Last Update : 03-May-2012, Thursday

 

ગુુજકેટનું પરિણામ તા.૩જીમેએ આપવાની જાહેરાત બાદ હવે
ધો.૧૨ સાયન્સ- ગુજકેટનું પરિણામ હવે એકસાથે ૧૦મીએ જાહેર કરાશે

વિદ્યાર્થી-વાલીઓની રજૂઆત બાદ આખરે ગુજકેટનું પરિણામ તૈયાર હોવાછતાં બન્ને પરિણામ એકસાથે જ આપવા બોર્ડનો નિર્ણય

અમદાવાદ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ આગામી તા.૧૦મી મેએ જાહેર થવાનું છે. જો કે, ગુજકેટની પરીક્ષાનું પરિણામ તા.૩જી મેએ પ્રસિધ્ધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓ-વાલીઓની રજૂઆતના પગલે હવે ગુજકેટ અને ધો.૧૨ સાયન્સ એમ,બન્ને પરિણામ એકસાથે તા.૧૦મી મેના રોજ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે. બોર્ડની આ જાહેરાતના પગલે ગુજકેટના પરિણામને લઇને માનસિક તાણ અનુભવતાં વિદ્યાર્થીઓ-વાલીઓએ રાહત અનુભવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધો.૧૨ સાયન્સની પરીક્ષા બાદ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. સામાન્ય રીતે ગુજકેટ અને ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવતું હોય છે. પરંતુ પ્રથમ વખત બોર્ડ દ્વારા ગુજકેટનું પરિણામ તા.૩જી મે અને ધો.૧૨ સાયન્સનું પરિણામ તા.૧૦મીમે એમ,અલગ-અલગ તારીખો જાહેર કરી હતી. એટલે કે ધો.૧૨ સાયન્સના પરિણામના એક સપ્તાહ પહેલા ગુજકેટનું પરિણામ આવવાનું હતું. જો કે, બોર્ડના આ નિર્ણય સામે વિદ્યાર્થી-વાલીઓમાં ભારે નારાજગી ફેલાઇ હતી. ગુજકેટનું પરિણામ વહેલા આપવાથી વિદ્યાર્થીઓને કોઇ ફાયદો થવાનો નથી. ઉલટાનું ગુજકેટના પરિણામ જયાં સુધી ધો.૧૨ સાયન્સનું પરિણામ ન આવે ત્યાંસુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ સતત માનસિક તાણમાં રહેશે તેવી રજૂઆતો વાલીઓએ બોર્ડ સમક્ષ કરી હતી.
જેના અનુસંધાનમાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ-વાલીઓની પરિસ્થિતિ સમજીને હવે ગુજકેટનું પરિણામ પણ ધો.૧૨ સાયન્સના પરિણામની સાથે એટલે કે તા.૧૦મી મેના રોજ જાહેર કરવાનું નક્કી કર્યું છે.પરીક્ષામાં ઉત્તરવહી ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ગુજકેટનું પરિણામ તૈયાર થઇ ગયું છે. આમછતાં હવે તા.૧૦મીએ પરિણામ જાહેર કરવામાં આવશે. જયારે વિદ્યાર્થીઓને તા.૧૪મી મેના રોજ માર્કશીટ મળી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved