Last Update : 03-May-2012, Thursday

 

ધિરાણના ઉપાડમાં થયેલો ઘટાડો
દેવાદારો દ્વારા જાણીબુઝીને થતાં ડીફોલ્ટમાં ૪૫ ટકાનો વધારો

કરજને પરત ચુકવવાની શક્તિ હોવા છતાં ઉદારતાનો ગેરલાભ લઈને રકમ નહીં ભરપાઈ કરનારા એકમો વધ્યાં

અમદાવાદ, બુધવાર
નાણાંકીય વર્ષ ૨૦૧૨ દરમિયાન બેંકોમાંથી ધિરાણ ઉપાડનું પ્રમાણ પાછલા ૨૦.૬ ટકાથી ઘટીને ૧૭ ટકા થયું છે. અર્થાત, બેંકમાંથી લોન લેવાનું પ્રમાણ લોકોમાં ઓછું થયું છે જે બેંકો માટે એક પ્રકારે સારી વાત હશે. પરંતુ, તેની સાથે અગાઉ લોન અથવા ધિરાણ લીધા પછી રકમ ભરપાઈ કરવાની પૂરી શક્તિ હોવા છતાંય દેવાંને પુનઃચુક્તે નહીં કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આવા વિલફુલ ડીફોલ્ટર્સ અથવા જાણીબુઝીને નાદારી દર્શાવનારાઓની ટકાવારી વધીને ૪૫ ટકા થઈ હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
નોન પર્ફોર્મિંગ એસેટ અથવા બેડ લોન્સના વધતાં જતાં પ્રમાણને અટકાવવા માટે બેંકો દ્વારા પગલાં ભરાયાં છે. ધિરાણ આપવા માટે તેમણે મંજૂરીના અત્યંત કડક ધારાધોરણો બનાવ્યાં છે તેમ જ તેની સાથે રિકવરીના નિયમો પણ ચુસ્ત છે. જેને કાયદાકીય પીઠબળ મળેલું છે તેમ છતાં તે બધાને ઐસી તૈસી કરીને લોન પરત નહીં ભરનારા લોકો વધી રહ્યાં છે.
સપ્ટેમ્બર ૨૦૧૦માં આવા વિલફુલ ડીફોલ્ટર્સ પાસે સલવાયેલી રકમ રૃા. ૧૩,૨૩૫ કરોડ હતી, જે સપ્ટેમ્બર ૨૦૧૧ને અને ૪૫ ટકા વધીને રૃા. ૧૯,૨૨૧ કરોડ થઈ હતી.
ક્રેડિટ ઈન્ફર્મેશન બ્યુરો (ઈન્ડિયા) લિમિટેડ (સીબીલ) દ્વારા પાછલા વર્ષે ૩૭૦૦ ખાતાને વિલફુલ ડીફોલ્ટ તરીકે વર્ગીકૃત કરાયા હતાં જેની સંખ્યા આ વર્ષે વધીને ૪૧૧૪ થઈ છે. સપ્ટેમ્બર ૨૦૦૯ સુધીમાં આવા વિલફુલ ડીફોલ્ટર્સ પાસે રૃા. ૧૦,૩૯૫ કરોડ ફસાયેલા હતાં.
ઋણધારકને તેણે દર્શાવેલા હેતુ માટે લોન અપાઈ હોય અને તે હેતુસર જો તે ધિરાણનો ઉપયોગ ના કરે તેમ જ રકમને અન્ય કાર્યમાં ખર્ચે અથવા ચાઉં કરી જાય તેમ જ તેની પાસે બીજા કોઈ સ્વરૃપમાં એસેટ ના હોય તો તે કિસ્સામાં તે યુનિટના લોન એકાઉન્ટને વિલફુલ ડીફોલ્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નિયમાનુસાર ધિરાણકર્તાઓ આવા વિલફુલ ડીફોલ્ટર્સ સામે ફોજદારી કાર્યવાહી કરી શકે છે અને જ્યાં શક્ય હોય ત્યાં કસૂરવાર એકમના મેનેજમેન્ટને બદલવાનો સકારાત્મક અભિગમ બેંકો અને નાણાં સંસ્થાઓએ રાખવો જોઈએ.
રૃા. ૩,૩૯૫ કરોડને પુનઃચુક્તે કરવામાં ઠાગાઠૈયા કરતાં હોય એવાં કરજદારોના સૌથી વધારે ખાતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)માં છે. તેના પછીના ક્રમે રૃા. ૨,૨૯૨ કરોડ સાથે કોટક મહિન્દ્રા બેંક, રૃા. ૧,૭૨૧ કરોડ સાથે કેનેરા બેંક અને રૃા. ૧,૧૩૭ કરોડ સાથે સેન્ટ્ર્લ બેંક ઓફ ઈન્ડિયા (સીબીઆઈ) આવે છે.
બેંકરોના જણાવ્યા પ્રમાણે વિલફુલ એકાઉન્ટસમાં રિકવરીની પ્રક્રિયા કંટાળાજનક અને લાંબી છે. તેમાં વર્ષો નીકળી જાય છે. ઘણાં કિસ્સામાં કાનૂની કાર્યવાહી વખતે કોઈ અસ્કયામત હાથ લાગતી નથી અને કેટલીક વાર તો પ્રમોટર જ શોધ્યે મળતાં નથી.
રિઝર્વ બેંક મુજબ વિલફુલ ડીફોલ્ટ કરતી લિસ્ટેડ કંપની, ઉદ્યોગસાહસિક અને ખાનગી કંપની વગેરે કે જે ધિરાણને અન્યત્ર વાળતા હોય અથવા ઓળવી જતાં હોય તો તેમને પાંચ વર્ષ સુધી વધારાની કોઈ સવલત ના આપવી તેમ જ સંસ્થાકીય ધિરાણ ના આપવું જોઈએ. આમ છતાં, પાછળથી તેણે નિયમને સહેજ હળવો બનાવ્યો હતો અને જો વિલફુલ ડિફોલ્ટર તેના કસૂરને સુધારવા માગતો હોય તેની લોનને રિસ્ટ્રક્ચર-પુનઃગઠિત કરી શકાય તેમ નક્કી કર્યુ હતું. ધિરાણકર્તા અથવા તો બેંકની જાણ બહાર કરજદાર ગીરો અથવા જામીન તરીકે અપાયેલી મિલકતને બારોબાર વેચી અથવા કાઢી નાખવાનો પ્રયત્ન કરે તો તેને વિલફુલ ડીફોલ્ટર તરીકે વર્ગીકૃત કરાય છે.
ક્રિસિલનું રેટિંગ ધરાવતી ૧૮૮ સંસ્થા ડીફોલ્ટ થઈ છે, જે કોઈ પણ એક વર્ષની સૌથી વધારે સંખ્યા છે. વર્ષ ૨૦૧૧-૧૨માં રેટેડ સંસ્થાઓનો ડીફોલ્ટ રેટ વાર્ષિક ધોરણે ૩.૪ ટકા થયો છે, જે છેલ્લાં ૧૦ વર્ષનો સૌથી વધારે છે. બેંકોની વધેલી એનપીએ અને કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગમાં પણ તેનું પ્રતિબિંબ પડે છે.
સૌથી વધારે વિલફુલ ડીફોલ્ટર્સ ધરાવતી બેંકો
(૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૧ને અંતેની સ્થિતિ, રૃા કરોડમાં)

બેંક

રકમ

ખાતાની સંખ્યા

એસબીઆઈ

૩૩૯૫

૭૧૯

કોટક મહિન્દ્રા

૨૨૯૨

૫૪

કેનેરા

૧૭૨૧

૫૦૭

સેન્ટ્રલ બેંક

૧૧૩૭

૫૮૨

ઓબીસી

૧૦૧૪

૧૯૭

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved