Last Update : 03-May-2012, Thursday

 

ખેડા જિલ્લામાં ત્રણ વર્ષથી એક સ્થળે
ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને લઈ વિવાદ

ગૃહ વિભાગના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાથી તાત્કાલિક બદલીઓ કરવા માંગ

ડાકોર ,તા.૨
ખેડા જિલ્લાના ૧૮ જેટલા પોલીસ મથકોમાં છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી સ્થળે ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી ન થતા વિવાદ સર્જાયો છે. જિલ્લાના પોલીસ તંત્રમાં ટૂંક સમયમાં પોલીસ જવાનોની આંતરિક બદલીઓના ભણકારા વાગે છે, ત્યારે વર્ષોથીઆમ એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓની તાત્કાલિક રીતે બદલી કરવાની માંગ અલીણાના જાગૃત નાગરિક ધ્વારા કરવામાં આવી છે.
આ અંગે નડિયાદ સ્થિત જિલ્લા પોલીસવડા સમક્ષ કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્ય સરકારના ગૃહ વિભાગ ધ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અને ત્રણ વર્ષ ઉપરાંત થી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી કરવા તાકીદ કરવામાં આવી છે. આથી ખેડા જિલ્લામાં ગૃહવિભાગના આ પરિપત્રનો અમલ થાય તે રીતે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ખેડા જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનોમાં ઘણાં કર્મચારીઓ પાંચ-સાત વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોવાનું જણાવ્યું છે. ઘણાં એએસઆઈ, હેડ કોન્સટેબલ તથા કોન્સ્ટેબલોને એક જ પોલીસ મથકમાં ત્રણ વર્ષ કે તેથી પણ વઘુ સમય પૂર્ણ થયો છે. આવા મોટા ભાગના પોલીસ કર્મીઓ પોતાના ગામ અને વતન પાસેના પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવી રહ્યા છે.
ક્યારેક માત્ર રેકોર્ડ પર બતાવવા પુરતી તેઓની બદલી કરવામાં આવે છે. એ પછી જિલ્લા પોલીસ વડા કે ઉપર ની કચેરીઓમાં સંબંધિત અધિકારીઓ સાથે નાણાકીય વ્યવહાર પતાવી માત્ર ગણતરીના દિવસોમાં જ અગાઉની જગ્યાએ બદલી કરાવી લે છે.
ટ્રાફિક જેવી મલાઈદાર શાખામાં પણ આવું જ ડિંડવાણું ચાલે છે. લોહી ચાખી ગયેલા જંગલી વાધની જેમ સફેદ શર્ટ અને ખાખીપેન્ટ પહેરી ટ્રાફિકમાં ફરજ બજાવતા કેટલાય પોલીસ કર્મીઓની એક જ ગામમાં એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર બદલી કરાય છે. આથી ઉધરાણાનો દોર ચાલુ જ રહે છે. છેવટે તેના માઠા પરિણામો નિર્દોષ નાગરિકોએ ભોગવવા પડે છે.
ત્રણ વર્ષ ઉપરાંતથી એક જ સ્થળે ફરજ બજાવતા પોલીસ સર્મીનું એક ઉદાહરણ આપતા જણાવાયું છે કે ડાકોર પોલીસ સ્ટેશનમાં રાજુ નામનો એક પોલીસ કર્મીએ વર્ષોથી એક જ જગ્યાએ અડીંગો જમાવ્યો છે. જે ડાકોરથી માત્ર ત્રણ કિ.મી. દૂર સીમલજ ગામમાં જ રહે છે. પાંચ વર્ષ થવા છતાં આ પોલીસ કર્મીની ક્યા કારણોસર બદલી કરાતી નથી ? જિલ્લામાં આવા તો બીજા અનેક દાખલા છે.
ખેડા જિલ્લામાં ત્રણ વર્ષ ઉપરાંત થી એક જ જગ્યાએ ફરજ બજાવતા આવા પોલીસ કર્મીઓની બદલી ન થવાથી ગૃહવિભાગના પરિપત્રનું ઉલ્લંધન થવાથી વિવાદ સર્જાયો છે. ખુદ પોલીસ તંત્રમાં પણ આ અંગે અનેક અટકળો થઈ રહી છે. જિલ્લાના પોલીસ તંત્રમાં ટૂંક સમયમાં બદલીની સંભાવના વર્તાય છે, ત્યારે સૌથી પહેલાં ત્રણ વર્ષ પુરા કરી ચૂકેલા પોલીસ કર્મીઓની દૂરના સ્થળે બદલી કરવાની માંગ કરવામાં આવી છે. જેથી ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે. અને પોલીસની છાપ વધુ ખરડાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved