Last Update : 03-May-2012, Thursday

 

જીવન એટલે સજીવ સૃષ્ટિ માટે સુંદર સર્જન કાર્ય છે, ઈશ્વરનું...

 

જીવન એટલે સજીવ સૃષ્ટિ માટે સુંદર સર્જન કાર્ય છે, ઈશ્વરનું... જીવનના માહોલમાં શ્રઘ્ધા, વિશ્વાસ, આસ્થા, માનવતા વગેરે આદર્શો, સંસ્કારો સુષુપ્ત અવસ્થામાં કે માનવ સ્વભાવમાં હોય છે, પ્રાણી માત્ર દયાભાવના રાખવી. ઈશ્વરીય તત્ત્વ સમજીને તેનું જતન કરવું વગેરે જાણે છે. તેમ છતાંયે અમુક વર્ગ બેફામ પૂર્વક રીતે પ્રાણી હત્યા નિર્મમ રીતે કરીને પાપી પેટને કબ્રસ્તાન પણ બનાવી દે છે. સાચા અર્થમાં માનવ શ્રેષ્ઠતમ ઉમદા, સમજદાર છે. સારા-નરસાનું ભાન સમજે છે. જેના કારણે ધર્મ-ધર્મ વિશેની પરંપરા, રીતભાત કે આત્મીયતા, બા-અદબ, વર્તણૂકોને કેળવીને ધર્મોને સમજે છે. આદાન-પ્રદાન વિધિ-વિધાન કરે છે, જીવનમાંથી એકબીજા દ્વારા માનવીય વ્યવહાર, વર્તન કરે છે.
જીંદગી એટલે દુન્યવી માયા બજાર જેવું છે. જેમાં સામાજીક માહોલ, વેપાર વાણિજ્ય, નોકરી રોજગારીમાંથી પોતાના જીવનને ધન્યતાને આરે લાવવાને માટે મથે છે. સફળ થાય છે તો કોઈ નિષ્ફળતામાં ધકેલાય છે. પોતાનામાં રહેલા દૂષણો કે મૂળતત્ત્વને શોધે છે. પણ તેનું કારણ મળી શકતું નથી. પણ સમય જતાં તેમાંથી જ કોઈ આદર્શો કે ધર્મસાર પ્રમાણે જીવન વિતાવે છે- આઘ્યાત્મિક જ્ઞાન પૂંજનો ઉજાસ ચોમેર ફેલાય છે અને જીવનમાં કોઈ એક આદર્શ કે ધર્મ, નીતિને અનુસરે છે અને સફળતા પ્રાપ્ત થાય ત્યારે શ્રઘ્ધા, વિશ્વાસનો શ્વાસ લઈ શકે છે. માંહ્યલા સદ્‌ગુણો, ઝમીર કે આદર્શોને જીવનમાં અપનાવે છે. દુનિયાદારીનું પોતાને ભાન થયાનું કબૂલે છે.
માનવ જીવન મળવું પણ નસીબ છે. તેમાં જગતના જોનારા પ્રેક્ષક છીએ. પોતાનામાં રહેલું ઓજસ, ઐશ્વર્ય ગુણસભર વર્તન આદર્શોની પરંપરા સર્જે છે. જે સારી દુનિયાને માટે પ્રેરક બની રહે છે. શ્રઘ્ધાપૂર્વક પરમાત્માના દિવ્ય સ્વરૂપને પોતાના આંતર મનમાં કંડારવા એ શ્રેષ્ઠ ભક્તિ ઉપાસના ગણાય. અંદરની આસ્થાને જાગ્રત રાખવી, યાદગીરી રાખવી, એ સુખદાયી જીવનને બનાવી લેવાની ચાવી છે. માનવ સ્વભાવમાં એવું છે કે, પોતાની પાસે નાણાંકીય પૂંજ, વિદ્યા બળે વિદ્વતા મળે છે, ત્યારે તેનામાં અભિમાન ડોકાય છે. જેથી તે જીવનસાર કે પોતાના આદર્શોને સમજી શકતો નથી. માનવીય સંબંધોને ટકાવી શકતો નથી, તેમજ વાંધા, વચકા, વિવાદ કરીને જીવનને વ્યર્થ બનાવી દે છે.
સજીવ સૃષ્ટિમાં માનવને કુદરતને સમજવાની સમજ આપેલી છે, વેદ પુરાણોનાં જ્ઞાન-વિજ્ઞાન ટેકનોલોજી સમજવાની સમજ પણ આપેલી છે. તેમ છતાંયે ક્યા આડંબર કે અહંમાં રહીને નિજનું જીવન શું સમજે છે? તે સમજાતું નથી. દુનિયાના ધર્મોમાં પણ સારત્વ એ જ નીકળે છે કે, આપણે માનવ છીએ, માનવતાને જાળવીએ.
સંસાર તો દુઃખાલય છે, જેમાં ઓછપ જણાય તો દુઃખ મળે છે. પૈસો, સ્ત્રી, મિત્ર, વૈભવ તેમજ સત્તા વગેરે વસ્તુઓ મેળવવા પાછળ જીવન વ્યતિત કરે છે. સુલભતા કે, અનુકૂળતાભર્યું વસ્તુ મળે છે. ત્યારે સુખસાહ્યબી ભોગવે છે. જીવનને ધન્યતાસમું ગણે છે. અન્ય કોઈ દુઃખી માણસને આપણા થકી પ્રેરણાત્મક કે, ભાગીદારીભર્યુ વર્તન કરીએ તો સંસારનાં ઘણાં બધાં અનર્થો કે દુઃખો ઓછા થઈ જાય છે, દુન્યવી સુખો તો મૃગજળ જેવાં હોય છે. એમાં સુખને બદલે દુઃખ, ગ્લાનિ, અભાવ મળે છે. જે માનવ સહન કરી શકવાને અસમર્થ હોય છે. પોતાના નૈતિક વિચારોને, પોતાની જીવનશૈલી અન્ય કોઈ સમજી શકતો ન હોવાને કારણે પરસ્પર વ્યક્તિઓમાં એકસૂત્રતા કે એકાત્મક ભાવના ઉદિત થઈ શકતી નથી. સંસારને સાચવી-સાચવીને જીવનારો માણસને કોઈ સાચવી શકતું નથી. તેના વિચારોનો વિનિમય થઈ શકતો નથી. જેથી સર્વત્ર દુઃખ અનુભવે છે. પરમાર્થી ભાવનાઓ જ્યાં સુધી ઉદિત ન થાય, ત્યાં સુધી તો માનવ દુઃખ ભોગવે છે. માત્ર સ્વાર્થી કર્મો કરવાથી. ચંિતા, શોક, ગ્લાનિ અને અભાવગ્રસ્ત જીવન મળે છે. એમાં ઐશ્વર્ય તત્ત્વો કે દિવ્યતા બક્ષતાં તત્ત્વો મદદે આવતાં નથી. સારુ જગત પરમાર્થી-વ્યવહાર, વર્તણૂક, માનવીય સદાચાર પર નિર્ભર છે. જીવનનિર્વાહ ચલાવનારી આ શક્તિ પાસે અલૌકિક શક્તિઓ દ્વારા સદ્‌ વિચાર, ઉન્નતિકારક વિચાર વિનીમય થતો રહે છે. જેના થકી ધર્મ, કર્મ સમજાય છે. જીવનને આદર્શ કેડી પર લાવી શકીએ છીએ.
સાંસારિક સુખ સાહ્યબીઓમાં રાચતો માણસ વઘુને વઘુ દુઃખ અનુભવે છે. પણ નિઃસ્પૃહય રીતે જીવનારો માણસ જ સાંસારિક મળતા દુઃખોને ગણકારતો નથી. જીવનને આદર્શોને પ્રેરક વિચાર આદાન-પ્રદાન કરીને અન્ય દુઃખિયારાનું જીવન સુધારી લે છે. અન્યના જીવનને સરળતાથી સમજી શકે છે. વર્તણૂક-વર્તનમાં સુધાર લાવી શકે છે.
જીવન એટલે કુદરતનું શ્રેષ્ઠ સર્જન છે. તેને હસ્તે-મુખે કેમ ન શણગારી શકીએ?
- પરેશ જે. પુરોહિત

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved