Last Update : 03-May-2012, Thursday

 

અમદાવાદ, સુરત, રાજકોટ, જૂનાગઢના ૩૬ ખેલાડીના નામ ખુલ્યા
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે

રાજ્યવ્યાપી સટ્ટાનું નેટવર્ક ચલાવતા રાજકોટ-જામનગરના ૩ શખ્સો પાસેથી ૨૩ મોબાઇલ, બે બાઇક સહિત રૃા.૮ લાખની રોકડ કબજે કરતી પોલીસ

જામનગર, તા .૨
જામનગરની પટેલ કોલોની વિસ્તારમાં આઇપીએલની રમાતી મેચો ઉપર રનફેરનો જુગાર રમાડી ક્રિકેટનો ડબો ચલાવતા રાજકોટના બે અને જામનગરના શખ્સ સહિત ત્રણને ૭.૯૭ લાખની રોકડ રકમ સાથે ધરપકડ કરી બુકીઓ સહિત ૩૯ વિરૃધ્ધ ગુન્હો નોંધ્યો છે.
આ અંગેની મળતી વિગત અનુસાર જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૧૧ અને રોડ નંબર ૩ માં આવેલા પાર્થ એપાર્ટમેન્ટ સી-૨ માં ફ્લેટ નંબર ૨૦૨માં આઇપીએલની ૨૦-૨૦ ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડી ડબો ચલાવતા હોવાની બાતમીના આધારે પીએસઆઇ સમીર શારડા તથા સ્ટાફે મંગળવારની રાત્રીના સમયે રેઇડ દરમિયાન જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઇશ્વર કટારીયા (આશાપુરા સોસા. જામનગર) અને ઇસ્માઇલ શબીર ગાંધી વોરા (રે. જલારામ સરબત સામે, મોચીબજાર- રાજકોટ) તેમજ મોઇજ શબીર હથિયારી વોરા (રે. સૈફી કોલોની-બુરાની પાર્ક-રાજકોટ) નામના ત્રણની ધરપકડ કરી હતી. તેમજ ત્રણેય પાસેથી રનફેર જુગારના ૭.૯૭ લાખની રોકડ રકમ, ૨૩ નંગ મોબાઇલ ફોન, એક લેપટોપ, એક ટેપ અને બે બાઇક તેમજ ક્રિકેટનું સાહિત્ય લખેલા ચોપડા કબજે કરી તપાસ હાથ ધરતા ત્રણ ડઝન જેટલા શખ્સોની નામાવલી અને નંબરો મળી આવ્યા હતા. જેની પાસે ઝડપાયેલા શખ્સો કપાત કરાવતા હતા. ખુલેલા નામમાં ૨૭ રાજકોટના છે. તેમાં રાહુલ દીનુ ઝાલા, અતુલ સોમૈયા, ભાવેશ લોહાણા, સદામ ઉર્ફે અર્જુન, કોડ નં.૧૦ રાહુલ, દેવાંગ હમીપરા, ખાન-રીઝવાનખાન, સી.કે. કાર્તીક પુજારા, અલ્પેશ સોની, અશ્વીન છોટા, દુર્ગેશ ઘુઘરાવાળો, અશ્વીન મોટો, ઉદય સોની, પ્રતિક લોહાણા, અલોક મહેતા, હસુ પટેલ, યતીન, જગદીશ, અતુલ, આરડી-રાજેશ, યુનુસ ઘાંચી, રવજી ગોંડલીયા, મેહુલ બાવાજી, કાલી-અશ્વીન પટેલ નીરવ, હીરેન રાજકોટના નામ ખુલ્યા હતા.
અને અમદાવાદના આશીષ, સાટી ઉર્ફે સુરેશ તેમજ સુરતના ગીલી ઉર્ફે રોનકલાલ અને જુનાગઢના દિપકભાઇ, કે.લાલ સીંધી, ક્રી ઉર્ફે કીરીટ લોહાણા, એ.પી. ઉર્ફે આનંદ પરસોત્તમ, અને મોરબીનો સુમન લોહાણાના નામ અને મોબાઇલ નંબરોના આધારે ૩૯ શખ્સો વિરૃધ્ધ જુગારનો ગુન્હો નોંધી ૯.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved