Last Update : 03-May-2012, Thursday

 

વલસાડમાં ગુલમહોરનું વિશાળ વૃક્ષ તુટી પડતા ભાગદોડ

ટયુશનેથી પરત ફરતી ત્રણ વિદ્યાર્થીનીનો આબાદ બચાવ
આવાંબાઇ શોપીંગ સામે વીજ વાયર પર વૃક્ષ પડતાં ૩ થાંભલા પણ તુટી પડયા ઃ બે કાર પણ વૃક્ષ અને થાંભલા પડતા ભારે નુકસાન
ચારથી પાંચ બાઇકને પણ વ્યાપક નુકસાન

વલસાડ, બુધવાર
વલસાડના ગૌરવપથ હાલરરોડ પર ન્યુ આવાંબાઇ શોપીંગ સેન્ટર સામે એક વિશાળ ગુલમહોરનું ઝાડ ભારે પવન ફુંકાતા જમીન દોસ્ત થતાં વિજળીના વાયરો પર પડતા ત્રણ વિજળીના થાંભલાઓ તુટી પડતા ભારે અવરજવર વાળા રસ્તા ઉપર અફરાતફરી મચી ગઇ હતી. આ બનાવમાં બે કાર પર ઝાડ તથા વિજળીનો થાંભલો પડતા બન્ને કારોને ભારે નુકશાન પહોરજી હતુ. જ્યારે ચાર થી પાંચ બાઇકની પણ એજ હાલત થઇ હતી.
વલસાડના ગૌરવપથ હાલર રોડ પર ન્યુ આવાંબાઇ શોપીંગ સેન્ટરમાં ભરકાદેવી આઇસ્ક્રીમની સામે એક વિશાળ ગુલમહોરનું ઝાડ સાંજે ૪-૩૦ થી ૪.૪૫ ની વચ્ચે ભારે પવન ફુંકાતા કડાકાભેર તુટી પડતા ઉપરથી જતાં વિજળીના વાયરો ઉપર પડતા આવાંબાઇ સ્કુલના મેદાન વાળા રસ્તા ઉપર આવેલા ૩ વિજળીના થાંભલાઓ પણ તુટી પડયા હતા. ઝાડ પડતા પાર્કિંગમાં પાર્ક કરેલી ફોર્ડ કોગ્યુન કાર (નં.જીજે-૧૫-ડીડી-૯૨૦૪) ઉપર પડતાં આગળના બોનેટ સાથે કાચો તુટી ગયા હતા.
જ્યારે સામે પાર્ક કરેલી ચાર થી પાંચ બાઇકને પણ વધતુ ઓછું નુકશાન થયુ હતું. ઝાડ પડયુ ત્યાંથી બીજા છેડે આવેલા રાજપુત કોમ્પલેક્ષ બાજુમાં પ્રફુલ બુક સ્ટોરની સામેનો વિજ થાંભલો કડાકાભડાકા સાથે તુટી પડયો અને બહાર પાર્ક કરેલી મારૃતી ફ્રન્ટી (નં.જીજે-૧૫-કે-૮૫૯૯) ઉપર પડતાં કારના ઉપરના ભાગે થી બેભાગ થઇ ગયા હતા. આજ સમયે ટયુશને થી પરત ફરી રહેલી ત્રણ વિદ્યાર્થીનીઓ ત્યાંથી પસાર થતી હતી તેઓએ સમયસુચક્તા વાપરી ભાગી જતા આબાદ બચાવ થયો હતો.
બનાવની જાણ વલસાડ પાલિકા પ્રમુખ રજુ મરાચાંને થતા જ તેઓ ફાયરબ્રિગેડ સ્ટાફ તથા જેસીબી લઇ ઘટના સ્થળે પહોચી જઇ રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દક્ષિણ ગુજરાત વિજકંપનીની ટીમે પણ સ્ટાફ સાથે પહોંચી જઇ વિજ પુરવઠો ચાલુ કરવાની તજવીજ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved