Last Update : 03-May-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩-૦૫-૨૦૧૨, ગુરૂવાર
વૈશાખ સુદ બારસ - પ્રદોષ
ગુરૂ કૃતિકામાં- વરસાદ, ખેતી મઘ્યમ
ડભાણ-મહુવા-સ્વા. મંદિર પાટોત્સવ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૫ મિ., (સૂ) ૬ ક. ૫૬ મિ., (મું) ૬ ક. ૫૯ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરાફાલ્ગુની બપોરના ૨ ક. ૧૧ મિ. સુધી પછી હસ્ત.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મેષ, મંગળ - સંિહ, બુધ - મીન, ગુરૂ - મેષ, શુક્ર - વૃષભ, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર. જૈનવીર સંવત ઃ ૨૫૩૮. ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ. રા.દિ.વૈ. ૧૩.
માસ-તિથિ-વાર ઃ વૈશાખ સુદ બારસ ને ગુરૂવાર.
પરશુરામ-રૂકમણી દ્વાદશી. પ્રદોષ. ડભાણ, મહુવા સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ. ગુરૂ કૃતિકામાં ૭-૫૦થી. વરસાદ, ખેતી મઘ્યમ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિ ઉલ આખર માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૧૯ રોજ ફરવરદીન.
શહેનશાહી અશોફરોહરનું જસન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં, મકાન, જમીન, મિત્રવર્ગના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધામાં ધંધો, આવક થાય. બહાર જવાનું થાય.

 

વૃષભ ઃ આપના રોજીંદા કામમાં, નોકરી-ધંધાના કામમાં આવેલીરૂકાવટ હળવી થાય. કામઉકેલાય.સંતાના કામમાં ઘ્યાન આપવું પડે.

 

મિથુન ઃ નિકટના સગાસંબંધી, મિત્રવર્ગથી ચંિતા, ઉચાટ જણાય. નોકરી-ધંધાના, બેંકના નાણાંકીય કામમાં જાગૃતિ રાખવી.

 

કર્ક ઃ આપના નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. વ્યવહારિક, સામાજિક, ધાર્મિક કામમાં એકાગ્રતા જળવાય નહીં.

 

સંિહ ઃ આપના કામમાં સફળતા, પ્રગતિથી, આનંદ રહે. ક્ષણિક ચંિતાના ભારમાંથી મુક્ત થયેલા જણાવ. નોકરી-ધંધાનું કામ ઉકેલાય.

 

કન્યા ઃ માનસિક પરિતાપ, નકારાત્મક વિચારો, અનંિદ્રાના કારણે નોકરી-ધંધાના કામમાં સ્વસ્થતતા જળવાય નહીં. પત્ની-પરિવારની ચંિતા રહે.

 

તુલા ઃ નોકરી-ધંધાના, ઘર-પરિવાર, કુટુંબના વિવાદી પ્રશ્નમાં ચંિતા- ખર્ચ- ઉશ્કેરાટ-ગુસ્સો જણાય. તેમ છતાં શાંતિ, કુનેહ, મીઠાસથી સફળતા મળે.

 

વૃશ્વિક ઃ આપને યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, મીલન-મુલાકાતમાં આનંદ રહે. પોતાના અંગત કામમાં, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો.

 

ધન ઃ નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામમાં વ્યસ્તતા રહે. પુત્રપૌત્રાદિકના, સગાસંબંધી, મિત્રવર્ગના સહકારથી આનંદમાં વધારો થાય.

 

મકર ઃ શારીરિક-માનસિક સ્વસ્થતામા સુધારો થાય. નોકરી-ધંધાના કામ અંગે બહાર જઈ શકો. આકસ્મિક કોઈને મળવાનું થાય. ચંિતા હળવી થાય.

 

કુંભ ઃ પગ-કમર-થાપામાં- પગની એડીમાં દર્દપીડાના કારણે બેચેની અનુભવો. રસ્તામાં આવતા જતા ટક્કરથી, વાહનથી, ધક્કામુક્કીથી સંભાળવું.

 

મીન ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. પરિવારનું કામ વ્યસ્તતાવાળું રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૩-૦૫-૨૦૧૨, ગુરૂવાર

આજની તારીખે શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ ભાગ્ય પરિવર્તન માટે મહત્ત્વનું બની રહે. તમારા યશ-પદ-ધનમાં વધારો થાય. પત્નીના નસીબ ભાગ્યથી સુખ સંપત્તિમાં વધારો થાય.

 

વિશેષમાં - સંતાનના વિદ્યાભણતર- વિવાહ-લગ્ન કે નોકરી-ધંધાના કાર્યક્ષત્રમાં વર્ષ સાનુકૂળ રહે. અવિવાહિત સંતાનના આકસ્મિક વિવાહ-લગ્ન થાય.

 

નોકરી-ધંધામાં ફેરફારીના સંજોગો ઊભા થાય. તમારી આવક વધે પરંતુ બહારગામના સ્થળાંતરથી, કામકાજતી બચત ઓછી થાય. શ્રમ-દોડદામ વઘુ રહે.

 

સ્ત્રી વર્ગમાં અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. જેમના જન્મના ગ્રહ બળવાન હશે તેમને ત્વરિત સારું ફળ પ્રાપ્ત થાય. તે સિવાય પતિ-સંતાનની પ્રગતિ થાય

 

વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે સારી તક પ્રાપ્ત થાય પરંતુ ઘર, પરિવારથી દૂર જવાનું થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલીનો તે દિવસ સવારથી જ ખરાબ રહેલો. એ પોતાની જાતને એ માટે દોષિત ગણવા લાગી. ઘરે સાંજે આવી ત્યારે ઘરમાં એની મમ્મી અને ભાઈ જ હતા. મમ્મી ઘરનું કામ કરતી હતી અને ભાઈ એકલો પત્તા ટીપતો હતો. ઘરમાં પ્રવેશતા જ લીલી બળાપો કરતા બોલી, ‘મને બધા જ ધિક્કારે છે... દુનિયામાં મને કોઇ પ્રેમ કરનાર છે જ નહી.’
ભાઈ લલ્લુ પત્તા ટીચતા ટીચતા બોલ્યો, ‘એવું નથી... દુનિયામાં ઘણા તને ઓળખતા પણ નથી..’

[Top]
 

આજ ની રેસીપી

સ્વાસ્થ્ય-સૌંદર્યરક્ષક ડ્રિન્ક્સ

તડબૂચ ડ્રિંક


તડબૂચ ખાવાને બદલે ડ્રિંક્સ વઘુ લાભદાયક છે. તડબૂચને નાના ટુકડામાં કાપો અને મિક્સીમાં નાખો. થોડો વખત ચલાવો. ગાળીને ડ્રિંક તૈયાર કરો. તેનું સેવન મીઠું અને ખાંડ નાખ્યા વિના જ કરો.

ફાયદા ઃ જો તડબૂચ ડ્રિંકનું સેવન નિયમિત કરવામાં આવે તો તે કિડની સ્ટોનથી દૂર રાખે છે. પેટ અને આંતરડાની સફાઈ કરે છે. શરીરમાંથી ટોક્સિન્સ કાઢીને ચહેરા પર ચમક લાવે છે. ચહેરાને ખીલથી દૂર રાખે છે.

 

આમળાં ડ્રિંક


સામગ્રી ઃ ૨-૨ તાજાં આમળાં, ૧ ગ્લાસ પાણી, ચપટી સંિધાલૂણ.

રીત ઃ આમળાંને છીણી લો પછી પાણી નાખી બ્લેન્ડરમાં ચલાવો. ગાળીને તરત પી લો.

ફાયદા ઃ આમળામાં વિટામીન સી મુખ્ય સ્ત્રોત છે. તે શીતળતા આપે છે. વાયુ, કફ, પિત્ત દોષને દૂર કરે છે. જો તેનું સેવન નિયમિત રીતે ૩-૪ મહિના સુધી કરવામાં આવે તો આંખોમાં ચમક અને ચહેરા પર કાંતિ આવી જાય છે. આના ઉપયોગથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે, ચામડીના રોગ દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી જળવાઈ રહે છે. સાથે વાળને કાળા રાખવામાં પણ તે વિશે ઉપયોગી છ.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved