અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે

 

- પતિ-પત્નીને ધ્યાનમાં રાખીને લખેલી સ્ક્રિપ્ટ બિગ બીને પસંદ

 

- દિગ્દર્શક સુજીત સરકાર

 

મુંબઇ, તા.૨

 

સુજીત સરકારે 'યહાં' ફિલ્મ દ્વારા દિગ્દર્શક ક્ષેત્રે પ્રદાર્પણ કર્યું હતું.જે ફિલ્મ સફળ રહી હતી. અને તાજેતરમાં તેની 'વિકી ડોનર'ને પણ સારી સફળતા મળી છે. આ ફિલ્મ દર્શકો અને વિવેચકાએે વખાણી છે. હવે સુજીત સરકાર પાસે ' જહોની મસ્તાના' જે ' જ્હોની વોકર ' અથવા તો' શૂબાઇટ' નામે પણ જાણીતી છે.પરંતુ હાલ આ ફિલ્મ ે કોપીરાઇટ તથા શિર્ષક બદલ કાયદાકીય ચૂંગલમાં ફસાણી છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન આ ફિલ્મસર્જકથી પ્રભાવિત થઇ જતાં તેમણે તેની સાથે કામ કરવાની તક ઝડપી છે. સુજીતે અમિતાભ તથાજયાને ધ્યાનમાં રાખીને એક પટકથા લખી છે જેને અમિતાભે સંમંતિ આપી દીધી છે. હવે જ્યારે સુજીતની 'જહોની મસ્તાના' અટવાઇ ગઇ હોવાથી સુજીત અમિતાભ તથા જયા બચ્ચનને લઇને ફિલ્મ બનાવે તેવી શક્યતા સેવાઇ રહી છે.અને દર્શકોને લાંબા સમય બાદ પતિ-પત્નીની જોડી ફરી રૃપેરી પડદે જોવા મળશે.