Last Update : 03-May-2012, Thursday

 

ફાયરીંગનું રહસ્ય જાણવા વોન્ટેડ પરેશ ડાંગરની જોરશોરથી શોધ
રાજકોટમાં કુખ્યાત શખ્સના મકાન ઉપર અંધાધુંધ ફાયરીંગ

જો કે આરોપી પ્રભાત મિયાત્રા સામેથી પોલીસમાં હાજર, ફાયરીંગ કર્યાનો ઇન્કાર કરતાં પોલીસ પણ મુંઝવણમાં

આરોપી, તેના બે ભાઇ, બે પુત્રોના હેન્ડવોશ લઇ FSLમાં મોકલાયા

ઘટના સ્થળેથી કાર્ટીસના છ કેસ મળતાં છ રાઉન્ડ ગોળીબાર થયાનું ખુલ્યું
રાજકોટ, બુધવાર
શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પોલીસના નિયંત્રણ બહાર નીકળી ગઇ છે. પોલીસની ધાકના અભાવે ગુંડારાજ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. ફાયરીંગ કરવાની બાબત સામાન્ય બની ગઇ છે. એમાં પણ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં પોલીસનું કોઇ અસ્તિત્વ જ ન રહ્યું હોય તેની પ્રતિતિ કરાવતી વધુ એક ઘટનામાં મધરાત્રે નામચીન અને મારામારીના બે ગુનામાં વોન્ટેડ પરેશ ડાંગરના સંત કબીર રોડ પરની ભોજલરામ સોસાયટીમાં સ્થિત મકાન ઉપર અંધાધુંધ ફાયરીંગ થયાની ફરિયાદ નોંધાઇ છે. જો કે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રભાત મિયાત્રા તેના બે ભાઇઓ, બે પુત્રો સાથે સામેથી બી ડિવિઝન પોલીસ મથકે હાજર થઇ ગયો હતો અને ફાયરીંગ કર્યાનો સાફ ઇન્કાર કરતાં પોલીસ મુંઝવણમાં મુકાઇ ગઇ છે.
પોલીસ તરફથી જાણવા મળ્યા પ્રમાણે નામચીન પરેશ ડાંગરને નવાગામ રાણપુરમાં આવેલી જમીન બાબતે પેડક રોડ પરની ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતાં પ્રભાત દેવરાજ મિયાત્રા સાથે વિવાદ ચાલતો હોવાથી ગઇ તા. ૧૪ના રોજ પરેશે સાગરીતો સાથે પ્રભાતની તેના ઘર પાસે આવેલી ઓફિસમાં જઇ તોડફોડ કરી હતી. જે અંગે પરેશ વિરૃદ્ધ ગુનો નોંધાયો હતો.આ ગુનામાં વોન્ટેડ હોવા છતાં તેણે ગઇ તા. ૧૭મીએ ભગવતીપરાના રમેશ આહિરનું સાગરીતો સાથે અપહરણ કરી માર માર્યો હતો, જેમાં એવું ખુલ્યું હતું કે રમેશ પ્રભાતની ઓફિસમાં તોડફોડ થયા બાદ તેની ખબર પૂછવા ગયો હતો જેનો ખાર રાખી પરેશે તેની ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પણ પરેશ સામે ફરિયાદ નોંધાઇ હતી.
એક ગુનામાં વોન્ટેડ પરેશે બીજો ગુનો આચર્યો હોવા છતાં તેને આજ સુધી બી ડિવિઝન પોલીસ પકડી શકી નથી. તેવામાં મધરાત્રે તેના મકાન પર ફાયરીંગ થવાની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધોમ મચી ગઇ છે. આ ઘટના અંગે પરેશની માતા દેવુબેને ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે તેમને સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાંથી બીજા નંબરનો મહેશ અને ત્રીજા નંબરનો પરેશ ભોજલરામ સોસાયટી-૧માં બાજુ બાજુના મકાનમાં રહે છે. પોતે પરેશ, તેની પત્ની રામબેન અને તેના બે પુત્રો સાથે રહે છે. એકાદ વર્ષ પહેલાં પરેશે નવાગામ રાણપુરમા કોઇ પટેલ પાસેથી પાંચ એકર જમીન ખરીદી હતી. જે જમીનના અડધા એકરમાં પ્રભાતે દબાણ કર્યુ હતું તે ખાલી કરવા માટે સમાધાન થતાં તેના ભાગરૃપે પરેશે પ્રભાતને રૃા. ૨૧.૬૦ લાખ આપ્યા હતાં.
આમ છતાં પ્રભાત જમીન ખાલી કરતો ન હોવાથી પરેશે બે-ત્રણ વખત જમીન ખાલી કરવાનું કહ્યું છતાં પ્રભાત જવાબ દેતો ન હતો, જેને કારણે પરેશને તેની સાથે માથાકૂટ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી ત્યારથી પરેશ અને મહેશ ફરાર થઇ ગયા છે અને ઘરે આવતા નથી.
ગતરાત્રે તે તેમના પુત્રવધુ રામબેન અને બંને પૌત્રો સાથે મકાનના ઉપરના માળે સુઇ ગયા હતા ત્યારે રાત્રે અઢી વાગ્યાના અરસામાં ધડાધડ અવાજ થતાં જાગી ગયા હતા અને ઉપરના રૃમનું બારણું ખોલીને જોતાં ચાર શખ્સો શેરીમાં ઉભા હતા જેમાંથી પ્રભાતના હાથમા પિસ્તોલ જેવું હથિયાર હતું જેમાંથી તેણે તેમની ઉપર ફાયરીંગ કર્યું હતું.
જે ગોળી દિવાલમાં વાગી હતી, ધડાકાનો અવાજ સાંભળી લતાવાસીઓ જાગી જતાં પ્રભાત તેના ત્રણેય સાગરીતો સાથે સફેદ કલરની ર્સ્કોપીયોમાં બેસી ભાગી ગયો હતો. આ પછી તપાસ કરતાં ડેલી, બારી અને દિવાલમાં ફાયરીંગના નિશાન દેખાયા હતાં. એટલું જ નહીં મકાન પર ઇંટોના પણ ઘા કર્યાનું જોવા મળ્યું હતું. શેરીમાંથી ત્રણ જીવતા કાર્ટીસ પડયા હતાં.
બી ડિવિઝન પોલીસે દેવુબેન (૫૮)ની ફરિયાદ પરથી પ્રભાત મિયાત્રા અને ત્રણ અજાણ્યા શખ્સો વિરૃદ્ધ આર્મ્સ એકટ અને ખૂનની કોશિષની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનો દાખલ થયાના ગણતરીના કલાકો બાદ સવારે સાતેક વાગ્યે જ આરોપી પ્રભાત તેના બે ભાઇઓ અને બે પુત્રો સાથે સામેથી બી ડિવિઝન પોલીસ મથકે રજૂ થઇ ગયા હતો અને પોતાની વિરૃદ્ધ ખોટી ફરિયાદ નોંધાયાની રજૂઆત કરી હતી.
એટલું જ નહીં તેણે ફાયરીંગ કર્યાનો પણ સાફ ઇન્કાર કરી દઇ પોતાનું લાયસન્સવાળુ હથિયાર તેના કાર્ટીસ વગેરે રજૂ કરતાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. આ સંજોગોમાં પોલીસે હવે પ્રભાત અને તેના બંને ભાઇઓ અને પુત્રોના હેન્ડવોશ કે જેની મદદથી તેમણે ફાયરીંગ કર્યું છે કે નહીં તે નક્કી થશે તે લેવડાવી પૃથકરણ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે. આ ઉપરાંત તેમના કપડાં કબ્જે કરી ઘરની ઝડતી કરી હતી. પ્રભાતની ધરપકડ કરવા બાબતે પોલીસ અવઢવમાં છે. પોલીસે પુરાવા મળ્યા બાદ ધરપકડના નિર્દેશો આપ્યા છે. જો પ્રભાત ઇન્કાર કરતો હોય તો પછી પરેશના મકાન ઉપર ખરેખર કોણે ફાયરીંગ કર્યું તે બાબતે પોલીસ પણ મુંઝાઇ ગઇ છે. આ બાબતે પરેશ ખુલાસા કરી શકે તેેમ હોવાથી તેની તલાશમાં પોલીસ લાગી ગઇ છે. જેમાં ક્રાઇમ બ્રાંચ પણ જોડાઇ છે અને તેની જોરશોરથી શોધખોળ આદરી છે.
પોલીસે સવારે સાયન્ટીફીક ઓફિસર શ્રી વ્યાસને સ્થળ પર લઇ જઇ તપાસ કરાવતાં કાર્ટીસના છ ખાલી કેસ મળ્યા હતાં જેના પરથી પોલીસ છ રાઉન્ડ ફાયરીંગ થયાના નિષ્કર્ષ પર પહોંચી છે. જો કે આ માટે કયુ હથિયાર વપરાયું તેની ચોક્કસ જાણકારી પોલીસને મળી નથી.
ઉલ્લેખનીય છે કે પરેશ વિરૃદ્ધ અત્યાર સુધીમાં મારામારી, ખૂની હુમલા સહિત ૧૩ ગુના પોલીસમાં નોંધાયા છે. પાસાની હવા પણ ખાઇ આવ્યો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved