Last Update : 03-May-2012, Thursday

 

પેટલાદમાં એન્જિનિયર યુવકે ગળાફાંસો ખાઈ લેતાં ચકચાર

 

આણંદ,તા.૨
આણંદ જિલ્લાના તાલુકા મથક પેટલાદ શહેરની અંકુર સોસાયટીમાં ગત રાત્રિના સુમારે એક એન્જીનીયર યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને કાયમ માટે આ ફાની દુનિયા અલવિદા કરી દીધી હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. ૨૯ વર્ષીય અપરિણીત એન્જીનીયર યુવાને શા કારણે ગળે ફાંસો ખાઈને જીવતર ટુંકાવ્યું તે પાછળનું રહસ્ય હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આવેલ અંકુર સોસાયટીમાં પુનમભાઈ આત્મારામ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. જેઓનો પુત્ર ગૌરાંગ (ઉં.વ.૨૯) ઉકાઈ વીજ કંપનીમાં એન્જીનીયર તરીકે કામ કરે છે. ત્રણેક દિવસ પૂર્વે ગૌરાંગ પટેલ ઉકાઈથી પોતાના ઘરે પેટલાદ આવ્યો હતો. ગતરાત્રિના લગભગ ૯ઃ૦૦ કલાકના સુમારે ગૌરાંગ પટેલ જમી-પરવારીને પોતાના મકાનના બીજા માળે આવેલ બેડરૃમમાં સૂવા માટે ગયો હતો. આજે વહેલી સવારના સુમારે ગૌરાંગ પટેલ પથારીમાંથી ઉઠયો ન હતો. તેના પિતા પુનમભાઈ પટેલ સહિતના પરિવારજનોએ તેને ફોન મારીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગૌરાંગ નીચે આવ્યો ન હતો. આથી ચિંતાતુર બનેલા તેના પિતા પુનમભાઈ પટેલ તુરંત જ બીજા માળે જઈને તપાસ કરતાં બેડરૃમનો મુખ્ય દરવાજો બંધ હતો. તેઓએ બારી વાટે બેડરૃમમાં નજર નાખતા જ ગૌરાંગ પટેલનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં નજરે પડયો હતો. આ દ્રશ્ય જોતાં જ તેના પિતા પણ હતપ્રભ બની ગયા હતા. દરમ્યાન આ ઘટનાની જાણ આજુબાજુના રહીશોને થતાં જ તેઓ તુરંત જ ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. આ ઘટના અંગે પુનમભાઈ પટેલના મિત્ર વાસુદેવભાઈ હરીભાઈ કાછીયા (રહે.પેટલાદ)એ પેટલાદ ટાઉન પોલીસ મથકને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતાં જ પેટલાદ શહેર પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ગૌરાંગ પટેલના મૃતદેહનો કબ્જો મેળવીને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પેટલાદ ખાતેની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગૌરાંગ પટેેલે પાતળા કપડાની ચાદર વડે પંખાના હુક સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ગૌરાંગ પટેલના આપઘાત કરવા પાછળનું સચોટ કારણ જાણી શકાયું નથી. જો કે આ ઘટનાએે સ્થાનિક લોકોમાં ભારે ચકચાર જગાવી છે. લોકોમાં જાત-જાતની અટકળો અને તરહ-તરહ પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે અકસ્માતે મોતની નોંધ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved