Last Update : 03-May-2012, Thursday

 

પ.બંગાળની દેવા કટોકટીમાંથી કેન્દ્ર સરકાર હાથ ખંખેરી ન શકે ઃ મમતા

પૂર્વેની ડાબેરી સરકારોએ આ દેવું આપ્યું છે ઃ વડાપ્રધાને સહાયની ખાતરી આપી છે

(પીટીઆઈ) કોલકાતા, તા. ૨
પશ્ચિમ બંગાળનાં કેન્દ્ર સરકારનાં દેવાનાં વ્યાજની ચૂકવણી ત્રણ વર્ષ સુધી મોકૂફ રાખવા અંગે રાજ્યનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આજે તેઓનું વલણ કઠોર બતાવતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ સંબંધે તેની જવાબદારી નકારી જ શકે નહીં. તેમણે આજે અહીંથી દિલ્હી જતાં પૂર્વે એરપોર્ટ ઉપર પત્રકારો સાથે કરેલી વાતચીતમાં તેમ પણ કહ્યું હતું કે, વાસ્તવમાં તો આ દેવાનો બોજો પૂર્વેની ડાબેરી મોરચાની રાજ્ય સરકાર દ્વારા તેઓને વારસામાં મળ્યો છે. જે રૃા. ૨૬ લાખ કરોડ જેટલો થવા જાય છે અને તેનાં વ્યાજની ચૂકવણીની વાર્ષિક રકમ રૃા. ૨૨,૦૦૦ કરોડ થવા જાય છે.
આ ફાયર બ્રાન્ડ મુખ્યપ્રધાન તા. ૫મી મેના દિને દિલ્હીમાં મળનારી એનસીપીટી સંબંધી બેઠકમાં ભાગ લેવા અહીંથી રવાના થયા હતાં. તેઓ રાષ્ટ્રીય પાટનગરમાં ચાર દિવસ રોકાવાના છે, જે દરમિયાન તેઓ વડાપ્રધાન મનમોહનસિંહ અને યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળનાર છે.
દિલ્હીમાં વડાપ્રધાન સહિત અન્ય ટોચના નેતાઓ સાથેની તેઓની આ મુલાકાત સંદર્ભે મમતા બેનર્જીએ બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે અમે કંઈ ભિક્ષાપાત્ર લઈને જતાં નથી. અમો કોઈ વિશેષ સમુચ્ચયો (સ્પેશ્યલ પેકેજીઝ) પણ માગવાનાં નથી. વાસ્તવમાં તે (વ્યાજ ચૂકવણી મોકૂફી) માટે તેમણે વચન આપ્યું છે, તેમણે (કેન્દ્ર સરકારે) તે પાળવું જ જોઈએ. આ કંઈ પહેલી જ વખત બન્યું નથી. તેમ કહેતાં બેનર્જીએ તે પણ યાદ આપી હતી કે ૨૦૦૦માં પંજાબને પણ વ્યાજ ચુકવણીમાંથી મુક્તિ અપાઈ હતી. તે મુક્તિ, નાણાં પંચની ભલામણના આધારે કરવામાં આવી હતી. તો પશ્ચિમ બંગાળને શા માટે તેવી રાહત મળવી ન જોઈએ. શું પશ્ચિમ બંગાળ ભારતનું રાજ્ય નથી. તેનામાં અને પંજાબમાં કોઈ ફેર છે? મારે તમોને આવું કેટલીવાર કહેવું જોઈએ તેમ પણ બેનર્જીએ પત્રકારોને જણાવ્યું હતું.
વડાપ્રધાને પોતે જ આ કટોકટીમાંથી રાજ્યને બહાર કાઢવાની ખાતરી આપી હોવાનું પણ દીદીએ યાદ કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમે છેલ્લા એક વર્ષથી તેના અમલની રાહ જોઈએ છીએ. આ ખાતરી તો તેઓએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા આપી હતી.
આયોજન પંચની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, તે રાજ્યની મુશ્કેલીઓ સમજે છે. વળી ૧૩માં નાણાંપંચે પણ પશ્ચિમ બંગાળને કેરળ અને પંજાબની સાથે દેવાનાં બોજા નીચે દબાયેલાં રાજ્ય તરીકે જણાવ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved