Last Update : 03-May-2012, Thursday

 

વન મિનિટ પ્લીઝ...

રાષ્ટ્રીય
(1) 'થ્રી ઇડિયટ્સ'નો સંવાદ યાદ છે, જેમાં વિદ્યાર્થીની આત્મહત્યા માટે આમીરખાન કોલેજના ડીનને હત્યારા કહે છે ? આ રીતે ભાજપે યુપીએ સરકારને વિદર્ભમાં પાંચ ખેડૂતોની આત્મહત્યા માટે હત્યારીનું બિરૃદ આપ્યું છે.
(2) ચૂંટણીના કારણે પ્રતિબંધો હોઈ ભંડોળ ખર્ચી શકાયું નહોતુ તેવી સરકારની દલીલને સંસદીય સમિતિએ ફગાવી દીધી છે. બાય ધ વે, લઘુમતીઓના કલ્યાણ માટે રૃા. ૫૬૦ કરોડના ભંડોળની આ વાત છે.
(3) કહને મેં ક્યા હર્જ હૈ... વર્ષો પહેલા સાજિદ ખાનનો આ નામનો ટી.વી. શૉ આવતો. આ શીર્ષક ભાજપ પ્રમુખ નીતિન ગડકરીના એક નિવેદનને પણ લાગુ પડે છે. લોકસભાની ચૂંટણીને હજુ બે વર્ષની વાર છે પણ ગડકરીજી કહે છે કે, તેમના પક્ષને ૨૦૦ બેઠકો મળશે. જો કે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાનું તેમણે હજુ પણ માંડી વાળ્યું છે.
(4) ગુડગાંવ યુનિવર્સિટીમાં મેઘાલયના એક વિદ્યાર્થીના શંકાસ્પદ આપઘાત બાદ ઇશાન (ઉત્તર-પૂર્વ) ભારતના સાંસદોએ કહ્યું છે કે, મહાનગરોમાં રહેતા ઇશાન ભારતના લોકો સાથે થતો અન્યાય બંધ કરવો જોઈએ.
(5) બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવીએ કહ્યું છે કે, તેમના દીકરા અને દીકરીઓ રાજકારણમાં આવશે અને રાજકારણમાં વંશ પરંપરા સહેેેજે ખોટી નથી.
(6) આરુષિ અને હેમરાજ હત્યા કેસમાં આરોપી નુપુર તલવારને સીબીઆઇની વિશેષ અદાલતે જામીન આપવાનું નકારી કાઢ્યું છે. જેના પગલે નુપુરે જામીન માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે.
(7) ભારતીય માછીમારોની હત્યાના પ્રકરણમાં જપ્ત કરાયેલા ઇટાલીયન જહાજને તેના કર્મચારીઓ અને જવાનો સાથે ભારતીય દરિયાઈ સીમા છોડવાની સર્વોચ્ચ અદાલતે આજે મંજૂરી આપી છે. જો કે જહાજના ધરપકડ કરાયેલા બે જવાનોની પૂછપરછમાં જરૃર પડયે આ જહાજના અન્ય જવાનોને હાજર રહેવું પડશે.

આંતરરાષ્ટ્રીય
(1) ચીનના બળવાખોર અંધ વકીલ ચેન ચુઆંગચેંગ મામલે ચીન અને અમેરિકા વચ્ચે ગરમી વધી રહી છે. અમેરિકાનાં વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ચીનની મુલાકાતે આવ્યાં છે ત્યારે જ ચીને ચેન ગુઆંગચેંગને અમેરિકી દૂતાવાસમાં આશ્રય આપવાના મામલે અમેરિકા માફી માગે તેવી માગણી કરી છે.
(2) ઓસામા બિન લાદેન (એ કોણ તે કહેવાની જરૃર ખરી?) નરકમાંથી પૃથ્વી પર નજર રાખી રહ્યો છે. આવી રમૂજ આજકાલ ઈન્ટરનેટ પર ચાલી રહી છે. તેનું કારણ એ કે, લાદેન મરાયા તેના થોડા જ સમયમાં ટ્વિટર પર ડઝનેક નકલી એકાઉન્ટ ખુલી ગયા હતા. એ તો ઠીક પણ હજુ સુધી આ એકાઉન્ટ પર સ્ટેટસ અપડેટ થતાં જ રહે છે!
(3) ગઈકાલે આ કોલમમાં લખ્યું હતું કે ઓબામા છાવણીએ લાદેન સંબંધી મિટ્ટ રોજનીનો વિડિયો જાહેર કર્યો છે. જેમાં રોમ્ની કહે છે કે એક વ્યક્તિને પકડવા અબજો ડોલરનો ખર્ચ કરવાનું યોગ્ય નથી. આના પ્રત્યાઘાતમાં રોમ્નીએ કહ્યું છે કે ઓબામા લાદેનના મોતનો જશ ખાટવા પ્રયાસ કરે તે યોગ્ય નથી.
(4) સંસદના બહિષ્કારનો અંત લાવવા સાથે મ્યાનમારના વિપક્ષનાં નેતા આંગસાન સુકીએ સાંસદના સોગંદ લીધા છે.
(5) ઈજિપ્તમાં સેનાએ નાગરિકોના હાથમાં સત્તા સોંપવાનો સંકેત ઔઆપ્યો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved