્રવચનો કરવાના હોય તો ઉંડો અભ્યાસ અને શાસ્ત્રોનું ગહન પરિશીલન જોઈએ. તેમના પ્રવચનોમાં તેઓ ધર્મનો મર્મ અનોખી રીતે પ્રગટાવતા.
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ થોડાક વર્ષો વઘુ જીવ્યા હોત તો તપાગચ્છાધિપતિ બને તેવા મહાન હતા !
સમય સરકતો જ રહેશે પરંતુ તેઓશ્રીનું સ્મરણ કદી વિલોપાશે નહીં.
પ્રભાવના
જીવનનો વિકાસ કરવા માટે દૂરગામી દ્રષ્ટિ જોઈએ. જીવનની ભૂલભૂલામણીમાંથી નાની નાની વાતોના ક્લેશ દ્વારા સમય પૂરો થઈ જાય અને કંઈ પણ ભવ્ય પ્રાપ્તિ ન થાય ત્યારે જીવન એળે ગયું લાગે. સમયના તાપમાં શેકાઈને જે આગળ વધે અને ક્રાંતિ કરે તે જીવનમાં કંઈક પામે ક્રાંતિ હંમેશા તપ માગે છે, સમર્પણ પણ માગે છે.
- આચાર્યશ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved