Last Update : 03-May-2012, Thursday

 
રાજકોટના રવિરત્નપાર્કમાં રહેતાં
એસ્ટેટ બ્રોકરના ઘરમાંથી મિત્ર પત્ની સાથે ૫ લાખની મત્તા લઇ છૂ

તિજોરીમાં રાખેલા ઘણાં દાગીના બચી ગયાઃ શરૃઆતમાં ૧૫ લાખની ચોરીની જાણ કરી હતી

રાજકોટ, બુધવાર
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પરના રવિરત્ન પાર્કમાં રહેતા એસ્ટેટ બ્રોકર પટેલ મનિષ પરબતભાઇ માંકડીયાએ તેના મકાનમાંથી ગઇકાલે ધોળે દિવસે પાંચ લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના શકદાર તરીકે પોતાના ગાઢ મિત્ર નિરવ પટેલ અને તેની પત્ની છાયાનું નામ આપ્યું છે. આ બંને ભાડાનું મકાન ખાલી કરી ભાગી ગયા હોવાથી પોલીસની શંકા દ્દઢ બની છે અને બંનેની શોધખોળ આદરી છે.
પોલીસ તરફથી જાણવા મળ્યા પ્રમાણે, મુળ ઉપલેટાના પડવલા ગામનો મનિષ છ માસથી રવિરત્નપાર્ક ૬માં બ્લોક નંબર ૧માં રહે છે અને સાધુ વાસવાણી રોડ પર દેવ એસ્ટેટ નામની ઓફિસ ધરાવે છે. તેણે પોલીસને કહ્યું કે નિરવ પટેલ નામનો યુવાન જે કુરિયર કંપનીમાં કામ કરતો, અવારનવાર તેની ઓફિસે કુરિયર આપવા આવતો હોવાથી આઠેક માસ પહેલાં તેની સાથે ઓળખાણ થઇ હતી. જે બાદમાં મિત્રતામાં પરિણમી હતી અને બંને ગાઢ મિત્રો બની ગયા હતાં એટલું જ નહીં બંને વચ્ચે ફેમિલી રીલેશન પણ બંધાયા હતાં જેને કારણે અવારનવાર બંને એકબીજાના ઘરે જતાં હતાં. બંનેની પત્નીઓ પણ સખી બની ગઇ હતી.
નિરવ કુરીયરની નોકરી મુકી તેની ઓફિસે જ બેસવા લાગ્યો હતો અને તેના નાના-મોટા કામ કરી આપતો હતો.
તેણે નિરવને પોતાનું ટુ વ્હીલર વેંચ્યુ હતું જેની આરસી બુક તેની જાણ બહાર જ નિરવ તેના ઘરેથી લઇ જતાં બે દિવસ પહેલાં જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેની પત્ની ઉષાને વેકેશન કરવા પિયર જવુ હોવાથી ગઇકાલે સવારે ખરીદી કરવા જવાનું નક્કી કર્યુ હતું તે વખતે જ નિરવ તેના પત્ની છાયાને તેના ઘરે મુકી ગયો હતો, બાદમાં નિરવ જ ઉષા અને છાયાને મોલ પર મુકી આવ્યો હતો.
બંનેએ ખરીદી કરી લીધા બાદ નિરવ જ તેમને મોલ ખાતે લેવા ગયો હતો અને બંનેને લઇ પરત ઘરે મુકી જતો રહ્યો હતો. આ પછી તેની પત્ની બપોરે ઘરે જમવાનું બનાવવા લાગી હતી ત્યારે છાયા સાથે ઘરમાં જ હતી બપોરે ફરીથી નિરવ આવ્યો હતો અને છાયાને લઇ જતો રહ્યો હતો. સાંજે તેની પત્ની ઉષાએ કબાટ ખોલી જોતાં દાગીના અને રોકડ રકમ ગાયબ હતી.
આ વાત તેને કરતા તપાસ કરી હતી. ઘરના તાળા બરાબર હોવાથી અને સવારે નિરવની પત્ની છાયા આવી હોવાથી તેની પર શંકા ગઇ હતી તત્કાળ બંને જયાં રહે છે તે શિવશકિત કોલોનીમાં આવેલા તેમના મકાને તપાસ કરતા તાળા લટકતા મળી આવ્યા હતાં. જેથી બંનેએ ચોરી કર્યાની શંકા દર્શાવી શરૃઆતમાં ૧૫ લાખની ચોરી કર્યાનું કહ્યું હતું.
ગાંધીગ્રામના ઇન્ચાર્જ પી.આઇ. સલીમ સાટીને શંકા જતાં શરૃઆતમાં અરજી લીધી હતી. તપાસના અંતે તથ્ય જણાતા બપોરે ગુનો દાખલ કર્યો હતો જેમાં મનિષે ૨૩ તોલા સોનાના દાગીના અને રૃા. ૩૦ હજાર રોકડા મળી રૃા. ૪.૯૯ લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
જો કે ખરેખર કઇ રીતે ચોરી થઇ તે બાબતે પોલીસને કોઇ માહિતી મળી નથી. પોલીસે જણાવ્યું કે બપોરે ઘરમાં ઉષા સાથે છાયા બેઠી હતી ત્યારે કબાટ ખુલ્લો હતો અને દાગીના, રોકડ રેઢી પડી હતી. કદાચ છાયા ત્યારે હાથફેરો કરી ગઇ હશે.
અગર તો નિરવે જ મકાનની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધા બાદ ગઇકાલે સવારે ઉષા અને તેની પત્ની ખરીદી કરવા મોલે મુકી આવ્યા બાદ ડુપ્લીકેટ ચાવીથી ખોલી ચોરી કરી હશે. પોલીસે નિરવ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે ગઇકાલે તેની પત્ની છાયાને ઉષાના ઘરેથી લઇ આવ્યા બાદ તત્કાળ તે ઘરેથી પોતાનો સામાન ભરી જતો રહ્યો હતો અને મકાનમાલીકને ભાડુ પછી આપી દઇશ તેમ કહ્યું હતું.
આ રીતે નિરવ પત્ની છાયા સાથે મકાન બંધ કરી ભાગી જતાં ચોરીમાં તેનો હાથ હોવાની દ્દઢ શંકા સાથે પોલીસે બંનેની શોધ આદરી છે. જો કે નિરવ ખરેખર કયાંનો રહીશ છે તેની ચોક્કસ માહિતી મનીષ પાસે ન હોવાથી પોલીસે બીજા રસ્તાઓ અપનાવી માહિતી મેળવવા પ્રયાસો આદર્યા છે. પોલીસે કહ્યું કે ફરિયાદીના ઘરમાં બીજા દાગીના પણ હતા જે તિજોરીમાં હોવાથી બચી ગયા હતાં.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved