Last Update : 03-May-2012, Thursday

 

રોડ રિસરફેરી અંગેનું ૨૦૧૧નું કામ કમિટીમાં ૨૦૧૨માં આવતાં
૩.૦૯ કરોડનું ટેન્ડર ૧૪ માસના વિલંબમાં ૫.૨૫ કરોડનું થઇ ગયું

મ્યુનિ.ને ટેન્ડરની નક્કી કરેલી રકમમાં ૨.૧૬ કરોડનો તફાવત ચૂકવવાનો વારો આવ્યો

અમદાવાદ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ટેન્ડર અને કોન્ટ્રાકટના કામોમાં ગોટાળાની વણથંભી વણઝાર ચાલુ જ રહે છે. ટેન્ડર પ્રક્રિયા પણ એટલી લાંબી છે કે ટેન્ડર મંગાવ્યા પછી નીચેની કમિટીમાં આવતા ૧૪ મહિનાથી પણ વધુ સમયગાળો પસાર થઈ જતાં ટેન્ડરની નક્કી કરેલી રકમમાં પહેલે જ દિવસે ભાવ તફાવતની મોટી રકમ નક્કી કરવી પડે છે. રોડસ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં એક ટેન્ડરમાં ડામરના ભાવ તફાવતની રકમ ૨,૧૬,૨૦,૦૭૬ની તગડી રકમ પહેલે જ દિવસે ચુકવવાનની વાતઆવતા મ્યુનિ. વર્તુળોમાં તે ચર્ચાનો વિષય બની છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરઝોનના જુદા જુદા રસ્તાઓ પેવરથી રિસરફેસકરવા માટેના ટેન્ડરો ૨૦૧૧ના પ્રારંભે મંગાવ્યા હતા. તા. ૧૪-૨-૧૧ના રોજ આવેેલા ૪ ટેન્ડરમાંથી સૌથી લોએસ્ટ શક્તિ કન્સ્ટ્રકશનનું ટેન્ડર રૃ. ૩,૦૯,૪૭,૫૮૫નું પાસ કરવામાં આવ્યું હતું. આ કામ છેક ૨૦૧૨ના એપ્રિલના અંતમાં ખાસા ૧૪ મહિના પછી નીચેની કમિટીમાં આવ્યું અને પહેલે જ દિવસે ડામરના ભાવ તફાવતની રકમ ૨.૧૬ કરોડ ચુકવવી પડશે, એટલું જ નહીં કામ પૂર્ણ થયે બીજો ભાવવધારો થશે તો તે પણ ચૂકવવો પડશે તેમ દરખાસ્તમાં જણાવ્યું છે. આનો અર્થ એ થયો કે ટેન્ડરની મૂળ ૩.૦૯ કરોડનીરકમ જેટલી જ ભાવફેરની રકમ ચુકવવાની આવશે ! દરખાસ્ત મૂકનારે એમપણ જણાવ્યું છે કે, ૨૦૦૬-૦૭ના એસઓઆર આધારિત ટેન્ડરની અંદાજીત રકમ કરતાં ૧૭.૮૭ ટકા ઓછા ભાવ છે. બોલો ૨૦૧૧-૧૨માં ૨૦૦૬-૦૭ના એસઓઆરનો આધાર લઈ મોટી રકમને જસ્ટીફાઈડ કરવા કેવા પ્રયાસો ઈજનેરો દ્વારા થાય છે, તેનોઆ નમૂનો છે. ઉપરાંત દરખાસ્તમાં જણાવ્યું છેકે, મૂળ ૩,૦૯,૪૭,૫૮૫ અને ૨,૧૬,૨૦,૦૭૬ ભાવ તફાવત મળીને ટેન્ડરની રકમ પહેલે જ દિવસે ૫,૨૫,૬૭,૬૬૨ના આંકડાને આંબીી ગઈ. ગુનાઈત વિલંબના કારણે પ્રજાના પૈસાનો આવો બેફામ વેડફાટ થાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved