Last Update : 03-May-2012, Thursday

 

નવા વાડજની અરેરાટીભરી ઘટના
પુત્રીના ચારિત્ર્ય અંગે શંકા જતા નરાધમ પિતાએ છરીથી હત્યા કરી

પુત્રીને બચાવવા ગયેલી માતાને પણ છરી ભોંકી, હથોડી ફટકારીઃ અંતે પોલીસ સમક્ષ હાજર

અમદાવાદ,બુધવાર
વહેમની કોઇ દવા નથી હોતી, આ કહેવતને યર્થાથ કરતી હિચકારી ઘટના જુના વાડજના ચંદ્રભાગા વિસ્તારમાં બની છે. શંકાશીલ પતિને દીકરીના પ્રેમપ્રકરણને લઇને પત્ની સાથે ગત રાત્રે વિવાદ થયો હતો. પ્રેમી સાથે ખુલેઆમ ફરતી દીકરી અનિતાનો પક્ષ લેતા મંજુલાબહેન પર પતિ મહેન્દ્ર વહેમાયો હતો. વહેમીલો પતિ આખરે મધરાતે પત્ની અને પુત્રી પર હથોડી અને છરી લઇ તુટી પડયો હતો. વહેમનો ઉશ્કેરાટ એટલી હદે હતો કે,પતિના હુમલાથી બચવા માટે પડોશીની ઓસરીમાં કણસતી હાલતમાં માતા પુત્રી જઇ પહોંચ્યા હતા. ત્યાં જઇને પતિએ માતા પુત્રીને છરીના ઘા માર્યા હતા.
પ્રાપ્ત વિગતો મૂજબ,જુના વાડજ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્ર દંતાણીના પરિવારમાં પત્ની મંજુલાબહેન, દીકરી અનિતા, રિન્કુ, સારિકા અને દીકરા જીગ્નેશનો સમાવેશ થાય છે. ૧૭ વર્ષ પહેલા મંજુલાબહેન અને મહેન્દ્રભાઇના લગ્ન થયા હતા. મહેન્દ્રભાઇની દીકરી અનિતા (ઉં.૧૬)ને પડોશમાં રહેતા સુનિલ નામના યુવક સાથે પ્રેમ સંબધ હતો. અનિતા તેના પ્રેમી સાથે સોમવારે ફરવા માટે ગઇ બુધવારે રાત્રે ઘરે પરત ફરી હતી. આ બાબતની જાણ મહેન્દ્રભાઇને થતા તેઓ ઉશ્કેરાયા હતા. જોકે, પત્ની મંજુલાબહેને દીકરીને કંઇ ના કહેવા પતિ મહેન્દ્ર પર દબાણ કર્યું હતું. આ બાબતને લઇને દંપતિ વચ્ચે વિવાદ થયો હતો.
પ્રેમી સાથે ખુલ્લેઆમ ફરતી દીકરીનો પક્ષ લેતી પત્ની મંજુલાબહેનના ચારિત્ર પર મહેન્દ્રભાઇને શંકા ગઇ હતી. શંકાશીલ મહેન્દ્ર મનમાં એ વાત ઘર કરી ગઇ કે, માતા પુત્રી એકબીજાના કરતૂત પોતાનાથી છૂપાવી રહી છે. આખરે, રાત્રે ૩ વાગ્યે મહેન્દ્રએ સુઇ રહેલા મંજુલાબહેનને કપાળના ભાગે હથોડીનો ઘા મારી દીધો હતો. બુમાબુમ થતા નાની રિન્કુ જાગી ગઇ તેણ જોયું તો માતા મંજુલાબહેન અને બહેન અનિતાને તેના પપ્પા મહેન્દ્રભાઇ છરીના આડેધડ ઘા મારતા હતા. રૃમમાંથી બહાર જઇને મંજુલાબહેન અને અનિતા પડોશમાં રહેતા લતાબહેનની ઓસરીમાં જઇને કણસી રહ્યા હતા. જોકે, ઉશ્કેરાયેલા મહેન્દ્રએ ત્યાં જઇ પત્ની અને પુત્રીને છરીના ઘા માર્યા હતા. લોકો એકત્ર થતા મહેન્દ્ર છરી લઇને ત્યાંથી ભાગ્યો હતો. સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત મંજુલાબહેન અને અનિતાને સારવાર માટે વા.સા.હોસ્પિટલ લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરોએ અનિતાને મૃત જાહેર કરી હતી. તપાસમાં મંજુલાબહેનને છરીના ત્રણ ઘા અને હથોડીનો ફટકા તેમજ અનિતાને છરીના નવ ઘા મહેન્દ્રએ માર્યાનું બહાર આવ્યું છે.
બીજી તરફ,ફરાર મહેન્દ્રએ પોલીસ કંટ્રોલરૃમમાં જઇને પોતાના ગુનાની કબુલાત કરી હતી. બનાવની જાણ થતા નારણપુરા પોલીસે કંટ્રોલરૃમ પર જઇને મહેન્દ્રની ધરકડ કરી હતી. ચારિત્રની શંકા રાખીને પુત્રી અનિતાની હત્યા અને પત્નીની હત્યાની કોશિશ કરવાનો ગુનો નોંધી મહેન્દ્ર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved