Last Update : 03-May-2012, Thursday

 
ત્રાસવાદીઓને ગુપ્ત ટેકાનો મુદ્દો ચીન સમક્ષ ઉઠાવાયો
માર્ચ મહિનામાં ચીન દ્વારા ભારતની હવાઈ સીમાનું બે વખત ઉલ્લંઘનઃ સંરક્ષણ પ્રધાન
૧૬ અને ૧૯મી માર્ચે હિમાચલ પ્રદેશના આકાશમાં ચીનના બે હેલિકોપ્ટર ઉડતા જોવા મળ્યા હતાં
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨
ગયા મહિને હિમાચલ પ્રદેશના આકાશમાં બે વખત ચીનના બે હેલિકોપ્ટર ઘુસી આવ્યા હતાં અને હવાઈ સીમાનું ઉલ્લંઘન થયુ હતું તેમ સરકારે કહ્યુ છે.ઉપરાંત, ઈશાન ભારતના કેટલાંક ત્રાસવાદી જૂથોને ગુપ્ત રીતે ટેકો અપાતો હોવાનો મુદ્દો પણ ચીન સમક્ષ ઉઠાવાયો છે.
રાજ્ય સભામા એક લેખિત પ્રત્યતુરમાં સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીએ જણાવ્યુ હતું કે હિમાચલ પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય સરહદે ભારતીય હદમાં બે ચીની હેલિકોપ્ટર ઉડતા જોવા મળ્યા હતાં ત્યારે ૧૬મી માર્ચે હવાઈ સીમાનો ભંગ થયો હોવાનો બનાવ બન્યો હતો. બીજો બનાવ ૧૯મી માર્ચે બન્યો હતો.
પ્રધાને કહ્યુ હતું કે રાજદ્વારી માર્ગે અને પ્રસ્થાપિત પદ્ધતિ મારફત ચીન સમક્ષ ઘુસણખોરી અને સીમા ભંગના બનાવોને ઉઠાવાયા હતાં.
દરમિયાન, લોકસભામાં રાજ્ય કક્ષાના વિદેશ પ્રધા પ્રીનીત કૌરે એક સવાલનો જવાબ આપતાં કહ્યુ હતું કે ઈશાની રાજ્યોના ત્રાસવાદી જૂથોને બેજિંગનો છૂપો ટેકો મળતો હોવાનો મુદ્દો રાજદ્વારી માર્ગે ઉઠાવાયો હતો પરંતુ, ચીને તેનો ઈનકાર કર્યો હતો. ભારત સરકાર વિરુદ્ધ કાર્યરત હોય એવાં કોઈપણ સશસ્ત્ર જૂથોને તે કદીય ટેકો નહીં આપે તેમ ચીને કહ્યું હતું.
હોટ લાઈન, ફ્લેગ મિટિંગ, બોર્ડર પર્સોનેલ મિટિંગ જેવી સ્થાપિત પદ્ધતિએ અને રાબેતા મુજબના રાજદ્વારી માર્ગે સીમા ભંગ અને ઘુસણખોરીના બનાવોને ચીન સમક્ષ ઉઠાવાયા હતાં તેમ કહીને સંરક્ષણ પ્રધાને કહ્યુ હતું કે આવી ચેનલથી શાંતિ જળવાઈ રહે છે.
ચીનને સમાંતર ભારત દ્વારા શસ્ત્રોની આયાતના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ હતું કે ભારત શસ્ત્રોનો સૌથી મોટો આયાતકાર બન્યો છે.
માર્ચ ૨૦૧૨માં સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયુટ(સિપ્રી)ના રિપોર્ટ મુજબ ૨૦૦૭-૨૦૧૧ દરમિયાન ભારત શસ્ત્રોનો સૌથી મોટો આયાતકાર દેશ બન્યો હતો અને ચીનના પાંચ ટકાની સરખામણીએ વિશ્વમાં શસ્ત્રોની આયાતમાં ભારતનો હિસ્સો ૧૦ ટકા હતો.
વિદેશી શસ્ત્રોની ખરીદી પાછળ થતાં વર્ષવાર ખર્ચનો અહેવાલ રજૂ કરતાં તેમણે કહ્યુ હતું કે ૨૦૦૭-૦૮માં રૃા. ૧૦,૧૬૬.૦૮ કરોડનો ખર્ચ કરાયો હતો, જે ૨૦૦૯-૧૦માં વધીને ૧૩,૪૧૧.૯૧ કરોડ થયો હતો. ૨૦૧૦-૧૧ દરમિયાન આ ખર્ચ રૃા. ૧૫,૪૪૩.૦૧ કરોડને સ્પર્શ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved