Last Update : 03-May-2012, Thursday

 

માર્ચમાં નિકાસોમાં નેગેટીવ વૃદ્ધિ, ઓટો કંપનીઓના વેચાણમાં એપ્રિલમાં સાધારણ વૃદ્ધિ
કોર્પોરેટ પરિણામોની તેજીએ સેન્સેક્ષનો ૧૧૪ પોઇન્ટનો સુધારો યુરોપ- ઓટો શેરની નરમાઇએ ધોવાયો

ઓટો ઇન્ડેક્ષ ૧૮૩ પોઇન્ટ ગબડયો ઃ ડોલર ઇન્ટ્રા-ડે ૫૩ કુદાવતા આઇટી શેરોમાં તેજી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, મંગળવાર
ભારતમાંથી માર્ચ ૨૦૧૨ મહિનામાં નિકાસો ૫.૭ ટકા ઘટીને જાહેર થતાં અને સપ્ટેમ્બર ૨૦૦૯ બાદ પ્રથમ વખત નિકાસમાં નેગેટીવ વૃદ્ધિ નોંધાઇ હોઇ સામે આયાતમાં ૨૪ ટકા જેટલી ઊંચી વૃદ્ધિએ ભારતની વેપાર ખાધમાં ચિંતાજનક જંગી વધારા તેમજ કોર્પોરેટ પરિણામોના મિશ્ર દોરમાં એફએમસીજી જાયન્ટ હિન્દુસ્તાન યુનીલીવરની નેટ નફામાં ૨૧ ટકાની ઉંચી વૃદ્ધિએ ઉત્કૃષ્ટ કામગીરી સામે ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલના એનાલીસ્ટોની અપેક્ષાથી ઊણા પરિણામ છતાં ઇબીટા માર્જીન ૩૩.૩ ટકા હાંસલ થતા મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગનો આરંભ પોઝિટીવ થયો હતો. યુ.એસ.માં મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિના આંકડા ગઇકાલે નેગેટીવ આવ્યા સાથે યુરોપમાં સ્પેન ફરી મંદીમાં સરી પડયાના ચિંતાજનક અહેવાલને અવગણી ચીનની મેન્યુફેક્ચરીંગ પ્રવૃત્તિમાં એપ્રિલમાં વૃદ્ધિએ એશીયાના બજારોમાં તેજીના ટોને ટ્રેડીંગની શરૃઆત સાથે મુંબઇ શેરબજારોમાં હિન્દુસ્તાન યુનીલીવર, ભારતી એરટેલ, ટીસીએસની આગેવાનીમાં સેન્સેક્ષ આગલા બંધ ૧૭૩૧૮.૮૧ સામે ૧૭૩૭૦.૯૩ મથાળે ખુલીને શરૃઆતના કલાકમાં જ અન્ય શેરો હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, ડીએલએફના સથવારે ૧૧૩.૫૨ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૪૩૨.૩૩ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળે ઓટો કંપનીઓના એપ્રિલ મહિનાના વાહનોના વેચાણમાં સાધારણથી નબળી વૃદ્ધિના આંકડાની નેગેટીવ અસર વધતા ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, બજાજ ઓટોમાં ફંડોનું ઓફલોડીંગ વધ્યું હતું. આ સાથે યુરોપના દેશોના દર્મની સહિત બેરોજગારીના આંકડા ચિંતાજનક વધીને ૧૫ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા યુરોપના બજારોની નરમાઇ પાછળ સ્થાનિકમાં પણ શેરોમાં ઉછાળે વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્ષનો સુધારો ૧.૧૮ વાગ્યા સુધીમાં ધોવાઇ જઇ નેગેટીવ ઝોનમાં આવી ગયો હતો. જે બપોરે ૨.૩૦ વાગ્યા બાદ ફરી ક્ષણિક પોઝિટીવ બન્યો હતો, પરંતુ છેલ્લી ૨૦ મીનિટમાં વેચવાલીનું દબાણ વધતા નેગેટીવ બની અંતે ૧૬.૯૦ પોઇન્ટ ઘટીને ૧૭૩૦૧.૯૧ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ઉપરમાં ૫૨૭૯ સુધી જઇ નીચામાં ૫૨૨૬ સુધી ગબડયો ઃ ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ફ્રા.માં ઓફલોડીંગ
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૪૮.૧૫ સામે ૫૨૫૪.૩૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૨૭૯.૬૦ સુધી પહોંચી જઇ પાછો ફરી ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, ગ્રાસીમ, એસીસી, અંબુજા સિમેન્ટ, કોલ ઇન્ડિયા, ટાટા પાવર, બીપીસીએલ, બજાજ ઓટો, એનટીપીસી, બેંક ઓફ બરોડા, પાવર ગ્રીડ, જેવી એસોસીયેટસ, રિલાયન્સ ઇન્ફ્રા.માં વેચવાલી નીકળતા સુધારો ધોવાઇ જઇ નીચામાં ૫૨૨૬.૪૫ સુધી જઇને અંતે ૯ પોઇન્ટ ઘટીને ૫૨૩૯.૧૫ બંધ હતો.
નિફ્ટી ૫૨૦૦નો પુટ ૭૬.૨૫થી નીચામાં ૬૧.૬૦ થઇ ઉપરમાં ૮૭.૨૫ જઇ ૮૩.૩૫ ઃ એપ્રિલ ફ્યુચર ૫૩૦૧ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી મે ફ્યુચર ૨,૧૨,૧૩૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૫૯૧ કરોડના ટર્નઓવરે ૫૨૬૭.૮૫ સામે ૫૨૮૧.૩૦ ખુલી ઉપરમાં ૫૩૦૧.૭૦ સુધી જઇ પાછો ફરી નીચામાં ૫૨૩૬.૦૫ થઇ અંતે ૫૨૪૨.૮૦ હતો. નિફ્ટી ૫૩૦૦નો કોલ ૨,૯૨,૪૯૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૮૭૯ કરોડના ટર્નઓવરે ૮૬.૨૫ સામે ૯૨ ખુલી ઉપરમાં ૧૦૦.૨૦ થઇ પાછો ફરી નીચામાં ૭૧ સુધી જઇ છેલ્લે ૭૩.૧૦ હતો. નિફ્ટી ૫૨૦૦નો પુટ ૨,૬૭,૧૭૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૦૪૪ કરોડના ટર્નઓવરે ૭૬.૨૫ સામે ૭૨.૧૦ ખુલી નીચામાં ૬૧.૬૦ થઇ ઉપરમાં ૮૭.૨૫ સુધી જઇ છેલ્લે ૮૩.૩૫ બોલાતો હતો.
નિફ્ટી ૫૪૦૦નો કોલ ઉપરમાં ૫૫.૬૫થી નીચામાં ૩૭.૦૫ ઃ ૪૮૦૦નો પુટ ૬.૪૦ થઇ વધીને ૯.૮૦
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૨,૧૧૦૦૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૭૪૭ કરોડના ટર્નઓવરે ૪૬.૫૫ સામે ૫૦ ખુલી ઉપરમાં ૫૫.૬૫ થઇ નીચામાં ૩૭.૦૫ સુધી જઇ છેલ્લે ૩૭.૯૫ હતો. નિફ્ટી ૫૧૦૦નો પુટ ૪૬.૭૦ સામે ૪૪.૧૦ ખુલી નીચામાં ૩૬.૭૦ થઇ ઉપરમાં ૪૪.૧૦ સુધી જઇ છેલ્લે ૫૧.૪૦ હતો. નિફ્ટી ૪૮૦૦નો પુટ ૮.૭૦ સામે ૭.૬૫ ખુલી નીચામાં ૬.૪૦થી ઉપરમાં ૧૦.૧૦ થઇ અંતે ૯.૮૦ હતો.
ભારતી એરટેલનો નફો ૨૮ ટકા ઘટયો છતાં ૩૩ ટકા ઇબીટા માર્જીને શેર રૃા. ૮ વધીને રૃા. ૩૧૮
ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલનો ચોથા ત્રિમાસિકનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૨૮.૧૯ ટકા ઘટીને રૃા. ૧૦૦૬ કરોડ અને કુલ આવક ૧૫ ટકા વધીને રૃા. ૧૮૭૨૯ કરોડ થયા છતાં કંપનીનું ઇબીટા માર્જીન ખર્ચ કાપને પગલે ૩૩.૩ ટકા પ્રોત્સાહક હાંસલ થતાં અને કંપનીના ગ્રાહકોની સંખ્યા ૨૦ દેશોમાં મળીને ૨૫ કરોડથી વધુ થઇ ગયાના ભારતી એરટેલના સીએમડી સુનિલ ભારતી મિતલના નિવેદન સાથે વપરાશકાર દીઠ સરેરાશ આવક પાછલા ત્રિમાસિકના રૃા. ૧૮૭થી વધીને રૃા. ૧૮૯ હાંસલ થતાં અને ફોન પર સબસ્ક્રાઇબરના ત્રિમાસિક મિનિટ વપરાશ ૨.૯ ટકા વધીને ૪૩૧ મીનિટ થતાં શેરમાં લેવાલીએ રૃા. ૭.૬૫ વધીને રૃા. ૩૧૭.૯૫ રહ્યો હતો.
હિન્દુસ્તાન યુનીલીવર ઉત્કૃષ્ટ પરિણામે રૃા. ૯ વધીને રૃા. ૪૨૫ ઃ રેકોર્ડ નવી રૃા. ૪૩૩ ઊંચી સપાટી
એફએમસીજી જાયન્ટ હિન્દુસ્તાન યુનીલીવરે ગઇકાલે ચોથા ત્રિમાસિકનો નેટ નફો ૨૦.૬૩ ટકા વધીને રૃા. ૬૮૬.૬૧ કરોડ અને કુલ આવક ૧૬.૦૫ ટકા વધીને રૃ-ા. ૫૮૩૫.૮૬ કરોડ હાંસલ કરતા શેર આજે ઇન્ટ્રા-ડે રૃા. ૪૩૩.૯૦ નવી રેકોર્ડ ઉંચી સપાટી બનાવી અંતે રૃા. ૮.૬૫ વધીને રૃા. ૪૨૫ રેકોર્ડ સપાટીએ રહ્યો હતો.
એપ્રિલના નબળા વેચાણ આંકડાએ ટાટા મોટર્સ રૃા. ૧૨ તૂટયો ઃ મારૃતી રૃા. ૩૮, બજાજ રૃા. ૩૦ ઘટયા
ઓટોમોબાઇલ કંપનીઓના એપ્રિલ, ૨૦૧૨ મહિનાના વાહનોના વેચાણના આંકડા એકંદર સાધારણ વૃદ્ધિના જાહેર થતાં ઓટો શેરોમાં વેચવાલી નીકળી હતી. ટાટા મોટર્સનું વેચાણ ૭ ટકા ઘટતા શેર રૃા. ૧૨.૧૦ ઘટીને રૃા. ૧૩૩૨.૧૦, બજાજ ઓટોના વેચાણમાં પણ નબળી વૃદ્ધિએ શેર રૃા. ૨૯.૯૫ ઘટીને રૃા. ૧૫૯૩.૧૫, મારૃતી સુઝુકીનું વેચાણ માત્ર ત્રણ ટકા વધતા અને કંપનીના ચોથા ત્રિમાસિકના નેટ નફામાં ત્રણ ટકા ઘટાડાની અસરે શેર રૃા. ૩૭.૮૦ ઘટીને રૃા. ૧૩૩૨.૧૦ રહ્યા હતાં.
મહિન્દ્રાનું વેચાણ ૨૭ ટકા વધતા શેર વધીને રૃા. ૭૧૫ ઃ હીરો મોટોકોર્પનો નફો ૨૦.૩૩ ટકા વધતા શેર વધ્યો
ઓટો શેરોમાં અન્યોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું એપ્રિલમાં વેચાણ ૨૭ ટકા વધીને ૪૦૭૧૯ વાહનોનું જાહેર થતા અને ટ્રેક્ટરનું સ્થાનિક વેચાણ ૯.૫૩ ટકા ઘટીને ૧૬૦૪૯ ટ્રેક્ટરનું થયા સાથે નિકાસ-સ્થાનિક મળીને વેચાણ ૧૮૫૩૦થી ઘટીને ૧૬૭૯૭ ટ્રેક્ટરનું થયા છતાં કંપનીના વાહનોના વેચાણમાં એકત્રીત ૨૭ ટકાની ઉંચી વૃદ્ધિએ શેર રૃા. ૪.૮૦ વધીને રૃા. ૭૧૪.૯૫ રહ્યો હતો. ટુ-વ્હીલર જાયન્ટ હીરો મોટોકોર્પનો ચોથા ત્રિમાસિકનો નેટ નફો ૨૦.૩૩ ટકા વધીને રૃા. ૬૦૩.૫૯ કરોડ અને કુલ આવક ૧૨.૨૨ ટકા વધીને રૃા. ૬૧૩૯.૯૦ કરોડ થતાં શેરમાં મજબૂતીએ રૃા. ૧૦.૧૦ વધીને રૃા. ૨૨૪૫ રહ્યા હતાં.
ડોલર ૫૩ની સપાટી કુદાવી ઃ આઇટી શેરોમાં તેજી ઃ ટીસીએસ રૃા. ૨૩ વધીને રૃા. ૧૨૬૮
રૃપિયા સામે ડોલરની મજબૂતી આજે ૫૩ની સપાટી પાર કરી જતાં અને યુ.એસ.ના મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિના આંકડા ધારણાથી નબળા છતાં રીકવરીના અહેવાલે આઇટી-સોફ્ટવેર કંપનીઓ માટે આઉટસોર્સીંગ બિઝનેસ વધવાના નાસ્કોમના ચેરમેન એન. ચંદ્રશેખરના નિવેદન વનચ્ચે આઇટી શેરમાં આકર્ષણ વધ્યું હતું. ટીસીએસ તાજેતરના પરિણામ સાથે ઉજળા આવક અંદાજોએ શેર રૃા. ૨૨.૮૦ વધીને રૃા. ૧૨૬૭.૭૦, ઇન્ફોસીસ રૃા. ૮.૬૫ વધીને રૃા. ૨૪૭૧.૨૫, એમ્ફેસીસ રૃા. ૮.૮૦ વધીને રૃા. ૩૭૬.૭૦, એચસીએલ ટેક્નોલોજી રૃા. ૫.૯૫ વધીને રૃા. ૫૧૭.૯૫ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૪૧.૭૭ પોઇન્ટ વધીને ૫૭૪૬.૦૮ રહ્યો હતો.
પાવર, કેપિટલ ગુડઝ, સિમેન્ટ શેરોમાં વેચવાલી ઃ રિલાયન્સ પાવર, ટાટા પાવર, એસીસી, અંબુજા ઘટયા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં એફઆઇઆઇના ઓફલોડીંગે ટાટા પાવર રૃા. ૨.૪૦ ઘટીને રૃા. ૧૦૩.૧૦, એનટીપીસી રૃા. ૨.૬૫ ઘટીને રૃા. ૧૫૯.૭૫, લાર્સન રૃા. ૧૧.૨૫ ઘટીને રૃા. ૧૨૧૫.૦૫, ભેલ રૃા. ૧.૦૫ ઘટીને રૃા. ૨૨૩.૮૫, રિલાયન્સ પાવર રૃા. ૨.૯૫ ઘટીને રૃા. ૧૦૩.૯૦, લેન્કો ઇન્ફ્રા. રૃા. ૧૩.૬૮, પાવર ગ્રીડ કોર્પ રૃા. ૨ ઘટીને રૃા. ૧૦૯.૨૦, એબીબી રૃા. ૧૧.૫૫ ઘટીને રૃા. ૮૦૧.૮૫, સિમેન્સ રૃા. ૮.૩૫ ઘટીને રૃા. ૭૬૬.૪૦, પુંજ લોઇડ રૃા. ૧.૬૦ ઘટીને રૃા. ૫૨.૨૦, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃા. ૧૨.૬૦ ઘટીને રૃા. ૩૭૯.૫૦ રહ્યા હતા. સિમેન્ટ કંપનીઓના એપ્રિલ મહિનાના વેચાણના આંકડા પણ સાધારણ વૃદ્ધિના નીકવડતા અને કાર્ટેલ વિરુદ્ધ તોળાતા પગલાંએ સિમેન્ટ શેરોમાં એસીસી, અંબુજા સિમેન્ટ, ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટયા હતાં.
એફઆઇઆઇની રૃા. ૨૩૭ કરોડની ખરીદી ઃ ડીઆઇઆઇની પણ રૃા. ૭૧ કરોડની ખરીદી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૨૩૭.૪૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૨૨૪૧.૭૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૦૦૪.૨૩ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૭૧.૧૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૯૩૯.૨૫ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૮૬૮.૧૩ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
માર્કેટબ્રેડથ પોઝિટીવમાં નેગેટીવ બની ઃ ૧૪૬૫ શેરો ઘટયા છતાં ૨૨૫ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપ શેરોમાં પણ નવી મોટી ખરીદીમાં સાવચેતી સામે ઉછાળે વેચીને હળવા થવાના માનસે માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૩૩ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૫ અને વધનારની ૧૩૩૩ રહી હતી. અલબત્ત ૨૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૯૮ શ ેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
ચીનના ઉંચા મેન્યુફેક્ચરીંગ પીએમઆઇએ સાંઘાઇ ૪૨ પોઇન્ટ વધ્યો ઃ યુરોપમાં બેરોજગારી ૧૫ વર્ષની ટોચે
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૨૯.૩૦ પોઇન્ટ વધીને ૯૩૮૦.૨૫ હોંગકોંગનો હેંગસેંગ ૨૧૪.૮૭ પોઇન્ટ વધીને ૨૧૩૦૯.૦૮, ચીનના મેન્યુફેક્ચરીંગ પીએમઆઇ માર્ચની તુલનાએ એપ્રિલમાં વધીને ૪૯થી વધુ આવતા સાંઘાઇ કોમ્પોઝિટ ૪૨.૧૨ પોઇન્ટ વધીને ૨૪૩૮.૪૪, તાઇવાન વેઇટેજ ૧૭૫.૦૯ પોઇન્ટ વધીને ૭૬૭૬.૮૧ રહ્યા હતા. યુરોપમાં સ્પેન ફરી મંદીમાં ખાબકતા અને હવે જર્મની સહિત યુરોપના દેશોમાં બેરોજગારી ચિંતાજનક વધીને ૧૫ વર્ષની ઉંચી સપાટીએ પહોંચતા યુરોપના બજારોમાં ૧૦થી ૪૫ પોઇન્ટની નરમાઇ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved