Last Update : 02-May-2012, Wednesday

 

‘વિચારોના ફોટા’ની ચેઈન...

 
કહે છે કે વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે કે માણસના મગજમાં જે વિચારો ચાલતા હશે એના ‘ફોટા’ પાડી શકાશે!
ટુંકમાં, જો કોઈ માણસ બીજા માટે એમ વિચારતો હોય કે ‘‘એ તો સાવ ગધેડા જેવાો છે...’’ તો એ વખતે પાડેલા ફોટામાં ગધેડો દેખાશે!
સિસ્ટમ સારી છે... ચાલો, આગળ વધારીએ!
* * *
ધારોકે વિદ્યા બાલનનો એકદમ નશીલો પોઝ જોઈને કોઈ દારૂડિયાના મનમાં કેવો ફોટો પડે?
- શરાબની બોતલનો, રાઈટ?
* * *
હવે એ જ બોતલ કોઈ હવાલદારને બતાડો તો એના મગજમાં શેનો ફોટો પડશે?
- હપ્તાના રૂપિયાનો!
* * *
રૂપિયાનાં બંડલો જો કોઈ જુગારીને બતાડો, તો એના મગજમાં શું દેખાશે?
- મટકાના આંકડા!
* * *
અને જો એ બધા આંકડા તમે કોઈ રોમેન્ટિક જુવાનને દેખાડો તો એના મગજમાં શું આવશે?
- ૩૬-૨૪-૩૬... એટલે કે કોઈ સુંદરીનું ‘ફીગર’!
* * *
હવે એ જ સુંદરીનો ફોટો કોઈ ઢોંગી સંપ્રદાયના બાવાને બતાડો તો? એના મગજમાં શેનો ફોટો પડશે?
- અરે ભઈ, પલંગનો!
* * *
એ પલંગની તસવીર જોઈને ટ્રસ્ટીને દેખાડો તો મગજમાં શેનો ફોટો પડશે?
- કોઈ હોસ્પિટલનો, યાર! (આડું અવળું ના વિચારો.)
* * *
હોસ્પિટલનો ફોટો કોઈ દરદીને બતાડો તો એના મગજમાં શું આવશે?
- કોઈ રૂપાળી નર્સનો ફોટો!
* * *
રૂપાળી નર્સનો ફોટો ચાલુ કમ્પાઉન્ડરને બતાડો... મગજમાં શું દેખાશે?
- ફટાકડો!
* * *
એ ફટાકડાનો ફોટો કોઈ જીહાદીને બતાડો.. એ માથું ઘૂણાવશે... ઘણું વિચારશે... પછી ટ્યૂબલાઈટ થશે ત્યારે મગજમાં ફોટો પડશે...
- આરડીએક્સથી બનેલા બોમ્બનો!
* * *
બોમ્બનો ફોટો કોઈ નેતાને બતાડવાની જરૂર નથી. માત્ર બોમ્બનું નામ જ લો! તરત ફોટો પડશે...
- આતંકવાદીનો!
* * *
બસ, હવે એ આતંકવાદીનો ફોટો તમે કોઈપણ પરણેલા પુરૂષને બતાડો. એના મગજમાં શું દેખાશે?
- ગુસ્સામાં તમતમતી એની પત્ની!
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved