Last Update : 03-May-2012, Thursday

 
નવા નિકોલમાં 'પટેલ' પરિવારનાં ચકચારી આત્મહત્યા કેસમાં
સામૂહિક આપઘાતનું રહસ્ય ઉકેલવાની એક માત્ર કડી 'મોબાઇલ'

માતા-પિતા અમેરિકાથી આવી પહોંચતા મહેન્દ્રભાઇના અંતિમ સંસ્કાર કરાયાઃ ફોનના આધારે અજાણી વ્યક્તિઓની પૂછપરછ થશે

અમદાવાદ, બુધવાર
નવા નિકોલમાં પટેલ પરિવારનાં સામુહિક આપઘાત કેસનું રહસ્ય ઉકેલવા પોલીસે મૃત દંપતિનાં મોબાઇલ ફોનની તપાસ હાથ ધરી છે. રવિવારે સાંજે રસપાન પાર્ટીપ્લોટ પાસેનાં સુકેતુ એપાર્ટમેન્ટમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા બાદ અત્યાર સુધીમાં પોલીસ આત્મહત્યાનાં ચોક્કસ કારણ સુધી પહોંચી શકી નથી. પોલીસનું કહેવું છે કે મોબાઇલ ફોનની તપાસ ઉપરાંત તેમના અમેરિકાથી આવેલા વૃધ્ધ માતા-પિતાની પણ પુછપરછ કરી આપઘાતનાં કારણો જાણવાનો પ્રયાસ કરાશે.
ઝોન ૫નાં ડીસીપી પરિક્ષિતા રાઠોડનું કહેવું છે કે પોલીસ હાલ આપઘાત કરવા પાછળનાં શક્ય તમામ તથ્યો તપાસી રહી છે. પરંતુ કોઇ સચોટ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે હાલ દંપતીનાં મોબાઇલ કબજે કરી તેની પ્રિન્ટ આઉટની તપાસ શરૃ કરી છે. જેમાં અજાણી વ્યક્તિઓ સાથેનાં સંપર્કો તથા મહેન્દ્રભાઇ કે તેમની પત્ની સાથે સૌથી વધુ વાત કરનારી વ્યક્તિઓની પુછપરછ પણ કરાશે. પરિક્ષિતા રાઠોડે ઉમેર્યું હતુ કે મોબાઇલનાં આધારે મહેન્દ્રભાઇનાં મિત્ર વર્તુળ સુધી પહોંચવાનો પ્રયાસ કરાશે. કદાચ મહેન્દ્રભાઇને કોઇ તકલીફ હોય અને તેમણે તેમના કોઇ અંગત મિત્રને કરી હોય તેથી તે દિશામાં પણ તપાસ કરાશે.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્રભાઇના પિતા બાબુભાઇ અને માતા નાથીબેન આજે પરોઢીયે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બાદમાં મેહન્દ્રભાઇના અંતિમ સંસ્કાર કરાયા હતા. પોલીસનું કહેવું છે કે તેમના માતા-પિતાની માનસીક સ્થિતિ સ્વસ્થ્ય થયા બાદ તેમની પુછપરછ કરાશે જેમાં મહેન્દ્રભાઇ અને તેમની પત્ની વચ્ચેનાં સંબંધો અને અન્ય આર્થિક વ્યવહારોની વિગતો અંગે પુછપરછ કરાશે.

બે દિવસ અગાઉ કારમાં આવેલી વ્યક્તિઓ કોણ?
* મહેન્દ્રભાઇ અને તેમના પરિવારનાં સામુહિક આપઘાતને લઇને અનકે તર્કવિતર્ક વહેતા થયા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે શુક્રવારે તેમના ઘરે એક કારમાં બે વ્યક્તિ આવી હતી. ઉલ્લેખનીય છે કે આપઘાતની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસને રસોડામાંથી ચાના બે ખાલી કપ પણ મળ્યા હતા..! એટલું જ નહીં સાયન્ટિફિક તપાસમાં પણ શુક્રવારે જ પરિવારે આપઘાત કર્યાનું ખુલ્યું છે. જોકે પોલીસ કારમાં આવેલી બે વ્યક્તિઓની વાતને નકારી રહી છે.

 

માનસીક શાંતિ માટે મહેન્દ્રભાઇ જ્યોતિષોનાં નુસખા અજમાવતાં!
* ઓઢવ પોલીસનું કહેવું છે કે મહેન્દ્રભાઇનાં ઘરની તપાસ દરમિયાન ઘરમાંથી સંખ્યાબંધ જ્યોતિષ શાસ્ત્રનાં પુસ્તકો અને સુખ સમૃધ્ધી મેળવવા જ્યોતિષો દ્વારા કહેવામાં આવતા નુસખાનાં લખાણો મળ્યાં છે. પોલીસને શંકા છે કે મહેન્દ્રભાઇનાં પરિવારને કોઇ ગઠિયાએ જ્યોતિષી બનીને તો વિખેરી નથી નાંખ્યોને?. પોલીસ તેમના સંપર્કમાં હોય તેવા જ્યોતિષોની પણ તપાસ કરશે.

 

અમેરિકાથી કેટલા રૃપિયા આવતા અને ક્યાં જતાં?
* સામુહિક આપઘાત કેસની તપાસ કરી રહેલા ઓઢવ પી.આઇ વી.ડી બ્રહ્મભટ્ટનું કહેવું છે કે મહેન્દ્રભાઇનાં પિતા બાબુભાઇ અને માતા નાથીબેનનું ગુરૃવારે નિવેદન લેવાશે. જેમાં બાબુભાઇ વર્ષે કેટલા રૃપિયા અમેરિકાથી મોકલતા હતા અને મહેન્દ્રભાઇ તે રૃપિયાનું ક્યાં રોકાણ કરતા કે પછી ક્યાં વાપરતા તે બાબતો જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved