Last Update : 03-May-2012, Thursday

 
ભરૃચમાં જીએનએફસીના
નર્મદા કેમાતુર કંપનીના પ્લાન્ટમાં ફોસ્જીન ગેસ લીકેજથી પાંચને અસર

એકની હાલત ગંભીર ઃ ૬ મહિનામાં બીજી વાર ફોસ્જીન ગેસ લીકેજ થયો

ભરૃચ,તા.૨
ભરૃચ જીએનએફસી કંપનીના નર્મદા કેમાતુરના ટી.ડી.એ. પ્લાન્ટમાં ફોસ્જીન ગેસ લીકેજ થતાં ટેન્કર ચાલક સહિત પાંચ કામદારોને ગેસની અસર થઇ હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે કંપનીની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે એકની હાલત ગંભીર હોવાનું જાણવામળ્યું છે.
ખાતર ઉત્પાદન કરતી જીએનએફસીના નર્મદા કેમાતુર કંપનીના ટી.ડી.એ. પ્લાન્ટમાં બપોરે ૧૨.૩૦ કલાકે અત્યંત ઝેરી એવો ફોસ્જીન ગેસ લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી. કામદારો સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની જાણ થતાં પ્લાન્ટ ખાતે ધસી આવ્યા હતા. અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેના પગલાં ભરી લીકેજ બંધ કરવા સાથે પ્લાન્ટની ઉત્પાદન પ્રક્રિયાને અટકાવી દીધી હતી.
ગેસ લીકેજ થતાં કોન્ટ્રાકટ કામદારો રાકેશ ગોહિલ, દિનેશ પઢીયાર, ટેન્કર ચાલક જયહિંદભાઇ ઉપરાંત કંપનીના કર્મચારી દિલીપ સુથાર અને બી.બી.પટેલને ગેસની અસર થતાં તમામને સારવાર અર્થે નર્મદાનગર ટાઉનશીપ ખાતે આવેલ કંપનીની નર્મદા હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં દિનેશ પઢિયારનીહાલત નાજુક હોવાનું જાણવા મળેલ છે.
હોસ્પીટલ ખાતે કામદારો સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા. આ અગાઉ પણ જીએનએફસી કંપનીમાં ગેસ લીકેજ થવાથી માંડી બ્લાસ્ટ સુધીની દુઘર્ટનાઓ બની ચુકી છે.
આ પૂર્વેતા.૩૦-૯-૨૦૧૧ના રોજ ફોસ્જીન ગેસ લીકેજ થવાની ઘટના આજ કંપનીના આજ પ્લાન્ટમાં બની હતી. તેમ છતાં કંપની અસરકારક પગલાં ન લેવાતા છ માસમાં ફરી એક વાર ફોસ્જીન ગેસ લીકેજ થયો છે.
જી.એન.એફ.સી. યુનિયન દ્વારા આ અંગે મેનેજમેન્ટને વારંવાર લેખિત અને મૌખિક રજુઆતો કરી છે તો પણ કોઇજ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું કામદારો જણાવી રહ્યા છે.
બપોરના સમયે ફોસ્જીન ગેસ લીકેજથતાં પાંચ વ્યક્તિઓને સેફટી ડિપાર્ટમેન્ટના ફોર વ્હીલરમાં અસરગ્રસ્તોનેસારવાર અર્થે લઇ જવામાં આવ્યા એ સમયે એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ ન હોવાનું કર્મચારીઓએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ.
કંપનીમાં આવી કોઇપણ દુઘર્ટના સમયે ઓમ સાઇડ ઇમરજન્સી જાહેર કરવામાં આવે છે. પરંતુ આજરોજ ઇમરજન્સી જાહેર કરવામાં આવી ન હતી. જેથી આ અંગે ફેકટરી ઇન્સ્પેકટરે પણ કંપનીને આ બાબતે લેખિતમાં જાણ કરેલી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved