Last Update : 03-May-2012, Thursday

 
પ્રાર્થના

‘પ્રાર્થના’ શબ્દનો અર્થ ઃ ભગવાનની સામે વિનમ્ર થઇને ઈચ્છિત વસ્તુ તાલાવેલીથી માંગવી, એને ‘પ્રાર્થના’ કહેવાય છે. પ્રાર્થનામાં આદર, પ્રેમ, વિનવણી, શ્રદ્ધા અને ભક્તિભાવ આ વાતો અંતર્ભૂત છે. પ્રાર્થના કરતી વખતે ભક્તોની અસમર્થતા તેમ જ શરણાગતિ વ્યક્ત થાય છે અને તે કર્તાપણું ઈશ્વરને આપતો હોય છે. ‘ઉષઃકાળે પ્રાર્થનાની કૂંચીથી દિવસનું બારણું ખોલવું અને રાત્રે પ્રાર્થનાની સાંકળ વાસીને તે બંધ કરવું’, એવું સુવચન છે. દૈનંદિન ધાંધલધમાલના જીવનમાં આપણે મનઃશાંતિ ગુમાવી બેસીએ છીએ. તે મનઃશાંતિ પ્રાર્થનાથી મળે છે. અશક્ય વાતો શક્ય લાગે છે, કારણ કે, પ્રાર્થનાથી શ્રદ્ધાનું બળ અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
દિવસભરમાં આપણે કોઇના કોઇ કૃતિ કરતા હોઇએ છીએ. પ્રત્યેક કૃતિ કરતી વેળાએ આપણે ઈશ્વર સાથે અનુસંધાન સાધવા માટે કઇ પ્રાર્થના કરી શકીએ જેથી તે કૃતિ ઈશ્વરને અપેક્ષિત એવી થાય, એ આ લેખમાં વિષદ કરી રહ્યા છીએ.
રોજેરોજ કરવાની પ્રાર્થના
સવારે ઉંઘમાંથી ઉઠ્યા પછી
‘હે ભગવાન, તમારા કૃપાશીર્વાદથી મને આજનો દિવસ લાભ્યો છે. આજે સમગ્ર દિવસ દરમ્યાન થતી પ્રત્યેક કૃતિ મારી પાસેથી ઈશ્વર સેવા તરીકે કરાવી લો. સમગ્ર દિવસ દરમ્યાન થનારા પ્રસંગોમાંથી મને કાંઇક તો નવું શીખતા આવડવા દો.’
કચરો વાળતી વેળાએ
સવારે કચરો વાળતી વેળાએ ઈષ્ટ દેવતાને પ્રાર્થના કરવી ‘હું તમારી ઓરડી સ્વચ્છ કરી રહી છું. આ ઓરડીને સાત્ત્વિક બનાવવા માટે મદદ કરો.’
સ્નાન કરતી વેળાએ
‘હે જળદેવતા, તમારી કૃપાથી આ તીર્થ મને સ્નાન મળ્યું છે. આ તીર્થના સ્નાનથી મારું શરીર, મન અને બુદ્ધિ પરનું રજ-તમનું આવરણ નષ્ટ થઇને તે પવિત્ર અને નિર્મળ બનવા દેજો. જેવી રીતે પાણી ગરીબ, શ્રીમંત, ગુંડા, સજ્જન ઈત્યાદિને એકસરખો જ પ્રેમ આપે છે, તેમ જ મને પણ બધા પર એકસરખો જ પ્રેમ કરતા આવડવા દો.’
કપડાં ધોતી વેળાએ
‘હે ઈશ્વર, આ કપડાં તમારાં છે. તે ધોવાની તક મને આપી છે, એ માટે હું કૃતજ્ઞ છું.’
વસ્ત્રો પરિધાન કરતી વેળાએ
‘હે ભગવાન, તમારી કૃપાથી મળેલાં આ વસ્ત્રો એટલે તમે આપેલું સંરક્ષણ-કવચ છે. તમે જ આ વસ્ત્રો દ્વારા મારું રક્ષણ કરજો.’
વાળ ઓળતી વેળાએ
‘હે ઈશ્વર, મારા પ્રત્યેક વાળના મૂળમાં રહેલી ત્રાસદાયક શક્તિ નષ્ટ થવા દેજો. મારા પ્રત્યેક વાળમાંથી વાતાવરણમાં રહેલું ચૈતન્ય ગ્રહણ થઇને તે મારા શરીરમાં ફેલાવા દો.’
ભોજન આરંભ કરતી વખતે
‘હે ઈશ્વર, આ અન્ન હું તમારાં ચરણોમાં અર્પણ કરીને તમારો ‘પ્રસાદ’ સમજીને ગ્રહણ કરી રહ્યો છું. આ અન્નમાંથી મારા અંતરમાં તમારું સ્મરણ, તમારા પ્રત્યે કૃતજ્ઞતા અને ભાવ વૃદ્ધંિગત થાય અને રાષ્ટ્ર અને ધર્મ કાર્ય માટે આ શરીર ઉપયોગી નીવડે.’
સાંજના સમયે ભગવાન સામે દીવો પ્રગટાવતી વેળાએ
‘હે જ્યોતિ, તમારી પ્રમાણે મને અંધકાર પર (વિકારો પર) વિજય મેળવવા આવડવા દો. તમે જેવી રીતે બળતા રહીને પ્રકાશ આપો છો, તે પ્રમાણે મને પણ બીજાઓને સહાયતા કરવા માટે આવડવા દો.’
રાત્રે સૂતી વેળાએ
‘હે ઈશ્વર, સંપૂર્ણ દિવસ દરમ્યાન થયેલી ભાવપૂર્ણ કૃતિઓ અને નામજપ તમારાં ચરણોમાં હું અર્પણ કરું છું. તમને અપેક્ષિત એવી ભૂલો રહિત કૃતિઓ મારી પાસેથી કરાવી લો.’
વિવિધ કૃતિ કરતી વખતે સહાયક થયેલી સાધન-સામગ્રીને કરવાની પ્રાર્થના
પેન, પેન્સિલ, વહી અને રોજનીશી ઃ ‘તમારા લીધે મારો અભ્યાસ થાય છે. તમે તમારો દેહ ખપાવીને બીજાઓને જ્ઞાન મેળવી આપો છો, તે પ્રમાણે મને પણ મારો દેહ ખપાવી દઇને બીજાઓને સહાયતા કરવા આવડવા દો.’
ગણકયંત્ર (કેલ્ક્યૂલેટર) ઃ ‘જે રીતે તમે મારું સમયરૂપી ધન બચાવો છો, તેવી રીતે મારી પાસેથી પણ પ્રત્યેક કૃતિનું યોગ્ય નિયોજન થઇને વધારેમાં વધારે સમય સારાં કાર્યો કરવા માટે બચાવવા દો.’
દૂરભાષ (ટેલીફોન) અને દૂરમુદ્રક (ફૅક્સ) યંત્ર ઃ ‘તમે કરી રહેલી સેવાને કારણે અમને એકબીજા સાથે સંવાદ સાઘ્ય કરવાની તક મળે છે. તમારી જેમ મારી પાસેથી પણ સતત બીજાઓની સેવા થવા દેજો.’
વાહન ઃ ‘તમારા કારણે જ અમે એક સ્થાનેથી બીજા સ્થાને સુરક્ષિત રીતે પહોંચી શકીએ છીએ અને અમારો અમૂલ્ય સમય અને ઊર્જા બચાવી શકીએ છીએ, એ માટે અમે કૃતજ્ઞ છીએ.’
સકામ અને નિષ્કામ પ્રાર્થના
અર્થ ઃ પોતાની ઈચ્છાપૂર્તિ, ઐહિક સુખ ઈત્યાદિ માટે કરેલી પ્રાર્થના.
ઉદાહરણો ઃ ૧. ‘હે ભગવાન, મને પુષ્કળ ધન મળવા દો’, ૨. ‘હે ભગવાન, મારું પેટમાં દુખવાનું બંધ થવા દો.’
નિષ્કામ પ્રાર્થના
અર્થ ઃ કોઇ પણ લૌકિક માગણી અંતર્ભૂત ન હોય એવી પ્રાર્થના. નિષ્કામ પ્રાર્થનામાં કોઇ પણ લૌકિક હેતુ, ઈચ્છા અથવા અપેક્ષાનો અભાવ હોય છે. આ પ્રાર્થનામાં ભગવાનને આત્મસમર્પણ હોય છે. આવી પ્રાર્થનાથી આપણો અહંકાર અને વાસના લોપ પામે છે અને આઘ્યાત્મિક ઉન્નતિ થાય છે.
ઉદાહરણ ઃ ‘હે ભગવાન, તમને અપેક્ષિત એવું જ કાર્ય મારી પાસે કરાવી લો.’
સકામ ઉપાસના કરનારા સકામ પ્રાર્થના કરે છે, જ્યારે નિષ્કામ ઉપાસના કરનારા નિષ્કામ પ્રાર્થના કરે છે. સકામ પ્રાર્થના કરનારા માયામાં અટવાય છે, જ્યારે નિષ્કામ પ્રાર્થના કરનારા માયાનો ત્યાગ કરીને ઈશ્વરપ્રાપ્તિની દિશામાં માર્ગક્રમણ કરે છે, માટે જ સાધના કરનારાએ નિષ્કામ પ્રાર્થના કરવી.
ભાવપૂર્ણ પ્રાર્થના કરવાથી થનારા સૂક્ષ્મમાંના લાભ દર્શાવનારું ચિત્ર ઃ
ભગવાનને ભાવપૂર્ણ પ્રાર્થના કરવાથી થનારા સૂક્ષ્મમાંના લાભ
(સૂક્ષ્મની પ્રક્રિયા સમજવા માટે ચિત્રમાં રહેલાં સૂત્રો (મુદ્દા) ક્રમવાર આ પ્રમાણે વાંચવા ઃ ૧, ૧ અ ૧ આ, ૧ ઇ.)
૧. ઈશ્વર તરફથી ચૈતન્યનો પ્રવાહ પ્રાર્થના કરનારા તરફ આકર્ષિક થવો
૧ અ. ચૈતન્યની લહેરો નમસ્કારની મુદ્રાને કારણે આંગળાઓમાંથી દેહમાં ફેલાવી
૧ આ. ચૈતન્યની લહેરો આજ્ઞાચક્રમાંથી દેહમાં પ્રવેશ કરવી.
૧ ઇ. ચૈતન્યનું કવચ દેહફરતે નિર્માણ થવું
સૂક્ષ્મ-જ્ઞાનવિષયક ચિત્રાંકન ઃ કુ. અનુરાધા વાડેકર, સનાતન સંસ્થા
પ્રાર્થનાની સાથે સર્વ અંગોની સાધના કરો, તો જ જીવનમાં નિરંતર આનંદ મળશે!
પ્રાર્થના એટલે ઈશ્વરનાં ચરણોમાં શરણાગતિ છે. શરણાગતિને કારણે અહંિ અલ્પ થઇને ઈશ્વરની કૃપા થાય છે. ઈશ્વરની કૃપાને લીધે જ જીવનમાં સાચું કલ્યાણ થાય છે અને ખરો આનંદ મળે છે. જીવનમાં નિરંતર આનંદ મેળવવા માટેનો એક જ ઉપાય એટલે, સતત ‘સાધના’ કરવી. પ્રાર્થના એ સાધનાનો જ એક અંગ હોવા છતાં જીવનમાં સતત આનંદ મેળવવા માટે પ્રાર્થનાની સાથે જ સાધના સર્વ અંગોની અને નિરંતર કરવી પડે છે. એ માટે દરરોજ કુળદેવતાનો નામજપ ઓછામાં ઓછો ૧ કલાક અને વધારેમાં વધારે સતત કરવો, તેમ જ પૂર્વજોના અતૃપ્ત લંિગદેહોના ત્રાસ સામે રક્ષણ થવા માટે ‘શ્રી ગુરુદેવ દત્ત!’ આ નામજપ ત્રાસની તીવ્રતા અનુસાર દરરોજ ૨ થી ૬ કલાક કરવો.
(સંદર્ભ ઃ સનાતન સંસ્થાનો ગ્રંથ ‘પ્રાર્થના (મહત્ત્વ અને ઉદાહરણો)’

 
Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved