Last Update : 03-May-2012, Thursday

 
ચણા, મરી, રાયડો તથા મસ્ટર્ડ વાયદામાં ડિલીવરી ડિફોલ્ટ માટે પેનલ્ટીના દરોમાં કરાયેલા ફેરફારો
 

નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરીવેટીવ્ઝ એક્સચેન્જ લિ. (એનસીડેક્સ)ના જણાવ્યા મુજબ ચણા, મરી, રાયડો તથા સરસવ (મસ્ટર્ડ સીડ)ના વાયદામાં સેલર્સ (વેચાણકર્તા) દ્વારા) ડિલીવરીમાં ડિફોલ્ટના કિસ્સામાં પેનલ્ટીના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવી પેનલ્ટી હવે દોઢ ટકા વત્તા ફાઈનલ સેટલમેન્ટ પ્રાઈસ તથા એવરેજ પ્રાઈસના તફાવતની પધ્ધતિએ ગણવામાં આવનાર છે. કોન્ટ્રેકટની એક્સપાયરી પછીના પાંચ દિવસના ભાવો પૈકી ૩ હાઈએસ્ટ સ્પોટ ભાવોની ગણતરી કરીને એવરેજ ભાવો નક્કી કરવામાં આવનાર છે. આ નવા માળખાના દરો ચણા, મરી, રાયડો તથા મસ્ટર્ડના વાયદામાં મે-૨૦૧૨ અને ત્યાર પછીના મહિનાઓમાં પાકતા (એક્સપાયર થતા) કોન્ટ્રેકટસને લાગુ પાડનાર છે.
કોપર તથા ટીનમાં વધ્યાભાવથી રૃ.૫૦૦ તૂટયા ઃ હિન્દુસ્તાન ઝીંકે ભાવો વધાર્યા
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપરના ભાવો વધતા અટકી પ્રત્યાઘાતી ઝડપી ઘટાડા પર રહ્યા હતા જયારે જસત વધી આવી હતી. ટીન નરમ હતું. એલ્યુ.માં હવામાન મિશ્ર રહ્યું હતું. અન્ય ધાતુઓ શાંત રહી હતી. હિન્દુસ્તાન ઝીંકે જસતના ભાવો ટનના રૃ.૧૭૦૦ જયારે સીસાના ભાવો ટનના રૃ.૧૯૦૦ વધાર્યા હતા સામે કેડમિયમના ભાવો કિલોના રૃ.૨ વધાર્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે કિવ.ના ભાવો જસતના રૃ.૧૦૦ વધી રૃ.૧૩૫૦૦ રહ્યા હતા. જો કે કોપર વાયર બારના ભાવો રૃ.૫૦૦ તૂટી રૃ.૫૧૪૦૦ રહ્યા હતા સામે કોપર સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૫૦૦ નીચા બોલાઈ રહ્યા હતા. જો કે બ્રાસ સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦ વધી આવ્યા હતા. એલ્યુ. સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦ ઘટી રૃ.૧૧૦૦૦ રહ્યા હતા સામે ઈન્ગોટના ભાવો રૃ.૧૩૫૦ ૦ના મથાળે શાંત રહ્યા હતા. ટીનના ભાવો કિવ.ના રૃ.૫૦૦ તૂટી રૃ.૧૩૪૫૦૦ રહ્યા હતા જયારે નિકલના ભાવો રૃ.૧૧૦૫૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા. સીસાના ભાવો રૃ.૧૨૩૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. દરમિયાન, બોમ્બે મેટલ એક્સચેન્જે કોપર વાળા બારના બેન્ચમાર્ક ભાવો ટનના રૃ.૪૮૯૪૫૩ વાળા વધારી રૃ.૪૯૧૮૮૪ નક્કી કર્યાના નિર્દેશો હતા. લંડન મેટલ એક્સ.માં આજે પણ મહિનાના ભાવો કોપરના વધ્યા ભાવથી ઘટી ૮૩૬૮ ડોલર, ટીનના ૨૨૫૧૦ ડોલર, નિકલના ૧૭૬૪૩ ડોલર, એલ્યુ.ના ૨૧૨૦ ડોલર, જસતના ૨૦૫૧ ડોલર તથા સીસાના ૨૧૬૧ ડોલર રહ્યા હતા ત્યાં આજે કોપરનો સ્ટોક ૨૬૦૦ ટન, ટીનનો ૨૫ ટન તથા નિકલનોે ૨૫ ટન ઘટયો હતો જયારે એલ્યુ.નો સ્ટોક ૧૦૦૦ ટન, જસતનો ૨૩૨૫ ટન અને સીસાનો ૧૫૦૦ ટન વધ્યાના સમાચારો હતા.
ભારત ખાંડની વધુ નિકાસ છૂટ આપશે એવી આશાએ વિશ્વ બજારમાં ભાવોે તૂટયા
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે નવા મહિનાનો આરંભ, માથે પગારની તારીખો તથા હવામાનમાં વધેલી ગરમી વચ્ચે માંગ સારી રહી હતી, ભાવો જો કે અથડાતા રહ્યા હતા, હાજર ભાવો કિવ.દીઠઔ રૃ.૨૯૧૨થી ૨૯૬૨ તથા સારાના રૃ.૩૦૦૨થી ૩૧૨૧ બોલાઈ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીના ભાવો રૃ.૨૮૬૦થી ૨૯૧૦ તથા સારાના રૃ.૨૯૬૦થી ૩૦૬૦ રહ્યા હતા. મિલો પર ભાવો નાકાના ભાવોથી રૃ.૮૫ જેટલા નીચા બોલાઈ રહ્યા હતા. ખાંડની વધુ નિકાસ છૂટ આપવી કે નહિં એ નક્કી કરવા તથા ખાંડ ઉદ્યોગમાં ડિકન્ટ્રોલના પ્રશ્ને ચર્ચા કરવા દિલ્હીમાં ગુરુવારે મળનારી મિટિંગ પર બજાર તથા ઉદ્યોગની નજર રહી છે. દરમિયાન, વિશ્વ બજારમાં મંગળવારે છેલ્લે રિફા. વ્હાઈટ સુગરના ભાવો ઓગસ્ટ વાયદાના ૩.૮૦ ડોલર ઘટી ૫૭૦.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
રૃમાં પચાવાતો ઉછાળો ઃ વિશ્વ બજારમાં મંદી અટકતા ન્યૂયોર્ક વાયદો ફરી ઉંચકાયો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો વધ્યા મથાળે સૂસ્ત રહ્યા હતા. મથકોએ ઓલ ઈન્ડિયા સ્તરે આવકો ૮૦થી ૯૦ હજાર ગાંસડી આવી હતી. સ્પોટ પર મિલોની તથા નિકાસકારોની નવી ખરીદી પાંખી રહી હતી. વિશ્વ બજારના સમાચારો જો કે મંદી અટકી ધીમો સુધારો બતાવતા હતા. ઘરઆંગણે આજે સ્પોટના ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૫૦૦૦થી ૩૫૫૦૦ બોલાઈ રહ્યા હતા. કડી લાઈનમાં રૃ.૩૪૮૦૦માં વેપારો થયાની ચર્ચા હતી મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્ર લાઈનમાં ભાવો ફરધર પાકના માલોના રૃ.૨૮૦૦૦થી ૩૧૦૦૦ રહ્યા હતા જયારે સારા માલોના ભાવો રૃ.૩૩૫૦૦થી ૩૪૫૦૦ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાજુ નીચામાં રૃ.૩૩૫૦થી ૩૪૫૦ તથા સારાના રૃ.૩૬૫૦થી ૩૭૨૦ રહ્યાના સમાચારો હતા. ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો મંદી અટકી પ્રત્યાઘાતી ૨૬, ૨૮ તથા ૧૨ પોઈન્ટનો ધીમો સુધારો બતાવતા હતા. ઘર આંગણે મથકોએ સીસીઆઈની ખરીદી છૂટીછવાઈ જળવાઈ રહ્યાના નિર્દેશો હતા.
પામતેલમાં ૫૦૦થી ૬૦૦ ટનના વેપારો ઃ મલેશિયામાં વાયદામાં પીછેહઠ
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો બેતરફી વધઘટ વચ્ચે નરમ રહ્યા હતા. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૪૨૨ વાળા આજે રૃ.૩૪૦૦ ખુલી ઉંચામાં રૃ.૩૪૧૬ તથા નીચામાં રૃ.૩૩૮૦ વચ્ચે અથડાઈ છેલ્લે રૃ.૩૪૧૧ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૩૨૫ વાળા રૃ.૩૩૦૦ રહ્યા હતા જયારે દિવેલના હાજર ભાવો રૃ.૫ ઘટી કોમર્શિયલના રૃ.૬૯૦, એફએસજીના રૃ.૭૦૦ તથા એફએસજી કંડલાના રૃ.૬૯૦ રહ્યા હતા. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ મળીને ૭૮થી ૮૦ હજાર ગુણી આવી હતી અને મથકોએ ત્યાં હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૬૭૦ બોલાઈ રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૪૧૧ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૧૪૦૦થી ૧૫૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૨૯૩૦થી ૨૯૪૦ તથા દિવેલના રૃ.૬૬૫થી ૬૭૦ રહ્યા હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૩થી ૧૪ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૩૪ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા. જયારે મલેશિયામાં આજે પામતેલ વાદો છેલ્લે ૧૯ પોઈન્ટ નરમ રહ્યો હતો. ઈન્દોર બજારમાં આજે સોયાતેલ વાયદો રૃ.૭૭૮ થઈ છેલ્લે રૃ.૭૭૪.૮૦ રહ્યો હતો. મુંબઈમાં આજે પામતેલના ૫૦૦થી ૬૦૦ ટનના વેપારો થયા હતા. બજારમાં હાજર ભાવો પામતેલના રૃ.૬૬૨, સોયાતેલ રિફા.ના રૃ.૭૨૮ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૧૨૫૫ વાળા રૃ.૧૨૬૦ રહ્યા હતા. જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૧૩૦૦ તથા ૧૫ કિલોના રૃ.૧૯૮૫ રહ્યાના સમાચારો હતા. સિંગદાણામાં મથકોએ નિકાસકારોની ખરીદી જળવાઈ રહી હતી. ગુજરાત-સૌરાષ્ટ્ર બાજુ નવા ઉનાળુ પાકની આવકોની રાહ જોવાઈ રહી હતી, દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ભાવો કપાસિયા તેલના રૃ.૭૦૫, કોપરેલના રૃ.૬૯૦, સનફલાવરના રૃ.૬૭૦, રિફા.ના રૃ.૭૪૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવો રૃ.૨૯૬૦૦ વાળા રૃ.૩૦૦૦૦ રહ્યા હતા જયારે કપાસિયા ખોળના ભાવો રૃ.૧૦૦ ઘટી રૃ.૧૩૭૦૦ રહ્યા હતા. અન્ય ખોળો શાંત રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved