Last Update : 03-May-2012, Thursday

 
રાજકોટ:કેદીએ સરાજાહેર PSIને ગાળો ભાંડી

- સારવારના કાગળો ફાડયા
- નામચીન બલી ડાંગરના સાગરીત

રાજકોટ, બુધવાર
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજે સવારે સારવાર લેવા આવેલા નામચીન બલી ડાંગરના સાગરીત અને ખૂનના ગુનામાં પકડાયેલા અર્જુન એભલભાઇ આહિરે મિત્રો સાથે મળવા દેવાનો પોલીસે ઇન્કાર કરતાં ઉશ્કેરાઇ જઇ જાપ્તા પાર્ટીના પ્રોબેશનર પીએસઆઇ કે. એન. લાઠીયા અને બીજા પોલીસમેનોને બેફામ ગાળો ભાંડી પોલીસની આબરૃના સરાજાહેર લીરા ઉડાડયા હતાં. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ જારી રાખી છે.
શહેરમાં પોલીસની ધાક કેટલી હદે રહી ગઇ છે તે આજની ઘટનાએ સાબીત કરી આપ્યું છે. આજે જાપ્તા પાર્ટીમાં ત્રણ-ત્રણ પીએસઆઇ અને આઠેક માણસો હોવા છતાં અર્જુને બેફામ બની પોલીસને ગાળો ભાંડી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ બલી ડાંગર સાથે ગઢવી યુવાનની હત્યામાં પકડાયેલા અર્જુન અને બીજા કેટલાક કેદીઓને આજે સવારે જેલ ખાતેથી સારવાર માટે સિવિલમાં લઇ આવવામાં આવ્યા હતાં. આ જાપ્તા પાર્ટીમાં ત્રણ ફોજદાર અને આઠેક પોલીસમેનો હતાં. સિવિલે અર્જુનને મળવા અગાઉથી તેના કેટલાક મિત્રો આવી પહોંચ્યા હતા.
જેથી ફરજ પરના ગાંધીગ્રામના પ્રોબેશનર પીએસઆઇ લાઠીયાએ અર્જુન સાથે તેના મિત્રોને મળવા દેવાનો ઇન્કાર કરતાં જ અર્જુન ઉશ્કેરાઇ ગયો હતો અને પીએસઆઇ લાઠીયા અને બીજા પોલીસમેનોને બેફામ ગાળો ભાંડી અને મનફાવે તેવું વર્તન કરી ધમકાવતા કહ્યું કે હવે હું જોઉં છું તમે કેમ નોકરી કરો છે, તમારી નોકરી ખાઇ જઇશ તેમ કહી ધમાલ મચાવી હતી.
મહામહેનતે પોલીસે મામલો થાળે પાડી પરત જેલે પહોંચી તો ત્યાં પણ અર્જુને લખણ ઝળકાવી મેડીકલના કાગળો ફાડી નાખ્યા હતાં જેથી પીએસઆઇ લાઠીયાએ તેની વિરૃદ્ધ પછીથી પ્ર.નગરમાં ફરજમાં રૃકાવટ, ગાળો આપવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેલના સુત્રોએ કહ્યું કે અર્જુને બે વખત જેલમાં પણ મારામારી કરતા તેને શિક્ષા કરવામાં આવી છે.

 

નગરને ધમરોળતા તસ્કરોઃ પોલીસની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ
ગોંડલમાં દૂકાનનું શટર ઊંચકાવી રૃા.૯.૦૮ લાખના મુદ્દામાલની ચોરી
ગોંડલ, તા. ૨
ગોંડલમાં જાણે પોલીસનું કાંઇ અસ્તિત્વ જ ન હોય અને તસ્કરોનું સામ્રાજ્ય હોય તેમ ચોરીના બનાવો દિનબદીન વધતા જાય છે. તસ્કરો શહેરને ધમરોળી રહ્યા છે. મેજીસ્ટ્રેટના મકાનમાં ચોરીની ઘટના બાદ ટ્રાફીકથી ધમધમતા કૈલાશ કોમ્પલેક્ષ ખાતે ક્રિષ્ના ટ્રેડીંગ કંપનીમાં તસ્કરોએ રૃા.૯,૦૮,૫૦૦ની ચોરી કરી પોલીસને પડકાર ફેંકયો છે.
બસ સ્ટેન્ડ રોડ પર ધમધમતા વિસ્તારમાના કૈલાસ કોમ્પલેક્સમાંથી ૧૫૦૦ કિલો વાયરની સિફ્તપૂર્વક ઉઠાંતરીઃ જતાં જતાં શટર બંધ પણ કર્યું !!
કૈલાશ કોમ્પલેક્ષ સી વિંગમાં દ્રષ્ટી હોસ્પિટલની બાજુમાં આવેલી ક્રિષ્ના ટ્રેડીંગ કંપની નામની કોપર વાયરની દુકાનમાં ગતરાત્રે ત્રાટકેલા તસ્કરોએ પાછળના શટરનું ઉપરનું લોક છટકાવી તેના વાટે દુકાનમાં ઘુસી દુકાનમાં પડેલ ઇન્ડકશન કોપર વાઇડીંગ વાયર અંદાજે પંદરસો કિલોની સિફ્તપૂર્વક ચોરી કરી હતી. ઉપરાંત કાઉન્ટરમાં પડેલી રોકડ રૃા.ત્રણ હજાર તથા તિજોરીમાં પડેલા રોકડ રૃા.૧૨૦૦૦ મળી કુલ રૃા.૯૦૮૫૦૦ની માલમત્તાની ચોરી થવા પામી હતી. તસ્કરોએ શટરના ઉપરના ભાગેથી દુકાનમાં પ્રવેશી બાદમાં શટર ખોલી પંદરસો કિલો વાયર બહાર કાઢી જતી વેળા શટર બંધ કર્યું હતું. આ પાછલું શટર છેલ્લા બે-ત્રણ વર્ષથી ખુલ્યુ જ નથી. શટર આડે વજનદાર મોટરો અને ડ્રમ મુકેલા હતા જે તસ્કરોએ હટાવીને ચોરીનો માલ બહાર કાઢવા માર્ગ મોકળો કર્યો હતો. કૈલાશ કોમ્પલેક્ષ મોડીરાત સુધી ધમધમતો વિસ્તાર છે, પાછલું શટર જ્યાં પડે છે ત્યાં હોસ્પિટલ આવી છે. હોસ્પિટલનો સ્ટાફ પણ મોડીરાત સુધી જાગતો હોય છે. દુકાનની આગલા ભાગની બાજુમાં રહેણાંક વિસ્તાર છે ત્યારે પંદરસો કિલો કોપર વાયર દુકાન બહાર કાઢી લઇ જવા છતા કોઇનું ધ્યાન સુધ્ધા ન પડયું ? ઉપરાંત કોઇ વાહન દ્વારા જ ચોરીનો જથ્થો લઇ જઇ શકાય પરંતુ તસ્કરો કોઇ સગડ મુક્યા વગર સિફતપૂર્વક કાર્ય પાર પાડયું હતું. બનાવ અંગે પેઢી માલીક મુળ બોટાદના કિશોરભાઇ પોપટભાઇ ચાવડાએ પોલીસમાં ફરીયાદ કરી છે. ઘટના અંગે સવારે નવ કલાકે પોલીસને જાણ કરાતા બે કોન્સ્ટેબલો ઘટનાસ્થળે માત્ર ચક્કર લગાવી ગયા બાદ પીઆઇ સહિતના કાફલાએ છેક સવાબારે ઘટનાસ્થળે જઇને ઘોડા છુટયા પછી તબેલાને તાળાની માફક કામગીરી શરૃ કરી હતી.
શહેરમાં છેલ્લા બે માસમાં સ્ટેશન પ્લોટ, ભોજરાજપરા, વોરા કોટડા રોડ, ખોડીયારનગર સહિતના વિસ્તારોમાં ચોરીનાં ઉપરા ઉપરી બનાવો બન્યા છે. તાજેતરમાં જ એસ.પી.ના લોકદરબારમાં ઓછા સ્ટાફ અંગે રજુઆત થતાં દશ જેટલા પોલીસ જવાન સીટી પોલીસમાં નિમણુંક પામ્યા હોવા છતાં પોલીસતંત્રની ઢીલીપોચી ઇમેજ કડક બનવા પામી નથી અને તસ્કરો માટે મેદાન મોકળુ બનવા પામ્યું છે !

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved