Last Update : 03-May-2012, Thursday

 
નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ પુન ઃ સક્રિય ઃ ઉઘરાણા પણ શરૃ
વાહનચાલકોને રંજાડી ઉઘરાણા કરતી હોવાની ફરિયાદો બાદ ટ્રાફિક પોલીસનું વિર્સજન કરાયું હતું ઃ ટ્રક દીઠ રૃ।.૫૦૦નું ઉઘરાણું
મે મહિનાનું ઉઘરાણું એવું લખી કાગળ પણ ટ્રક ચાલકોને આપવામાં આવે છે
હાઇવે પર થતાં આડેધડ પાર્કિગ ટ્રાફિક પોલીસને દેખાતા જ નથી
ચીખલી, બુધવાર
નવસારી જિલ્લામાં વિર્સજીત થયા બાદ પુનઃ સક્રીય થયેલી જિલ્લા ટ્રાફિક પોલીસે ફરીથી વાહનચાલકો પાસેથી ઉઘરાણા શરૃ કરી દીધા હોવાનું જાણવા મળે છે. ''આદત સે મજબુર'' ટ્રાફિક પોલીસને હાઇવે પર આડેધડ પાર્ક થયેલા વાહનો નજરે પડતા નથી, તેઓને તો માત્ર ઉઘરાણા કરવામાં જ રસ હોય તેવું જણાય રહ્યું છે.
નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસનું થોડા સમય પહેલા જ ઇન્ચાર્જ ડીએસપી પિયુષ પટેલે વિસર્જન કરી નાંખ્યું હતું. સુરત અને નવસારી જિલ્લામાં ટ્રાફિક પોલીસ માત્રને માત્ર વાહન ચાલકોને રંજાડીને ઉઘરાણા કરતી હોવા સહિતની વ્યાપક ફરિયાદો બાદ તાત્કાલિક ડીએસપી પિયુષ પટેલે સુરત અને નવસારી જિલ્લા ટ્રાફિક શાખાનું વિર્સજન કરી દીધું હતું.
જોકે નવસારી જિલ્લામાં વિર્સજીત થયેલી ટ્રાફિક શાખા પુનઃ સક્રિય થતાં ''આદત સે મજબુર''ની જેમ ફરી ઉઘરાણા શરૃ થઇ ગયા હોવાની ફરિયાદો ઉઠવા માંડી છે. ૨૪ કલાક વાહનોની અવરજવરની ધમધમતા ને.હા.નં.૮ પર બલવાડાથી પલસાણાની મિંઢોળા નદીના બ્રીજ સુધીનો વિસ્તાર નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસની હદમાં આવે છે. થોડા થોડા દિવસના અંતરે જિલ્લા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ બલવાડા, આલીપોર અને બોરીયાચ ટોલનાકા પાસે ઉભા રહી વાહનચાલકો પાસેથી નાણાં ઉઘરાવતા નજરે પડે છે.
ગતરોજ મંગળવારે સવારે જિલ્લા ટ્રાફિક પોલીસની જીપ આલીપોર-અંભેટા ઓવર બ્રીજ પાસે જોવા મળી હતી. જીપમાં સવાર ટ્રાફિક પોલીસના જવાનો ટ્રક ચાલકોને અટકાવી નાણાં ઉઘરાવતા હતા. ટ્રાફિક પોલીસ ટ્રક ચાલકો પાસેથી ચાલુ મે મહિનાના રૃ।.૫૦૦ જાહેરમાં ઉઘરાવતા હતા અને આલીપોર બ્રીજ નીચે તો પોલીસ જવાનો એક કાગળ પર ટ્રકનો નંબર લખીને તેના ઉપર રાઉન્ડ કરી અંગ્રેજીમાં પાંચ શબ્દમાં (પાંચ એટલે મે માસ) લખીને ટ્રક ચાલકોને કાગળ આપતા દેખાયા હતા. આ બાબતે એક ટ્રક ચાલકે પુછતાં તેને ''મે માસના પાંચસો રૃપિયા'' એમ જવાબ આપ્યો હતો. આ ટ્રક ચાલક ખાલી ટ્રક લઇને જઇ રહ્યો હતો. જોકે તેનું પાર્સીંગ દમણનું હતું.
ટ્રાફિક પોલીસને ટ્રક ચાલકો પાસેથી ઉઘરાણા કરવાનો સમય મળે છે પણ હાઇવે પર આડેધડ પાર્ક કરેલા અને અકસ્માતને આમંત્રણ આપતા વાહનો નજરે પડતા નથી. ચીખલી-વાંસદા સ્ટેટ હાઇવે અને ચીખલી કોલેજથી રેઠવાણીયા પાટીયા સુધી આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે. આ ઉપરાંત ચીખલી કોલેજથી વસુધારા ડેરી અને ને.હા.નં.૮ પર ચીખલી પોલીસ ચોકી પાસે જ આડેધડ વાહનોનું પાર્કિંગ જોવા મળે છે. પણ દુઃખદ બાબત એ છે આ આડેધડ પાર્કિંગ જિલ્લા ટ્રાફિક પોલીસને દેખાતું નથી, તેમને તો માત્ર નાણાં ઉઘરાવવામાં જ રસ હોય તેમ જણાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved