Last Update : 03-May-2012, Thursday

 

અમદાવાદ:'બાઈકર્સ ગેંગ'માં યુવતીઓ પણ સામેલ

- ગેંગે વધુ ૪ કારના કાચ તોડયા

 

- ગેંગને તડીપાર કરવાના પગલાં

અમદાવાદ
પશ્ચિમ વિસ્તારમાં ફરી એક વખત સામાન્ય પ્રજાજનોને રંજાડતી બાઈકર્સ ગેંગ બેકાબૂ બની કારના કાચ તોડી રહી છે. વીસ દિવસમાં ૩૫ કારના કાચ તોડી ચૂકેલા તોફાની બાઈકર્સને પકડવા પોલીસ મધરાતે પેટ્રોલીંગ કરતી હતી ત્યારે જ સેટેલાઈટ અને હિમ્મતલાલ પાર્ક વિસ્તારમાં વધુ ચાર કારના કાચ તોડાયા છે. બેકાબૂ બાઈકર્સને પકડવા પાંચ પોલીસ સ્ટેશનના અધિકારીઓની એક બેઠક યોજીને એક્શન પ્લાન અમલમાં લવાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલીંગ ઉપરાંત વ્યૂહાત્મક પોઈન્ટ ઉપર પોલીસ મુકીને બાઈકર્સને પકડવામાં આવશે. પકડાયેલા તોફાની બાઈકર્સ સામે તડીપાર સહીતના આકરા પગલાં ભરવા નિર્ણય લેવાયાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
છેલ્લા વીસ દિવસથી વસ્ત્રાપુર, માનસી, જજીસ બંગલો, નવરંગપુરા પછી સેટેલાઈટ, હિમ્મતલાલ પાર્ક વિસ્તારમાં આતંક સર્જી ૩૫થી વધુ કારના કાચ ફોડયા છે. મધરાતે બાઈક ઉપર આવી લાકડાના ધોકાથી અથવા તો સિમેન્ટના પથ્થર ફેંકીને કાચ તોડી બાઈકર્સ ધૂમ સ્ટાઈલે પલાયન થઈ જાય છે. સામાન્ય પ્રજાજનોની મિલ્કતને નુકસાન પહોંચાડતી અને ભય ફેલાવતી ગેંગને કાબુમાં લેવા પોલીસે નાઈટ પેટ્રોલીંગ શરૃ કર્યું છે.
જો કે, પોલીસના નાઈટ પેટ્રોલીંગ વચ્ચે સોમવારે રાતે સેટેલાઈટ અને હીમ્મતલાલ પાર્ક વિસ્તારમાં વધુ ૪ કારના કાચ તૂટયા છે. શિવાની એપાર્ટમેન્ટમાં રહેતા, નિવૃત્ત જીવન ગાળતા ૫૪ વર્ષના લીનાબેન સુરેન્દ્રભાઈ શાહની પોલો કારના આગળ-પાછળના બન્ને કાચ ગઈરાતે કોઈ તોડી ગયાની ફરિયાદ નોંધાઈ છે. ચિંતાના કારણે આ મહીલાએ મોડીરાતે બે વાગ્યે પણ જાગ્યા ત્યારે કાર સલામત હોવાની નજર ફલેટની ગેલેરીમાંથી નાંખી હતી. આ પછી, રાતે ૩ વાગ્યાના અરસામાં કાચ ફૂટયાની શંકા છે.
આ ઉપરાંત હિમ્મતલાલ પાર્ક વિસ્તારમાં નિહારીકા સોસાયટી પાસે વધુ ત્રણ કારના કાચ તૂટયા છે. આ વિસ્તારમાં એક ઘરનું રિનોવેશન ચાલી રહ્યું છે ત્યાં કામ કરતા એક શ્રમિકે મધરાતે બાઈકો પસાર થયા બાદ કાચ ફૂટયા હોવાની જાણકારી આપ્યાનું સ્થાનિક રહીશોનું કહેવું છે. પોલીસની પળોજણમાં પડવા ન ઈચ્છતા ત્રણ રહીશોએ ફરિયાદ ન નોંધાવતા કાર રિપેરીંગ માટે મોકલી આપી છે.
વીસ દિવસમાં ૩ ડઝન કારના કાચ તોડી નાંખનાર ગેંગનો ત્રાસ વધતાં વધુ કડક પગલાં ભરવા પોલીસે નિર્ણય કર્યો છે. સેટેલાઈટ, આનંદનગર, વસ્ત્રાપુર, યુનિવર્સિટી અને નવરંગપુરા પોલીસ ઉપરાંત વધારાના સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગ વધુ સઘન બનાવાશે. તોફાની બાઈકર્સના ટાર્ગેટેડ વિસ્તારોમાં પોઈન્ટ ગોઠવવામાં આવશે. ઉચ્ચ પોલીસ સૂત્રોએ કહ્યું કે- પ્રજામાં ભયનો માહોલ સર્જનાર બાઈકર્સ પકડાતાં તેમની સામે તડીપાર સહીતના કડક પગલાં ભરવામાં આવશે.

'બાઈકર્સ ગેંગ'માં યુવતીઓ પણ સામેલ!
* કારના કાચ તોડી જતી તોફાની બાઈકર્સ ગેંગમાં યુવતીઓ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. હિમ્મતલાલ પાર્કમાં ૩ કારના કાચ તૂટયા પછી સ્થાનિક રહીશોમાં એવી ચર્ચા હતી કે, એક મકાનના રિનોવેશનનું રાતે કામ ચાલતું હતું ત્યાં કાર્યરત વેલજીભાઈ નામના શ્રમિકે બાઈકો ઉપર યુવકો અને યુવતીને જતા જોયા હતા. આશ્ચર્ય એ વાતનું છે કે, લાકડાના ધોકા સાથે ખૂલ્લેઆમ ભય ફેલાવતી બાઈકર્સ ગેંગ પોલીસના હાથમાં શા માટે આવતી નથી?

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved