Last Update : 03-May-2012, Thursday

 
ગ્રાહક કોર્ટના હુકમનું પાલન ન કરનાર બિલ્ડર્સ સહિત ૯ સામે પકડ વોરંટ
લીબર્ટી એસો.ના બિલ્ડર્સ વિમલ પોદ્દાર, ગોપાલ ડોકાનીયા સહિત કુલ ૯ને સજાપાત્ર ગુનામાં દોષિત ઠેરવાયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત,બુધવાર
સુરત જિલ્લા ગ્રાહક અદાલતના હુકમની ઐસીતૈસી કરી ફરિયાદી મહીલાને ફલેટ સંબંધિત દસ્તાવેજો કરવામાં ગલ્લાતલ્લાં કરનાર મે.લીબર્ટી એસો. ભાગીદારી પેઢીના ભાગીદાર બિલ્ડર્સ વિમલ પોદ્દાર, ગોકુલ ડોકાનીયા સહિત ૯ શખ્સોની નીતિ રીતિ સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમને લાલ આંખ કરી સજા પાત્ર ગુનામાં દોષિત ઠેરવી પકડ વોરંટ કાઢવા હુકમ કર્યો હતો.
ઘોડદોડ રોડ સ્થિત ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં રહેતા ફરિયાદી વનિતાબેન બાબુલાલ જૈને ફલેટ નં.૭૦૦૪ની મિલકત ખરીદી હતી. જે અંગેનો વેચાણ દસ્તાવેજ મે.લિબર્ટી એસોસિયેટ્સ ભાગીદારી પેઢીના ભાગીદારો ઠાકોરભાઈ મશરુવાલા, વિમલકુમાર ટોડરમલ પોદ્દાર, ગોપાલકુમાર ડોકાનિયા, રીટાબેન રાજેન્દ્રકુમાર ડોકાનિયા વગેરેએ ફરિયાદીની તરફેણમાં એક્ઝીક્યુટ કરી આપ્યો હતો. જે વેચાણ દસ્તાવેજ ફરિયાદી મહીલાની ગેરહાજરીમાં બિલ્ડર્સ દ્વારા સબરજીસ્ટ્રાર ઓફિસમાં નોંધણી કરાવતી વખતે ફલેટનું ક્ષેત્રફળ ૨૮૭૯ સમચોરસ ફુટને બદલે ૯૩૦ સમચોરસ ફુટ કરી દીધું હતુ.
જેથી ફરિયાદીએ ક્ષેત્રફળ સુધારી આપવા વિનંતિ કરવા છતાં બિલ્ડર્સ તરફથી દાદ આપવામાં ન આવતાં ફરિયાદી વનિતાબેન જૈને એડવોકેટ શ્રેયશ દેસાઈ મારફતે ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે ફરિયાદી મહીલાની તરફેણમાં નવે.૨૦૦૧૧માં હુકમ કરી સુધારેલા ક્ષેત્રફળ સાથેનો દસ્તાવેજ નોંધણી કરી આપવા ભાગીદારી પેઢીના ભાગીદાર બિલ્ડર્સને હુકમ કર્યો હતો. વધુમાં ફરિયાદી ફલેટ ધારકને માનસિક-શારિરીક ત્રાસ બદલ રૃ.૧૦ હજાર તથા ફરિયાદ ખર્ચ પેટે રૃ.૨ હજાર ચુકવવા હુકમ કર્યો હતો.
પરંતુ લાંબા સમય સુધી ગ્રાહક કોર્ટના હુકમનું પાલન ન કતાં ફરિયાદી મહીલાએ ગ્રાહક સુરક્ષા ધારાની કલમ-૨૭ના ભંગ બદલ બિલ્ડર્સ ઠાકોરદાસ શિવદાસ મશરુવાલા, મે.લિબર્ટી એસો., વિમલકુમાર ટોડરમલ પોદ્દાર (રે.પોદ્દાર એવન્યુ,ઘોડદોડ રોડ), ગોપાલકુમાર ડોકાનીયા (રે.આર્શિવાદ પેલેસ,જમુના નગર ભટાર રોડ), રીટાબેન રાજેન્દ્ર કુમાર ડોકાનીયા, રેખા લલિતકુમાર ગર્ગ, ઉષા જયપ્રકાશ અગ્રવાલ, રમેશચંદ્ર રોશનમલ સિસોદીયા તથા નરેન્દ્રકુમાર ધનરાજ ગર્ગ સામે ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એ.આર.પટેલ તથા સભ્ય હર્ષદભાઈ જોશી અને મેઘનાબેન જોશીએ બિલ્ડર્સ ઓર્ગેનાઈઝર્સની નીતિ રીતી સામે લાલ આંખ કરતો હુકમ કર્યો હતો. ગ્રાહક કોર્ટે તમામ બિલ્ડર્સ-ઓર્ગેનાઈઝર્સને ગ્રાહક કોર્ટના હુકમનું પાલન ન કરવા બદલ ગ્રાહક સુરક્ષા ધારાની કલમ-૨૭ હેઠળ દોષિત ઠેરવતો હુકમ કર્યો હતો. અલબત્ત બિલ્ડર્સ-ઓર્ગેનાઈઝર્સ પૈકી કોઈ હાજર ન રહેતા સજાના પ્રમાણ અંગેની કાર્યવાહી મુલત્વી રાખી કોર્ટે તમામ સામે પકડ વોરંટ કાઢવાનો નિર્દેશ આપતો હુકમ કર્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved