Last Update : 03-May-2012, Thursday

 

આણંદ તાલુકાના કાસોર ગામમાં
બાવળનું ઝાડ કાપનારાઓને સજા નહી થતાં રેન્જ આઈજીમાં રજુઆત

કસુરવારો સામે ગુનો દાખલ કરી કાયદેસર પગલાં ભરવામાં નહી આવે આંદોલનના કરવાની ચિમકી
આણંદ,તા.૨
આણંદ તાલુકાના કાસોર ગામમાં ગત ડિસેમ્બર-૨૦૧૧માં ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચના મેળાપીપણાંમાં ગામના જ એક શખ્શે ગ્રામ પંચાયત હસ્તકની જમીનમાં આવેલ વર્ષો જુનું બાવળનું લીલુ ઝાડ આશરે ૩૦૦ મણ વજનનું કાપી નાખ્યું હતું. આ બનાવ અંગે ગામના એક નાગરિકે ગ્રામપંચાયત સહિત તાલુકા-જિલ્લા કક્ષાએ લેખિતમાં રજુઆત કરી હતી. છતાં તંત્ર દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું.
પંચાયતની માલિકીના ઝાડ કાપી નાખીને નુકસાન કરનાર તત્વો સામે કોઈ જ પ્રકારની ફોજદારી કાર્યવાહી હાથ ન ધરાતા નારાજ બનેલા તેમજ વારંવાર પોલીસ મથકે ધરમના ધક્કા ખાઈને કંટાળી ગયેલા નાગરિકે આખરે ન્યાય મેળવવા માટે રેન્જ આઈજીપી સમક્ષ લેખિતમાં રજુઆત કરી છે. તંત્ર દ્વારા આ રજુઆતના અંતે કસુરવારો સામે ગુનો દાખલ નહી કરવામાં નહી આવે તો આ નાગરિકે આગામી તા.૨૨મી મે, ૨૦૧૨ના રોજ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
આણંદ તાલુકાના કાસોર ગામે આવેલ ગાડીયાની ખડકીમાં રહેતા ભરતભાઈ હરમાનભાઈ પટેલે અમદાવાદ સ્થિત રેન્જ આઈજીપીને લેખિતમાં કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે કાસોર ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તેમજ તત્કાલિન સરપંચના ફરજકાળ દરમ્યાન બંનેના મેળાપીપણાંમાં ગામના રહીશ ચંદુભાઈ ડાહ્યાભાઈએ ગ્રામ પંચાયત હસ્તકની જમીનમાં આવેલ લીલા બાવળનું વર્ષો જુનું ઝાડ આશરે ૩૦૦ મણ વજનનું ગામના જ સુખાભાઈ મગનભાઈને વેચાણ આપી દીધેલ. ત્યારબાદ આશરે ૨૫ હજાર કિંમતનું આ ઝાડ કાપી નાખવામાં આવ્યું હતું.
વધુમાં અરજીમાં જણાવાયું હતું કે આ વાતની જાણ અમોને થતાં જ અમોએ જરૃરી તપાસ કરતા આ બાવળનું ઝાડ પંચાયતની જગ્યામાં હતુ અને પંચાયતની માલિકીનું હતું. તેમ છતાં ઝાડ કાપવા માટે પંચાયતમાં કોઈપણ જાતનો ઠરાવ કે પ્રોસીઝર કર્યા વિના પોતાને અંગત લાભ થાય તે રીતે અને પંચાયતને નુકસાન કરવાના ઈરાદે ગેરકાયદેસર રીતે વેચાણ કરી દીધેલ. જો કે આ અંગે જે તે વખતના સરપંચ તથા તલાટીને પણ જાણ કરવામાં આવી હતી.
છતાં તેઓએ કોઈપણ જાતની કાર્યવાહી કરી ન હતી. બાવળનું આ લીલું ઝાડ ગત તા.૨૫મી ડિસેમ્બર,૨૦૧૧ના રોજ કાપવામાં આવ્યું હતું. આ વાતની ભરતભાઈ પટેલને જાણ થતાં તેઓએ આ અંગે ગ્રામપંચાયતમાં રજુઆત કરી હતી. ત્યારબાદ તેઓએ ૩૦મી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ આણંદ જિલ્લા કલેક્ટર અને ૧૩મી જાન્યુઆરી,૨૦૧૨ના રોજ રાજ્યના મુખ્યમંત્રી અને ૩જી ફેબુ્રઆરી,૨૦૧૨ના રોજ ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજુઆત કરી હતી. તેમ છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
તેમજ રજુઆતના અંતે કસુરવાર સામે ફોજદારી કાર્યવાહી પણ કરાઈ ન હતી. આખરે ભરતભાઈ પટેલે ન્યાય મેળવવા માટે ગતરોજ રેન્જ આઈજીપીને લેખિતમાં રજુઆત કરી છે અને ટૂંક સમયમાં ન્યાય નહી મળે તો આગામી તા.૨૨-૫-૨૦૧૨ના રોજ ડીએસપી કચેરી, આણંદ ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved