Last Update : 03-May-2012, Thursday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૯-૪-૨૦૧૨ રવિવારથી તા.૫-૫-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ)

 

જેમ જેમ સપ્તાહ પસાર થાય તેમ તેમ તમારા કામમાં હળવાશ, રાહત અનુભવતા જાવ. મે મહિના પ્રારંભમાં યાત્રા પ્રવાસ, મીલન, મુલાકાતથી યશ-પદ-ધનની પ્રાપ્તિથી આનંદ રહે. નોકરી, ધંધાના કામમાં સાનુકૂળતા રહે. જવાબદારીવાળા કામનો ઉકેલ આવતો જાય. નવીન ખરીદી થાય. ઉઘરાણીના નાણાં આવવાથી, વધારાની આવકથી, સીઝનલ આવકથી નાણાંકીય ચંિતા-મુંઝવણ ઓછી થાય. તા. ૨૯ એપ્રિલ રવિ ચંિતા-ઉચાટ-વ્યસ્તતા રહે. ૩૦ સોમ નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું. તા. ૧ મે મંગળ ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિન સાનુકૂળતાનો રહે. ૨ બુધ ધર્મકાર્ય થાય, નોકરી-ધંધાનું કામ થાય. ૩ ગુરૂ વધારાના કામ અંગે, રોજીંદા કામ અંગે ચંિતા, ખર્ચ. ૪ શુક્ર બજારોની વધઘટમાં સંભાળવું પડે. ૫ શનિ ઘર-પરિવાર-સંતાન-પત્નીના પ્રશ્નમાં ચંિતા પછી હળવાશ, રાહત-આનંદ અનુભવાય.

 

વૃષભ (બ.વ.ઉ)

 

આપને એક દિવસ આનંદ ઉત્સાહમાં અને એક દિવસ ચંિતા-ઉચાટ-બેચેનીમાં પસાર થતો જણાય. નવીન ખરીદીમાં, મકાનના રીનોવેશનમાં, વાહનના કામકાજમાં ખર્ચ-ચંિતા-દોડધામ છતાં સમયસર તમારું કામ ઉકેલાય નહીં. નોકરી, ધંધામાં કામ કરો પરંતુ મહેનતના પ્રમાણમાં ફળ ઓછું જણાય. આવક થાય પરંતુ કામની કદર થાય નહીં. આંખમાં કસ્તર, જીવાત પડવાથી, આંજણીથી કે અન્ય દર્દપીડાથી સંભાળવું. તા. ૨૯ એપ્રિલ રવિ હળવાશ, રાહત રહે. ૩૦ સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧ મે મંગળ ગુજરાત રાજ્ય- મહારાષ્ટ્ર રાજ્યના સ્થાપના દિને જવાબદારીવાળા કામમાં ચંિતા-ઉચાટ, શ્રમ-થાક કંટાળો અનુભવાય. ૨ બુધ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૩ ગુરૂ આક્ષેપ અપયશ-વિવાદથી સંભાળવું. ૪ શુક્ર ચંિતા છતાં કામમાં પ્રગતિ. ૫ શનિ વધારાનો ખર્ચ થાય. બહાર જવું પડે.

 

મિથુન (ક.છ.ઘ)

 

શનિની પ્રતિકૂળતા મે મહિનાના પ્રારંભમાં પત્ની, પુત્ર પૌત્રાદિકથી ચંિતા-ખર્ચ રખાવે. આપ ઘેર હોવ ત્યારે નોકરી-ધંધાની, રાજકીય, સરકારી કામગીરીની, જવાબદારીની ચંિતા રહે અને નોકરી-ધંધાના કામમાં હોવ ત્યારે ઘર-પરિવારના પ્રશ્ને ચંિતીત રહો. બજારોની વધઘટમાં નુકશાન થાય નહીં તેની તકેદારી, સાવધાની રાખવી. પરદેશની કાર્યવાહીમાં વિલંબ થાય. પરદેશથી આવનાર સગા સંબંધી, મિત્રવર્ગથી ચંિતા-ખર્ચ-કામમાં રૂકાવટ અનુભવો. તા. ૨૯ એપ્રિલ રવિ કામકાજમાં પ્રગતિ, સફળતા, આનંદ. ૩૦ સોમ નોકરી-ધંધાનું કામ થાય. ૧ મે મંગળ ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિને કામની, જવાબદારીની વ્યસ્તતા રહે. ૨ બુધ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૩ ગુરૂ સગાસંબંધી-મિત્રવર્ગથી ચંિતા ઉચાટ. ૪ શુક્ર નોકરી-ધંધાના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી. ૫ શનિ વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખવી.

 

કર્ક (ડ.હ.)

 

આપને મે મહિનાના પ્રથમ પખવાડીયા દરમ્યાન મકાન-જમીન-વાહન- મીલ્કતના પ્રશ્નમાં, ટ્રાવેલ્સના, મકાન બાંધકામના, દૂધ-મીઠાઈ તેમજ સોના-ચાંદીના વેપાર-ધંધામાં નાની-મોટી ચંિતા-મુશ્કેલી અનુભવાય. પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. સંયુક્ત પરિવાર, ધંધો, જવાબદારીમાં શાંતિ, રાહત જણાય નહીં. તા. ૨૯ એપ્રિલ રવિ વધારાના કામમાં ઘ્યાન આપી શકો. ૩૦ સોમ નોકરી-ધંધાના કામમાં ચંિતા-દ્વિધા રહે. ૧ મે, મંગળ ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિન કામની વ્યસ્તતાવાળો રહે. ૨ બુધ નોકરી, ધંધામાં સાનુકૂળતા, આવક થાય. ૩ ગુરૂ, યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, રસ્તામાં આવતા જતા સંભાળવું. ૪ શુક્ર શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૫ શનિ ઘર-પરિવારના, નોકરી-ધંધાના પ્રશ્નમાં ચંિતા-ઉચાટ રહે.

 

સંિહ (મ.ટ.)

 

શનિ અને રાહુની પ્રતિકૂળતાના કારણે આપના ઘર, પરિવારના, દેશ પરદેશના તેમજ નોકરી-ધંધાના કામમાં રૂકાવટ, મુશ્કેલી, ચંિતા, મુંઝવણ છતાં હસતા મોંઢે પોતાના રોજીંદા કે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરવો પડે. મે મહિનાના પ્રારંભે ધંધો, આવક જણાય. પરંતુ નવીન ખરીદીમાં, માલનો સંગ્રહ કરવામાં સંભાળવું. નોકરીમાં સ્થળાંતર માટેના પ્રયત્નમાં રૂકાવટ છતાં સાનુકૂળ પ્રગતિ જણાય. સરકારી નોકરી હોય તેમણે ઉપરી અધિકારી, સહકર્મચારીથી અપયશ, કામમાં રૂકાવટ, વિવાદથી સંભાળવું પડે.તા. ૨૯ એપ્રિલ રવિ ચંિતા-ખર્ચ. કામમાં રૂકાવટ. ૩૦ સોમ સરકારી, કાનૂની કામમાં, જવાબદારીમાં ચંિતા રહે. ૧ મે મંગળ ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિને જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ, રાહત થતી જણાય. ૨ બુધ શ્રમ-થાક-કંટાળો છતાં કામની વ્યસ્તતા. ૩ ગુરૂ નોકરી ધંધાના, ઘર પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. ૪ શુક્ર અન્યના કારણે ખર્ચ છતાં આનંદ. ૫ શનિ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં સંભાળવું.

 

કન્યા (પ.ઠ.ણ)

 

ચંિતા, પ્રતિકૂળતામાં પણ ફાયદો-લાભ થાય. નોકરી-ધંધાના, ઘર પરિવારના, પત્ની, સંતાનના, મિત્રવર્ગના કામ અંગે ખર્ચ થાય, બહાર જવાનું થાય પરંતુ હૃદય-મનની પ્રસન્નતા રહે. પરંતુ પેટ, કમર, ગુદા, પેશાબ કે આંખમાં દર્દપીડાથી, શસ્ત્રક્રિયાથી, હાડકાની તકલીફ પીડાથી ઘ્યાન રાખવું પડે. વડીલવર્ગની, પુત્ર પૌત્રાદિકની કામગીરીમાં આપે ઉતાવળ કર્યા વગર, શાંતિથી, સ્વસ્થતાથી કામમાં ઘ્યાન રાખવું જરૂરી રહેશે. ધંધો, આવક થાય. ઉઘરાણીના નાણાં છુટા થાય. નવો ધંધો મળી રહે. તા. ૨૯ એપ્રીલ રવિ આનંદ ઉત્સાહ રહે, બહાર જવાનું થાય. ૩૦ સોમ નોકરી-ધંધામાં ઘ્યાન આપી શકો. ૧ મે મંગળ જવાબદારીવાળા કામમાં બેઘ્યાન રહેવું નહીં. આળસ રાખવી નહીં. ૨ બુધ આકસ્મિક ખર્ચ, ચંિતા. ૩ ગુરૂ ચંિતા પછી રાહત. ૪ શુક્ર નોકરી-ધંધાના કામમાં જોખમ વધારવું નહીં. ૫ શનિ કૌટુંબીક કામમાં, પરિવારના કામમાં ચંિતા રહે.

 

તુલા (ર.ત.)

 

રૂપાના પાયે શનિનું પરિભ્રમણ મે મહિનાના પ્રથમ પખવાડીયામાં આકસ્મિક કોઈ કામમાં સફળતા અપાવે. વિલંબમાં પડેલા કામમાં પ્રગતિ જણાય. નિકટના સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. યાત્રા પ્રવાસ થાય. તેમ છતાં આપે મસ્તકમાં, પેટ, કમરમાં દર્દપીડાથી, પીચોટી ખસી જવાથી તકલીફ અનુભવી પડે. નોકરી-ધંધાના કે વ્યવહારિક, સામાજીક સંબંધ, વ્યવહારમાં, પુત્ર, પૌત્રાદિકના મિત્રવર્ગ કે સાસરી પક્ષના સંબંધમાં ખર્ચ થાય, ચંિતા વ્યસ્તતા અનુભવાય. આકસ્મિક કોઈનું આગમન કે મિલન આનંદમાં વધારો કરાવે.તા. ૨૯ એપ્રિલ રવિ સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા ખર્ચ. ૩૦ સોમ નોકરી, ધંધાની ચંિતા. ૧ મે મંગળ ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિન સાનુકૂળતાવાળો રહે. ૨ બુધ કામકાજમાં પ્રગતિ, ફાયદો. ૩ ગુરૂ બેંકના, નાણાંના વ્યવહારમાં ઘ્યાન રાખવું. ૪ શુક્ર દેશ પરદેશના સગા સંબંધી, મિત્રવર્ગના કામમાં ચંિતા-ખર્ચ પછી રાહત. ૫ શનિ ઉશ્કેરાટ, ગુસ્સો કર્યા વગર વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખવી.

 

વૃશ્ચિક (ન.ય)

 

આપના નોકરી-ધંધાના કે વ્યવહારીક, સામાજીક કામ અંગે, સાસરીપક્ષ કે પત્નીના કામ અંગે ચંિતા, ખર્ચ-વ્યસ્તતા જણાય. બહાર કે બહારગામ જવાનું થાય. પુત્ર પૌત્રાદિકથી ખર્ચ થાય. પરંતુ ચંિતા હળવી થવાથી રાહત અનુભવાય. સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં જુના-નવા સંબંધથી નોકરી, ધંધાનું તેમજ ખાતાકીય કામ ઉકેલાય. પ્રતિસ્પર્ધી તમારી ટીકા ટીપ્પણ કરે, રૂકાવટ કરે પરંતુ વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખવી જરૂરી રહેશે. તા. ૨૯ એપ્રિલ રવિ યાત્રા પ્રવાસ, મીલન મુલાકાતથી આનંદ રહે. ૩૦ સોમ કામકાજમાં પ્રગતિ, સફળતા. ૧ મે મંગળ ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિન આનંદ ઉત્સાહનો રહે. ૨ બુધ નોકરી-ધંધાના કામમાં, સરકારી કામમાં ચંિતા પછી સાનુકૂળતા, ૩. ગુરૂ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૪ શુક્ર પુત્ર પૌત્રાદિકથી ચંિતા, મતભેદ, ૫ શનિ આકસ્મિક ચંિતા-ઉપાધિ-ખર્ચ, નુકસાની.

 

ધન (ભ.ધ.ફ.ઢ)

 

આપને મે મહિના પ્રારંભે સગા સંબંધી, મિત્રવર્ગના, નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે. ક્ષણિક કોઈ લાભ ફાયદો, આવક થાય. વ્યવહારીક, સામાજીક કામની પોતાની અંગત કામની મુલાકાત, ચર્ચા વિચારણામાં સાનુકૂળતા રહે. યાત્રા પ્રવાસ થાય. આપના ખર્ચમાં વધારો થવા છતાં આપના વ્યવહાર સચવાય, કોઈ તકલીફ પડે નહીં. પરદેશ યાત્રા, ધર્મયાત્રાનું આયોજન ગોઠવાય. નિકટના સગા સંબંધી, મિત્રવર્ગથી સાનુકૂળતા રહે. યાત્રા પ્રવાસમાં નવી ઓળખાણ થાય. સીઝનલ ધંધાનું કામ મેળવી શકો. તા. ૨૯ એપ્રિલ રવિ બહારનું ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે. ૩૦ સોમ નોકરી-ધંધામાં તકલીફ, ચંિતા ૧ મે મંગળ કામકાજમાં પ્રગતિ, બહાર કે બહારગામ જવાનું થાય. ૨ બુધ બેંકના, નોકરી, ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ૩ ગુરૂ મકાન, જમીન, મિત્રવર્ગ, પરિવારના પ્રશ્નમાં ચંિતા રહે. ૪ શુક્ર પત્ની-પરિવાર-સાસરીપક્ષથી ચંિતા, કામકાજમાં રૂકાવટ, ૫. શની પુત્ર પૌત્રાદિકની ચંિતા રહે.

 

મકર (ખ.જ.)

 

ગ્રહોની પ્રતિકૂળતા શારીરિક, માનસિક ચંિતા, અસ્વસ્થતા રખાવે. નોકરી-ધંધામાં કે સગા સંબંધી, મિત્રવર્ગના પ્રશ્ને, પરિવારના પ્રશ્ને હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. પત્નીને વાહનથી, બિમારીથી, પિયરપક્ષથી ચંિતા-ખર્ચ-વ્યથા-પીડા અનુભવાય. નિકટના મિત્રવર્ગનો વિયોગ થાય કે સબંધ બગડે. નાણાંની લેવડ દેવડ, જામીનગીરી કે ભાગીદારીમાં ધંધો, કોઈને કરેલી મદદ તમારા માટે આપત્તિરૂપ બની જાય. તમે શાંતિથી ઉંઘી શકો નહીં. તેલ, લોખંડ, ધાતુના, દૂધ-મીઠાઈ-ખાંડના વેપાર-ધંધામાં જોખમ વધારવું નહીં. તા. ૨૯ એપ્રિલ રવિ આનંદ ઉત્સાહ રહે, બહાર જવાનું થાય. ૩૦ સોમ બપોર પછી બેચેની તકલીફ જણાય. ૧ મે મંગળ ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિને કોઈપણ કામમાં ગાફેલ રહેવું નહીં. ૨ બુધ તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૩ ગુરૂ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. વ્યસ્તતા રહે. ૪ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૫ શનિ અન્યના કારણે ચંિતા-ઉપાધિ-ઉચાટ, ઉદ્વેગ રહે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

મે મહિનાના પ્રારંભે એક દિવસ સાનુકૂળતાવાળો આનંદ ઉત્સાહનો રહે અને એક દિવસ ચંિતાનો રહે. શનિની સાનુકૂળતા આકસ્મિક કોઈ ફાયદો, લાભ અપાવે. સીઝનલ ધંધામાં ધંધો, આવક વધે. બહારગામના ધંધામાં વધારો થાય, ધંધાના કામ અંગે પ્રવાસ થાય. પરંતુ ખાવાપીવામાં, હરવા ફરવામાં તબિયત બગડે નહીં તેનું ઘ્યાન રાખવું. નવા આયોજન અંગે ચર્ચા વિચારણા થાય. નોકરીમાં જવાબદારીવાળા કામમાં વ્યસ્તતા છતાં યશ-સફળતા મળે, તમારા કામની કદર થાય. તા. ૨૯ એપ્રીલ રવિ વધારાનું કામ થાય. ૩૦ સોમ નોકરી-ધંધાના કામની પ્રગતિ. ૧ મે મંગળ હૃદય-મનની પ્રસન્નતા રહે તેવું કામ થાય. ૨ બુધ સાંજ પછી ચંિતા-ઉચાટ. ૩ ગુરૂ નોકરી-ધંધામાં ગાફેલ રહેવું નહીં, નાણાંકીય વ્યવહારમાં સાવધાની રાખવી. ૪ શુક્ર આરોગ્યની કાળજી રાખવી. ૫ શનિ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં સંભાળવું, ભાઈભાંડુ, નોકર ચાકરવર્ગથી ચંિતા-ખર્ચ.

 

મીન (દ.ચ.ઝ.થ)

 

આપને શનિની પ્રતિકૂળતા ઘર, પરિવારના, નોકરી-ધંધાના કામમાં, હરવા-ફરવામાં, મીલન-મુલાકાત, યાત્રા પ્રવાસમાં અનુભવાય. માનસિક ચંિતા, પરિતાપ છતાં આપને આપના કામની જવાબદારીમાં વ્યસ્ત રહેવું પડે. પુત્ર પૌત્રાદિકના કામમાં, પત્નીના કામમાં ચંિતા રહે. બધાની સાથે હોવ કે એકલા હોવ પરંતુ વિચારોમાં ને વિચારોમાં મહત્વનું કામ રહી જાય કે ભૂલાઈ જાય. તા. ૨૯ એપ્રિલ રવિ કામકાજમાં સાનુકૂળતા, આનંદ રહે. ૩૦ સોમ નોકરી ધંધાના- પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. ૧ મે મંગળવાર વિલંબમાં પડેલા કામમાં ચંિતા-વ્યસ્તતા પછી રાહત જણાય. ૨ બુધ વધારાના કામમાં આળસ-બેકાળજી રાખવી નહીં. ૩ ગુરૂ ચંિતા-વ્યથા હળવી થતી જાય. ૪ શુક્ર આનંદ ઉત્સાહ રહે, કામ ઉકેલાય, ૫ શનિ તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે.

[Top]
 
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved