Last Update : 03-May-2012, Thursday

 

અણ્ણા અને તેમની ટીમ બાદ હવે
બાબા રામદેવે પણ સાંસદોને લૂંટારા-હત્યારા કહેતાં સંસદમાં હોબાળો

બધા પક્ષોએ એક થઇ રામદેવને વખોડયા

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨
અન્ના હઝારે અને તેમની ટીમ બાદ હવે બાબા રામદેવે પણ સાંસદોને ડાકુ, ખુની અને લૂંટારા કહ્યા છે. તેમના આ વક્તવ્યે સંસદમાં ભારે હોબાળો મચાવ્યો છે. સાંસદોએ આ પ્રકારના આક્ષેપોને 'અસ્વીકાર્ય' અને 'અપમાનજનક' ગણાવ્યા છે. જ્યારે લાલૂ પ્રસાદે યોગગુરૃને 'મનોરોગી' ગણાવ્યા છે.
છત્તિસગઢના દુર્ગમાં એક મહિના સુધી ચાલનારા પ્રવાસની શરૃઆત સમયે, ગઈકાલે બાબા રામદેવે જણાવ્યું હતું કે સંસદમાં સજ્જન વ્યક્તિઓ પણ છે. પરંતુ તેમાં ડાકુઓ, ખુનીઓ અને અભણ લોકો પણ છે. સજ્જનોનો તેઓ આદર કરે છે. પણ સંસદને બચાવવા માટે આપણે ભ્રષ્ટ લોકોને સંસદમાંથી હટાવવા જરૃરી છે.
આ મુદ્દો આજે સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં ગૃહ અધ્યક્ષ મીરા કુમાર, વરીષ્ઠ ભાજપ નેતા યશવંત સિંહા સહીતના કેટલાક સાંસદોએ રામદેવના ઉચ્ચારણોને ધ્યાને નલેતો સંસદની ગરિમા જાળવવા લોકોને અપીલ કરી હતી. રાજદના વડા લાલૂપ્રસાદ પણ આ બાબતે સાંસદો સાથે જોડાયા હતા. તેમણે બાબા રામદેવને 'નાસીપાસ થયેલા મનોરોગી' ગણાવ્યા હતા.
સમાજવાદી પાર્ટીના સાંસદ શૈલેન્દ્રકુમારે સંસદનું અપમાન કરવા માટે સંસદ ધારા હેઠળ આ પ્રકારના અપમાનજનક ઉચ્ચારણો માટે કાનૂની પગલાં લેવા માગણી કરી હતી.
બાબા રામદેવે પોતાની સભામાં સાંસદોને ખેડૂત કે મજુરો માટે કાળજી નહીં લેનારા ગણાવીને જણાવ્યું હતું કે 'તે બધા અંદરો અંદર મળેલા છે. પૈસાના ગુલામ છે. તેઓ અભણ, લુંટારા અને ખૂનીઓ છે. માનવીરૃપે તે રાક્ષસો છે. આપણે જેમને ચુંટીને મોકલ્યા છે તેને લાયક તે લોકો નથી. અગાઉ ટીમ અણ્ણા, ખાસ કરીને અરવિંદ કેજરીવાલ આ પ્રકારના સંબોધનો સાંસદો માટે કરી ચુકેલા છે.
પોતાના મંતવ્યથી સંસદમાં જાગેલા હોબાળાને શમાવવાના આશયથી તેમણે તેમના વક્તવ્યનો બચાવ કરવા પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 'તેઓ વારંવાર એ બાબત કહેતા રહ્યા છે કે સંસદમાં 'સારા રાજકારણીઓ' પણ છે. પણ તેમાં કેટલાક એવા પણ છે જે ભ્રષ્ટ, તેમના પર ચારીત્ર્યહીન હોવાના આક્ષેપો છે, તેમના પર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. સમાજમાં તેમની પ્રતિષ્ઠા ખરડાયેલી છે. મેં આમાં કશું જ નવું નથી કહ્યું. આ બાબત હું લાબા સમયથી કહેતો આવું છું. સાચા અને પ્રમાણિક રાજકારણીને મેં જે કાંઇપણ કહ્યું છે તેની સામે વાંધો હોઇ ન શકે. પણ જેઓ ભ્રષ્ટ છે. તેમને દેખીતી રીતે મેં કહ્યું તેનો વાંધો હોય જ.

* સંસદમાં ચોર, લૂંટારા, ખૂનીઓ બેઠા છે. તે માનવદેહ ધરાવતા રાક્ષસો (ડેવીલ્સ) છે ઃ રામદેવ
* બંધારણ સર્વોચ્ચ છે. તેણે સંસદને એક દરજ્જો આપ્યો છે. તેની ગરીમા જાળવવી જરૃરી ઃ મીરાં કુમાર
* સાંસદો, બંધારણ અને સંસદનું અપમાન એક નિયમ બની ગયો છે. તેમ કરનાર હીરો બની જાય છે ઃ યશવંત સિંહા
* બાબા રામદેવ નાસીપાસ થયેલા મનોરોગી છે ઃ લાલુ પ્રસાદ
* અત્યારે એવી સ્થિતિ છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ કંઈપણ બોલીને જતી રહી શકે છે ઃ કીર્તિ આઝાદ
* બાબા રામદેવ અત્યારે સમગ્ર લોકશાહી માળખા સામે સવાલ ઉઠાવી રહ્યા છે ઃ કેન્દ્રીય મંત્રી હરીશ રાવત

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved