Last Update : 03-May-2012, Thursday

 

NSSOના તાજા સરવે મુજબ
ગુજરાતીઓ કરકસરી ઃ રોજિંદો ખર્ચ ગામડામાં રૃ.૩૭, શહેરોમાં ૬૪

ગુજરાતના શહેરો કરતાં અખિલ ભારતીય સ્તરે સરેરાશ માથાદીઠ ખર્ચ વધારે!

(પ્રતિનિધિ ધ્વારા) ગાંધીનગર
ગુજરાતમાં ગામડાંમાં રહેતો પ્રત્યેક માણસ મહિને સરેરાશ રૃ. ૧૧૧૦ એટલે કે પ્રતિદિન રૃ. ૩૭ ખર્ચે છે. જ્યારે શહેરી વિસ્તારમાં માથાદીઠ મહિને રૃ. ૧૯૦૯ અર્થાત્ રોજિંદા રૃ. ૬૩.૬૩ ખર્ચાય છે. નેશનલ સેમ્પલ સરવેના તાજા રાઉન્ડમાં આ આંકડા બહાર આવ્યા છે જેનું વિશ્લેષણ બે રીતે થઈ શકે, એક સરેરાશ ગુજરાતી નાણા વાપરવામાં કરકસરી છે અને બીજું તારણ એ નીકળી શકે કે સરેરાશ ગુજરાતી ઓછું કમાય છે, એટલે ઓછું વાપરે છે.
રસપ્રદ બાબત એ છે કે, એએસએસના તાજા સરવે મુજબ ગુજરાતના ગામડામાં મહિને માથાદીઠ જે ખર્ચ થાય છે, તેના કરતાં રાષ્ટ્રીય સરેરાશ માથાદીઠ ખર્ચ થોડોક જ ઓછો એટલે કે રૃ. ૧૦૫૪ છે, જે પ્રતિદિન રૃ. ૩૫.૧૭ આવે છે. જ્યારે રાજ્યના શહેરોમાં સરેરાશ માથાદીઠ ખર્ચ કરતાં રાષ્ટ્રીય સરેરાશ માથાદીઠ ખર્ચ વધારે છે. અખિલ ભારતીય સ્તરે શહેરોમાં સરેરાશ માથાદીઠ રૃ. ૧૯૮૪ એટલે કે પ્રતિદિન રૃ. ૬૬.૧૩ ખર્ચાય છે.
એનએસએસનો આ સરવે દર્શાવે છે કે શહેર હોય કે ગામડું હોય - મહિને સરેરાશ માથાદીઠ ખર્ચ કરવામાં આંધ્રપ્રદેશ, દિલ્હી, કેરળ, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગોવા, અરૃણાચલ પ્રદેશ જેવા રાજ્યો ગુજરાત કરતાં ઘણાં આગળ છે. એનએસએસનો આ સરવે એવું પણ કહે છે કે, ગુજરાતના શહેરોમાં તથા ગામડાંઓમાં ગરીબીનું પ્રમાણ ૪૦ ટકા જેટલું ઊચું છે.
તાજેતરમાં ચાલુ ભાવે ઘરગથ્થુ ઉત્પાદનના ૨૦૧૧-૧૨ના વિકાસ દરના આંકડા બહાર આવ્યા હતા. જેમાં અખિલ ભારતીય ૧૫.૬૮ ટકા વિકાસ દરની સરેરાશ સામે ગુજરાતનો વિકાસ દર ૧૫.૨૦ ટકા બહાર આવ્યો હતો. ત્યારબાદ એનએસએસના બહાર આવેલા આંકડા દર્શાવે છે કે, ગુજરાત ભલે વિકાસની પ્રક્રિયામાં અગ્રગણ્ય રાજ્ય હોય, પણ માસિક નાણાં ખર્ચવામાં સરેરાશ શહેરી ગુજરાતી દેશના સરેરાશ શહેરી નાગરિક કરતાં પાછળ છે.

-

ગ્રામીણ સ્તરે

શહેરોમાં

રાજ્ય

સરેરાશ માસિક

સરેરાશ માસિક

-

ખર્ચ રૃ.

ખર્ચ રૃ.

ગુજરાત

૧૧૧૦

૧૯૦૯

મહારાષ્ટ્ર

૧૧૫૩

૨૪૩૭

તામિલનાડુ

૧૧૬૦

૧૯૪૮

આંધ્રપ્રદેશ

૧૨૩૪

૨૨૩૮

હરિયાણા

૧૫૧૦

૨૩૨૧

હિમાચલ

૧૫૩૬

૨૬૫૪

અરૃણાચલ

૧૫૪૬

૧૯૪૭

પંજાબ

૧૬૪૯

૨૧૦૯

કેરળ

૧૮૩૫

૨૪૧૩

ગોવા

૨૦૬૫

૨૬૪૪

દિલ્હી

૨૦૬૮

૨૬૫૪

રાષ્ટ્રીય સરેરાશ

૧૦૫૪

૧૯૮૪

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved