Last Update : 03-May-2012, Thursday

 

માગ વધતા એનએમડીસી દ્વારા આયર્ન ઓરના ભાવમાં ૧૦ ટકા જેટલો વધારો

ફિનિશ્ડ સ્ટીલ ઉત્પાદનોના ભાવમાં પણ વાૃધારો કરવાની ઉત્પાદકોને ફરજ પડશે

સ્ટીલના ઉત્પાદન માટેના મુખ્ય કાચા માલ આયર્ન ઓરની માગ વધવા લાગતા એનએમડીસીએ આયર્ન ઓરના ભાવમાં અંદાજે ૧૦ ટકાનો વધારો ઝિંક્યો છે. કાચા માલના ભાવ વધવાને કારણે સ્ટીલ ઉત્પાદન કંપનીઓ જેમ કે એસ્સાર સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, તથા રાષ્ટ્રીય ઈસ્પાત વગેરેએ પોતાની કિંમતોમાં વધારો કરવાની ફરજ પડશે. આયર્ન ઓરના ભાવમાં ૧૦ ટકા જ્યારે ફાઈન્સના ભાવમાં ૮ ટકા જેટલો વધારો કરાયો છે એનએમડીસીના કાર્યવાહ ચેરમેન એન. કે. નંદાએ જણાવ્યું હતું. પ્રતિ ટન રૃપિયા ૨૫૦થી ૪૦૦નો વધારો કરાયો છે. ઊંચી શ્રેણીના ઓર જેમાં ૬૫ ટકા આયર્ન ઘટક હોય છે તેના પ્રતિ ટનના ભાવ હવે રૃપિયા ૫૪૦૦ થયા છે જ્યારે ૬૪ ટકા આયર્ન સાથેના ઓરના ભાવ પ્રતિ ટન રૃપિયા ૨૮૦૦ થયા છે એમ નંદાએ જણાવ્યું હતું.
દેશની આયર્ન ઓર બજારમાં એનએમડીસી ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. આયર્ન ઓરના ભાવ વધતા અમારો ઉત્પાદન ખર્ચ વધી જશે અને આ ભાવવધારો ગ્રાહકો પર પસાર કરવા સિવાય અમારી પાસે છૂટકો નથી એમ એક સ્ટીલ કંપનીના સીઈઓએ જણાવ્યું હતું. અમે નવું ભાવ લિસ્ટ બનાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જાહેર કરાશે. જે સ્ટીલ ઉત્પાદકો પાસે પોતાની ખાણો નથી તેમની માટે આ ભાવ વધારો આકરો સાબિત થશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. રેલવે દ્વારા માર્ચ મહિનામાં નૂર દરમાં કરાયેલા વધારાનો ભાર સ્ટીલ ઉત્પાદકો આ અગાઉથી જ ઝીલી રહ્યા છે.
આ ઉપરાંત ડોલર સામે રૃપિયો મંદ પડવાને કારણે કોકિંગ કોલ જેવા કાચા માલનો આયાત ખર્ચ પણ વધી ગયો છે. ૧ એપ્રિલથી રૃપિયામાં ૪ ટકા જેટલો ઘસારો આવ્યો છે. કર્ણાટકમાં ખાણના ખોદકામ પર પ્રતિબંધ આવ્યા બાદ સ્ટીલ ઉત્પાદકો આયર્ન ઓરની પૂરવઠા ખેંચ અનુભવી રહ્યા છે. ચાલુ વર્ષના પ્રારંભથી અત્યારસુધીમાં આયર્ન ઓરના ભાવમાં પ્રતિ ટન સરેરાશ ૬૦૦ રૃપિયાનો વધારો થયો છે જ્યારે ફાઈન્સમાં સરેરાશ રૃપિયા ૨૦૦ વધ્યા છે. ઘરઆંગણેના સ્ટીલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર આધારિત હોય છે.
ઘરઆંગણે સ્ટીલના ભાવ આયાત ભાવ કરતાં ઊંચા ન રહે તે જોવાનુું રહે છે અન્યથા આયાત માલ સામે ટકી રહેવાનું મુશકેલ બની રહે છે એેમ અન્ય એક સ્ટીલ ઉત્પાદકે જણાવ્યું હતું. માગ વધવાને કારણે જાન્યુઆરી બાદ સેઈલ તથા ટાટા સ્ટીલ જેવા મોટા સ્ટીલ ઉત્પાદકોએ પોતાના પ્રોડકટસના ભાવમાં રૃપિયા ૧૦૦૦થી રૃપિયા ૧૫૦૦નો વધારો કર્યો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સ્ટીલની માગમાં ૯-૧૦ ટકા વધારો થવાની અપેક્ષા રખાઈ રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved