Last Update : 03-May-2012, Thursday

 
એન્જિ. જવા માગતા વિદ્યાર્થીઓને ફાયદારૃપ
આઈઆઈટી પ્રવેશ પરીક્ષાના ઉત્તર વેબસાઈટ પર જોઈ શકાશે

આના પગલે ઉમેદવારો મૂલ્યાંકનમાં રહેલી ક્ષતિની ફરિયાદ કરી શકશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨
એન્જિનિયરીંગમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓ દ્વારા આઈઆઈટીમાં પ્રવેશ માટે લેવાતી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (જેઈઈ) ૨૦૧૨માં, પરીક્ષાર્થીઓની ઉત્તરવહીની (આન્સરબુક્સ) વેબસાઈટ પર મુકવામાં આવશે, સાથે તે ઉત્તરોની સાચી ચાવીઓ પણ વેબસાઈટ ઉપર દર્શાવવામાં આવશે.
આ માહિતી આપતાં આઈઆઈટી દિલ્હીના ડાયરેક્ટર આર.કે. શેવગાંવકરે પત્રકારોને જણાવ્યું હતું કે, આ 'આન્સર-કીઝ' તા. ૩જી મેથી આઈઆઈટીની વેબસાઈટ ઉપર રજૂ કરાશે અને દરેક ઉમેદવારોનાં ઈવેલ્યુએટેડ ઓપ્ટિકલ રીપોન્સ શીટ્સ (ઑઆરએસ) મે-૫ થી મે-૧૦ સુધી દરેક જેઈઈ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
આ પ્રવેશ પરીક્ષાનાં પરિણામો, ૧૮મી મેના દિને દર્શાવવામાં આવશે. આ પૂર્વે તા. ૫ થી ૧૦મે દરમિયાન ઑઆરએસ પણ આ વેબસાઈટ ઉપર દર્શાવવામાં આવશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ ખોલીને તેમનાં ઑપ્ટિકલ રિસ્પોન્સ શીટ્સ (ઑઆરએસ) જોઈ શકશે.
આ પાછળનો હેતુ તે છે કે, પરિણામો પ્રસિદ્ધ થાય તે પૂર્વે જ, ઉમેદવારો પોતાના ઉત્તરો જોઈ શકશે અને તેનાં મૂલ્યાંકનમાં કોઈ ક્ષતિ તેઓને દેખાય તો તે વિશે ફરિયાદ કરવાનો પણ તેમને પૂરતો સમય રહેશે.
આ સાથે આઈઆઈટી તે પણ જોશે કે, વિદ્યાર્થીઓની મૂલ્યાંકન અંગેની ફરિયાદો યોગ્ય છે કે કેમ તે જોશે અને જો ફરિયાદ યોગ્ય લાગશે તો તેમનાં મુલ્યાંકનમાં સુધારો પણ કરશે. અમે તે પણ જોવા માગીએ છીએ કે, મૂલ્યાંકનો યોગ્ય રીતે થાય. જો કે, આવી ફરિયાદો બહુ થોડી થશે, તેમ મારું માનવું છે' તેમ પણ આર.કે. શેલગાંવકરે જણાવ્યું હતું.
તે ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી કઠોર પ્રવેશ પરીક્ષાઓ પૈકીની એક કઠોરતમ પરીક્ષા મનાતી આ આઈઆઈટી પ્રવેશ પરીક્ષામાં આ વર્ષે ૪.૭૯ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved