સુરત બોંબ કાંડના આરોપી, દાઉદના ખાસ ટાઇગર હનીફને બ્રિટન ભારતને સોંપશે

- 51 વર્ષીય હનીફ પટેલ ગ્રેટર માન્ચેસ્ટરમાંથી પકડાયો હતો

 

- 1993માં થયેલા સુરત બોંબકાંડમાં મુખ્ય સૂત્રધાર

 

લંડન, તા.3 મે, 2012

 

ભારતને પ્રત્યર્પણ મામલામાં એક મોટી જીત હાંસલ થઈ છે. 1993માં સુરત બોમ્બ કાંડમાં સામેલ ટાઈગર હનીફ ભારતનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટાઈગર હનીફ અંડરવર્લ્ડ ડોન દાઉદનો ખાસ વ્યક્તિ હોવાનું પણ જાણવા મળ્યું છે.

 

વર્ષ-1993માં ગુજરાતનાં સુરતમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં એક આઠ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું અને 12 લોકો ઘાયલ થયા હતા. ટાઈગર હનીફ દાણચોરીની આખું નેટવર્ક ગુજરાતમાં ચલાવે છે અને તેના સંદર્ભે એમ પણ કહેવામાં આવે છે કે તેના લશ્કરે તોઈબા સાથે સંબંધ છે.

 

ટાઈગર હનીફ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. 51 વર્ષીય હનીફનું પ્રત્યર્પણ હવે શક્ય બન્યું છે. મોહમ્મદ ટાઈગર હનીફ ઉર્ફે ઉમરજી પટેલને લંડનની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો હતો. ત્યારથી ભારત સરકાર તેના પ્રત્યાર્પણની કોશિશ કરી રહી છે.