Last Update : 03-May-2012, Thursday

 

ભર્તૃહરિ માટે સંસાર છોડવાનું હજુ સ્હેલું હતું પણ શિષ્ય બનવા માટે તેમને કપરી કસોટીમાંથી પાર ઉતરવું પડ્યું

- વિમર્શ
 

ભારતના આઘ્યાત્મિક જગતમાં રાજા ભર્તૃહરિનું નામ બહુ આદર સાથે લેવાય છે. સંસારનું વિષમ ચિત્ર બતાવતા તેમણે ચાર શતક લખ્યા અને અઘ્યાત્મનો માર્ગ ચીંઘ્યો ભર્તૃહરિને તેમની રાણી પંિગળા ઉપર અનહદ પ્રેમ હતો પણ તેના તરફથી વિશ્વાસઘાત થતા તેમને સંસાર ઉપર વૈરાગ્ય આવી ગયો અને તેમણે સન્યસ્ત લીધો હતો.
રાજ દરબારમાં એકવાર કોઈ સંન્યાસી આવેલો તેની પાસે અમૃતફળ હતું જે તેને દેવો પાસેથી મળ્યું હતું. સંન્યાસીએ તે ફળ રાજાને ભેટ ધર્યું. રાજાને થયું કે હું અમર થઈ જાઉં પણ રાણી પંિગળા અમર ન હોય તો જીવીને શું કરવાનું ? તેમણે અમરફળ પંિગળાને આપ્યું. પંિગળાએ તે ફળ તેના યાર અશ્વપાલકને આપ્યું વેશ્યાને થયું કે આવા પાપી જીવન સાથે અમર થઈને શું કરવાનું ? તેના કરતા તો રાજાને ફળ આપું તે અમર હોય તો કેટલાય લોકોનું કલ્યાણ થાય. આમ ફળ ફરતું ફરતું રાજા પાસે પાછું આવ્યું તપાસ કરતા રાજાને પંિગળાના દુશ્ચરિત્રની ખબર પડી તે જાણીને રાજાને વૈરાગ્ય થયો -સંસાર ઉપરથી મન ઉઠી ગયું અન તે સંન્યાસી થઈ ગયા.
સંન્યાસી તો થયા પણ તેમને ગુરુ ન હતા તેથી તેમણે ગુરુની શોધ કરવા માંડી એક અકંિચન અને જ્ઞાની લાગતા સાઘુને જોઈને તેમણે પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. સાઘુ નિઃસ્પૃહી હતા તેમણે ભર્તૃહરિને શિષ્ય તરીકે સ્વીકારવાની ના પાડતા કહ્યું ઃ ‘તને શિષ્ય બનાવીને હું શું કરું ? તારે મારી પાસેથી શું જોઈએ છે ?’
ભર્તૃહરિએ કહ્યું, ‘તમે મને બ્રહ્મજ્ઞાન આપજો.’
સાઘુએ કહ્યું ઃ ‘હજુ તો મને જ બ્રહ્મજ્ઞાન નથી થયું ત્યાં હું તને ક્યાંથી આપું !’
ભર્તૃહરિને લાગ્યું કે, આ સાઘુ છોડવા જેવો નથી તેમણે સાઘુને કહ્યું તમે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે સાધના કરો છો તેમાં હું સાથ આપીશ તમને જ્યારે બ્રહ્મજ્ઞાન થાય ત્યારે મને તેની દીક્ષા આપજો.’
સાઘુએ ભર્તૃહરિનો સ્વીકાર કરતા કહ્યું, ‘હું વળી આવી ઝંઝટમાં ક્યાં પડું ? તને સાચવવામાં હું બ્રહ્મજ્ઞાનની મારી આરાધના ચૂકી જાઉં મારે તને શિષ્ય બનાવવો નથી.’
ભર્તૃહરિને થયું કે ચોક્કસ આ કોઈ નીવડેલો સંન્યાસી છે. તેમને છોડવા જેવા નથી પણ આવા ગુરુ કયાં મળશે ?
ભર્તૃહરિએ કહ્યું, ‘તમે મારું ઘ્યાન ન રાખશો. મને તમારી સાથે રહેવાની અને તમારી સેવા કરવાની સંમતિ આપો એ પણ મારા માટે પૂરતું છે.’ અને ભર્તૃહરિ સાઘુ સાથે રહી પડ્યા અને ગુરુસેવા કર્યા કરે છે.
ભર્તૃહરિની સેવા અને વૈરાગ્ય ભાવનાથી પ્રસન્ન થઈને સાઘુએ કહ્યું, ‘જો તું પંિગળા પાસે જઈને મનમાં કંઈ દુર્ભાવ રાખ્યા વગર ભિક્ષા લઈ આવે તો હું તને શિષ્ય બનાવું.’
ભર્તૃહરિ માટે કામ કપરું હતું છતાં ય તે પૂર્ણ માનસિક તૈયારી કરીને પંિગળાના મહેલે ગયા અને ભિક્ષાની યાચના કરતા બોલ્યા, ‘‘મૈયા પંિગળા ભિક્ષા આપ.’’
ગવાક્ષમાં બેઠેલી પંિગળાને લાગ્યું કે ભર્તૃહરિ આમ કરીને મને બદનામ કરે છે તેથી તેણે તેમનો તિરસ્કાર કર્યો તિરસ્કારના વચન ન સહેવાતા ભર્તૃહરિ બોલ્યા, ‘બસ તું આટલેથી અટકી જા. જો હું તને કંઈ કહીશ તો પછી તું ક્યાંયની નહિ રહે.’
પંિગળાને થયું કે હવે વધારે વાત કરીશ તો મને જ મુશ્કેલી થશે એટલે તે ગવાક્ષમાંથી અંદર જતી રહી પણ ભર્તૃહરિને ભિક્ષા ન આપી. ભર્તૃહરિએ જઈને આખી વાત સંન્યાસીને કહી. સંન્યાસીએ કહ્યું, ‘હજુ તારા મનમાં પંિગળા છે તે સાથે હું તને દીક્ષા આપી શકું નહિ. તું જ્યારે પંિગળા પાસેથી ભિક્ષા લઈને આવીશ અને તારા મનમાં તેના માટે કોઈ ભાવ નહિ રહ્યો હોય ત્યારે જ હું તને શિષ્ય તરીકે સ્વીકારીશ.’
થોડાક દિવસોમાં માનસિક રીતે પૂર્ણ તૈયારી કરીને વળી પાછા ભર્તૃહરિ રાણી પંિગળાના મહેલે પહોંચી ગયા અને ત્યાં જઈને તેમણે ભિક્ષાની યાચના કરતા કહ્યું, ‘મૈયા પંિગળા ભિક્ષા આપો મારે કંઈ કહેવાનું નથી. મારે તમારી સામે કોઈ ફરિયાદ નથી. તમે ભિક્ષા આપશો એટલે હું અહીંથી તુરત જ ચાલ્યો જઈશ.’
પંિગળા થોડીક અવઢવમાં મૂકાઈ ગઈ પછી તેણે નક્કી કર્યું જો ભિક્ષા આપીને છૂટકારો થતો હોય તો મારે કંઈ કહેવું નથી. મહેલની અંદર જઈને તે ચપટી લોટ લઈ આવી અને ભર્તૃહરિની સામે પણ જોયા વિના તેમના ભિક્ષાપાત્રમાં તે લોટ નાખ્યો. પંિગળાનો આભાર માનીને ભર્તૃહરિ ભિક્ષાપાત્ર લઈને સંન્યાસી પાસે જઈ પહોંચ્યા અને કહ્યું, ‘તમે કહ્યા પ્રમાણે તદ્દન નિર્લેપ ભાવે પંિગળા પાસેથી ભિક્ષા લાવ્યો છું. ન તો પંિગળાએ મારો તિરસ્કાર કર્યો અને ન તો મેં તેને એક પણ વસમો શબ્દ કહ્યો. પંિગળાએ વગર બોલે મને ભિક્ષા આપી જેવી તેણે ભિક્ષા આપી કે તેની સામે જોયા વિના વિનયપૂર્વક તેનો આભાર માનીને ભિક્ષા લઈ આવ્યો છું. દરમિયાન મારા મનમાં તેના પ્રતિ કોઈ ભાવ થયો ન હતો હવે તો મને તમારો શિષ્ય બનાવશો ને !’
સંન્યાસીએ કહ્યું, ‘આ તો હજુ શરુઆત છે. આગળનો માર્ગ કઠિન છે. મારી પ્રથમ પરીક્ષામાં તું ઉત્તીર્ણ થઈ ગયો છે. પણ હવે તારે સતત જાગૃત રહેવું પડશે બ્રહ્મજ્ઞાનની સાધના એમ કંઈ સહેલી નથી.’ અને સંન્યાસીએ ભર્તૃહરિને દીક્ષા આપીને શિષ્ય બનાવ્યા.
સંન્યાસી બન્યા પછી, શિષ્ય બન્યા પછી ભર્તૃહરિ કડક રીતે શિસ્ત પાલન કરતા હતા છતાં ય તેમણે તેમના વૈરાગ્ય શતકમાં લખ્યું ઃ મનોહર સ્ત્રીઓ, મઝાનો મહેલ, ખજાનો, લાવ-લશ્કર, રાજપાટ બઘું છોડીને જીર્ણ કફની પહેરી, પંિગળા પાસેથી ચપટી લોટ ભિક્ષા માગીને લઈ આવ્યો, શિલા ઉપર શયન કરું છું તો પણ વિષયો હજુ મારો કેડો છોડતા નથી. વિષયો કેવા વિષમ છે !
વાતનું તાત્પર્ય એ છે કે વિષયોના વૈરાગ્ય, કષાયોનો ત્યાગ અને સમ્યક ક્રિયામાં અપવાદ ઘણા દુષ્કર છે. પણ તે વિના આત્માનો ઉદ્ધારનો માર્ગ મોકળો થતો નથી.
- ચંદ્રહાસ ત્રિવેદી

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved