Last Update : 03-May-2012, Thursday

 

દાહોદના સાંસદ સાથે દુર્વ્યવહાર:સંસદમાં હંગામો

- ૧લી મેની ઉજવણીમાં પોલીસનો ત્રાસ

 

- સાંસદ પ્રભા તાવિયાડ રડી પડયાં

 

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨
લોકસભામાં કોંગ્રેસના એક મહિલા સાંસદ સાથે ગુજરાત પોલીસે કરેલી ગેરવર્તણુંકનો મુદ્દો આજે લોકસભામાં ઉછળ્યો હતો. જેમાં એનડીએ સિવાયના તમામ પક્ષોએ ગુજરાત સરકાર પર પસ્તાળ પાડી હતી. બીજી તરફ ભાજપના સભ્યો મૂક બની ગયા હતા. દાહોદના આ મહિલા સાંસદ પ્રભા કિશોર તાવિયાડ રડી પડયા હતા અને તેમણે તેમના હાથ ઉપર થયેલા ઉઝરડાઓ ગૃહમાં દર્શાવ્યા હતા. જેથી ડાબેરીઓ, સ.પા., બ.સ.પા., તૃણમૂલ કોંગ્રેસ અન્ના ડીએમકે અને આર.જે.ડી.ના સાંસદો એક થઈ ગયા હતા અને આ અંગે તત્કાળ પગલા લેવા સરકારને અનુરોધ કર્યો હતો.
આથી એક તરફ આ બિન એન.ડી.એ. સભ્યો દ્વારા ગૃહમાં ભારે ધાંધલધમાલ મચાવી દેવામાં આવી હતી તો બીજી તરફ આનો શો પ્રત્યુત્તર આપવો તેની વિમાસણમાં ભાજપના સભ્યો પડી ગયા હતા. તેવે સમય ગૃહમાંના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ તુર્ત જ ઉભા થઈ ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરશે. આજે ગૃહમાં આ મુદ્દો કોંગ્રેસના ગિરિજા વ્યાસે તેમના સાથી સાંસદ વતી ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, આ અંગે દોષિતો ઉપર કડક હાથે કામ લેવાવું જ જોઈએ ગિરિજા વ્યાસના આ સૂચન સાથે એનડીએ સિવાયના કોંગ્રેસ સહિતના અન્ય તમામ પક્ષોના સાંસદો એક થઈ ગયા હતા.
ગિરિજા વ્યાસે કોંગ્રેસના સાંસદ પ્રભા કિશોર તાવિયાડે કરેલી ફરિયાદની રજૂઆત કરતા ગૃહમાં જણાવ્યું હતું કે, દાહોદમાં ગઈકાલે થઈ રહેલી 'ગુજરાત દિવસ'ની ઉજવણીમાં તાવિયાડ અને કોંગ્રેસના કેટલાક વિધાનસભ્યોને ભાગ લેવા દીધો ન હતા તેટલું જ નહિ પરંતુ તેઓને ૩૦૦થી ૪૦૦ મીટર દૂર પોલીસ વાનમાં લઈ જવાયા હતા છેક રાત્રે ૮ વાગે તેમને (પ્રભા કિશોર તાવિયાડને) આરોગ્ય સહાય અપાઈ હતી આ પછી તેઓને દિલ્હી જતી ટ્રેનમાં બેસાડી દેવાયા હતા.
તાવિયાડની કથની રજૂ કરતા ગિરિજા વ્યાસે જણાવ્યું હતું કે, તેમના કહેવા પ્રમાણે પોલીસે તેઓને વાળ પકડીને ખેંચી કાઢ્યા હતા અને તેમને માર પણ માર્યો હતો.
આ કથની સાંભળતા કોંગ્રેસના સાંસદોએ 'શરમ, શરમ' તેવા ઉચ્ચારો મોટેથી કર્યા હતા. ત્યારે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જો આ ઘટના સાચી હોય તો હું માફી માગું છું. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દો ઘણો જ ગંભીર હોઈ તેઓ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે આમ છતાં ગૃહમાં દેકારો ચાલુ રહેતા સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલે એવું કહ્યું હતું કે, આ બાબત સંસદની વિશેષાધિકાર સમિતિને સોંપવી જોઈએ.
આજે સંસદમાં ગિરિજા વ્યાસ જ્યારે તેમનું નિવેદન રજૂ કરી રહ્યા હતા ત્યારે તેઓની પાસે જ બેઠેલા પ્રભા કિશોર તાવિયાડ રડી રહ્યા હતા હતા. આ સાથે કોંગ્રેસ અને એનડીએ સિવાયના તમામ પક્ષોના સાંસદોએ હો હા કરવાનું ચાલુ રાખ્યું હતું.
બીજી તરફ અમદાવાદથી મળતા અહેવાલો જણાવે છ કે, રાજ્યના આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે આ આક્ષેપોને પાયા વિહોણા જણાવી ફગાવી દીધા છે.
ગુજરાત રાજ્ય સરકારે આ માત્ર વહીવટી ગતિવિધિ હોવાનું જણાવતા પ્રભા તાવિયાડના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
અમદાવાદમાં જયનારાયણ વ્યાસે પત્રકારોને જણાવ્યું હતું કે, એ દિવસ ગુજરાત દિવસની ઉજવણીનો દિવસ હતો તે સમારંભમાં તે તમામ સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓ એક આમંત્રિત મહેમાન હતા અને તેઓએ તે પ્રમાણે વર્તવું જોઈતું હતું. વ્યાસે તેમ પણ કહ્યું હતું કે, મુખ્યપ્રધાન સમક્ષ આ મુદ્દો રજૂ કરવાની પણ તે સાંસદની માગણી પાયાવિહોણી છે કારણ કે મુખ્યપ્રધાન દર મંગળવારે રાજ્યના સાંસદો અને વિધાનસભ્યોને મળે જ છે. વળી ડિસ્ટ્રીક્ટ કલેક્ટરે તેઓને કહ્યું હતુ ંકે, તમારે મુખ્યપ્રધાનને જે કૈં ફરિયાદ કરવાની હોય તે લખીને તેમને આપી દો જે તેઓ મુખ્યપ્રધાનને પહોંચાડશે આમ છતાં તાવિયાડે દેખાવો યોજવા અંગે પોતે મક્કમ છે તેમ જણાવતા વહીવટીતંત્રને પગલા ભરવા જ પડયા હતાં.
મને લાગે છે કે તે વહીવટી પ્રક્રિયા જ હતી અને પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તેઓએ ૧૫મી ઓગસ્ટે તેમજ અન્ય ૨થી ૩ સમારંભો સમયે પણ દેખાવો યોજ્યા હતા.
આ ધટના સમયે સાંસદ તાવિયાડ અને કોંગ્રેસના ચાર વિધાનસભ્યો વજુ પાન્ડા, બચ્ચુ કિશોરી, ચંદ્રિકા બારૈયા અને મચ્છરની પણ એ સમારંભ સમયે અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે પોલીસવાનમાં તેઓને સ્થળથી દૂર લઈ જઈ તેમને ધક્કા માર્યા હતા, મુઢ માર માર્યો હતો અને અન્ય રીતે માર મારતા ઇજાઓ કરી હતી તેવા પણ પોલીસ ઉપર આક્ષેપો તે સર્વેએ કર્યા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved