Last Update : 03-May-2012, Thursday

 

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

પીવાના પાણીના એક-એક માટલા માટે આમ-તેમ ભટકતી મહિલાઓ ઃ સિંચાઈનો કોઈ લાભ ન મળતાં વિકટ સ્થિતિ

મોડાસા,બાયડ,તા.૨
સાબરકાંઠા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે ત્યારે અનેક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના પોકાર પડી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં બનાવવામાં આવેલા હેન્ડપંપ તૂટી જતાં મહિલાઓને આમ-તેમ ભટકવું પડે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદથી જિલ્લાના ૧૩ તાલુકાનો સરવે કરી પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકમાંગણી ઊઠી છે.
જિલ્લાના અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાણીના પોકાર શરૃ થઈ ગયા છે ત્યારે ખાસ કરીને મહિલાઓની સ્થિતિ કફોડી બની રહી છે. સિંચાઈની સગવડ તો દૂર રહી પરંતુ, પીવાના પાણી માટે પણ મહિલાઓએ માથે માટલા અને બેડાં મૂકી એક-બે કિલોમીટર ભટકવું પડી રહ્યું છે. જિલ્લાના મેઘરજ,માલપુર અને વિજયનગરના અંતરિયાળ વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે.
જિલ્લાના ૬૦૦થી વધુ તળાવો પણ આયોજનના અભાવે સૂકાભઠ્ઠ બની ગયાં છે ત્યારે પશુઓ માટે પણ પાણીની સમસ્યા સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. સિંચાઈ માટે બનાવવામાં આવેલા નર્મદા કેનાલ સૂકાઈ ગઈ છે. શિયાળા દરમિયાન પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી આપવામાં નહી આવતાં રવી પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. નર્મદા કેનાલ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે પરંતુ, આયોજનના અભાવે પાણી છોડવામાં આવતું નથી. બીજી તરફ ગત વર્ષે સારા વરસાદના કારણે જિલ્લાના વાત્રક, માઝૂમ અને મેશ્વો ડેમમાં પાણીની સારી આવક થઈ હતી પરંતુ, અત્યારે જિલ્લાની તમામ મુખ્ય નદીઓ કોરીધાકોર બની ગઈ છે. પશુઓ માટે નદીમાં પાણી છોડવામાં આવે તો રાહત થઈ શકે તેમ છે. ત્રણે ડેમમાં હજુ પાણીનો સારો જથ્થો જળવાઈ રહ્યો છે ત્યારે એક વાર પાણી છોડવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. એક તરફ સરકાર સાબરકાંઠા જિલ્લાને નંદનવન બનાવવાની વાતો કરે છે ત્યારે સિક્કાની બીજી બાજુ હજુ પણ અનેક તાલુકાઓને સિંચાઈનો પૂરતો લાભ મળતો નથી. ભિલોડા તાલુકામાં પણ પરિસ્થિતિ વિકટ બનેલી છે ત્યારે આવનારા દિવસોમાં તંત્ર તરફથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો સરવે કરી પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
૬૦૦થી વધુ તળાવો સુકાભઠ્ઠ બની ગયાં
મોડાસા,તા.૨
જિલ્લામાં નાના-મોટા આશરે ૬૦૦થી વધુ તળાવો આવેલાં છે જે સુકાભઠ્ઠ બની ગયાં છે. નર્મદાના પાણીથી તળાવો ભરવાની વાતો ઘણી થઈ હતી પરંતુ, તળાવોમાં પાણીનું એક ટીપું પણ નાખવામાં આવ્યું નથી. અનેક વિસ્તારોમાં સુકા તળાવો જોઈ મૂંગા પશુઓ મનોમન નિઃસાંસો નાખી રહ્યા છે ત્યારે આ દિશામાં શું પગલાં ભરી શકાય તે તંત્રએ વિચારવું જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

હેન્ડપંપોનો સરવે કરી રિપેર કરવા જરૃરી
બાયડ,તા.૨
જિલ્લાના અનેક અંતરિયાળ વિસ્તારોમા પાણીની સમસ્યાને હલ કરવા માટે હેન્ડપંપ બનાવવામાં આવેલા છે પરંતુ, અનેક વિસ્તારોમાં હેન્ડપંપ તૂટી જતાં શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ બાબતે તંત્ર તરફથી તાકીદથી સરવે હાથ ધરી યુદ્વના ધોરણે હેન્ડપંપ રિપેર કરવાનું કામ હાથ ધરવામાં આવે તો લોકોને રાહત થઈ શકે તેમ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved