Last Update : 02-May-2012, Wednesday

 

રાષ્ટ્રપતિ અને રાજકારણ

દેશના બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ પાસે સંખ્યાબળનાં ફાંફાં હોય, ત્યારે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર નક્કી કરવાનું કામ સહેલું નથી. બળુકા પ્રાદેશિક પક્ષો વચ્ચે ભીંસામા બન્ને મુખ્ય પક્ષો અત્યારે ‘સર્વસમંતિ’ અને ‘બિનરાજકીય ઉમેદવાર’ જેવા શબ્દોનું રટણ કરીને, રાષ્ટ્રપતિપદના મુદ્દે સર્જાયેલો તનાવ હળવો કરવા મથી રહ્યા છે. પરંતુ આ શબ્દો જાદુઇ મંત્ર સિદ્ધ થાય એવી સંભાવના નહીંવત્‌ છે. કારણ કે ઘણા વખતે, લોકસભાની ચૂંટણી વિના પ્રાદેશિક પક્ષોને પોતાનું જોર બતાવવાનો મોકો મળ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જરૂરી લોકસભા-રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાના મતોમાં સૌથી વધારે મત હાલમાં મુલાયમસંિઘના સમાજવાદી પક્ષ પાસે છે. એક દાયકા પહેલાં રાષ્ટ્રપતિ તરીકે ડો.અબ્દુલકલામનું નામ સૂચવનાર મુલાયમસંિઘનો મૂડ આ વખતે જુદો જણાય છે. તે પોતાના ઉમેદવારને - અથવા કેટલાકના મતે પોતાની જાતને જ- આ હોદ્દા માટે આગળ કરવા વિચારી રહ્યા છે.
રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી ન થાય એ સૌથી ઇચ્છનીય સ્થિતિ છે. રાષ્ટ્રપતિપદની ગરીમાને એ શોભે એવી વાત છે, પરંતુ ગરીમા ફક્ત આટલા પૂરતી સીમિત નથી. રાષ્ટ્રપતિપદ અને ગરીમા- એ બન્ને શબ્દો અનિવાર્યપણે અભિન્ન ગણાતા હતા, એ સમય ક્યારનો ભૂતકાળ બની ચૂક્યો છે. આઝાદી પછી તરતના અરસામાં ભારતને રાજેન્દ્રપ્રસાદ, ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ અને ઝાકીરહુસૈન જેવા ઉમદા રાષ્ટ્રપતિઓ મળ્યા. તેમણે આ પદની ગરીમાને ચરિતાર્થ કરી અને પોતાનું સત્ત્વ આ હોદ્દાને બક્ષ્યું. પરંતુ આ પરંપરા લાંબું ટકી નહીં.
ઝાકીર હુસૈનનું અકાળે અવસાન થયું ત્યાં લગી દેશના અને કોંગ્રેસના રાજકારણમાં ઇંદિરા ગાંધી નામના પરિબળનો ઉદય થઇ ચૂક્યો હતો. કોંગ્રેસના જૂના જોગીઓએ જેમને ‘ગુંગી ગુડિયા’ ધારીને આગળ કર્યાં હતાં, એ ઇંદિરા ગાંધી બીજાની બોલતી બંધ કરાવવાની અને પોતાનું ધાર્યું કરવાની કળા શીખી ચૂક્યાં હતાં. કોંગ્રેસના જૂના નેતાઓ નીલમસંજીવ રેડ્ડીને રાષ્ટ્રપતિ બનાવવા ઇચ્છતા હતા, પણ ઉપરાષ્ટ્રપતિ વરાહ વેંકટ ગિરીને રાષ્ટ્રપતિ બનવાના કોડ જાગ્યા. તેમણે ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપીને, અપક્ષ તરીકે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું. ઇંદિરા ગાંધીએ ગીરીને ટેકો આપ્યો. પરિણામ એ આવ્યું કે ગીરી પાતળી બહુમતીથી વિજયી બન્યા.
એકહથ્થુ સત્તાનું લોહી ચાખી ગયેલાં ઇંદિરા ગાંધીએ રાષ્ટ્રપતિપદનું અવમૂલ્યન કરવામાં કશું બાકી ન રાખ્યું. તેમણે પસંદ કરેલા રાષ્ટ્રપતિ ફકરુદ્દીનઅલી અહમદે કટોકટીની જાહેરાત ઉપર પણ, (ઇંદિરા)ગાંધીચીંઘ્યા માર્ગે સહી કરી આપી અને ‘રબરસ્ટેમ્પ રાષ્ટ્રપતિ’નું બિરૂદ પામ્યા. ત્યારથી એ મજાક રાષ્ટ્રપતિપદ માટે કાયમી બની. જ્ઞાની ઝૈલસંિઘ શરૂઆતમાં એ છાપને અનુરૂપ જ હતા, પરંતુ વડાપ્રધાન તરીકે આવેલા ઇંદિરાપુત્ર રાજીવ સાથે તેમના સંબંધો તંગ થતાં, તેમણે પોતાની સ્વતંત્ર સત્તાના ચમકારા બતાવ્યા. પાછલાં વર્ષોમાં રાષ્ટ્રપતિ તરીકે સૌથી કાબેલ નીવડેલા નેતા હતા ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ. તેમણે રાષ્ટ્રપતિપદની વિસારે પડેલી ગરીમાને પુનઃસ્થાપિત કરી, જે તેમના પૂર્વસૂરિ વેંકટરામન કે તેમનાં ઉત્તરાધિકારી પ્રતિભા પાટીલ માટે કહી શકાય એમ નથી. ડો.કલામ સફળ રાષ્ટ્રપતિ કરતાં લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકેની છબીમાં વધારે બંધ બેસતા હતા.
કે.આર.નારાયણના સ્ટાફમાં રહી ચૂકેલા વિદ્વાન અફસર અને અગ્રણી ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ રાષ્ટ્રપતિપદની હરીફાઇમાં ક્યાંક છૂટુંછવાયું સંભળાય છે. હકીકતમાં અત્યારે સંભળાતાં તમામ નામમાં તેમનું નામ એવું છે, જે રાષ્ટ્રપતિપદની ગત થયેલી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી શકે અને એક નમૂનેદાર બંધારણીય વડા કેવા બિનરાજકીય હોઇ શકે તેનું ઉદાહરણ પૂરું પાડી શકે. આ કેવળ કલ્પના કે આશાવાદ નથી, પણ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના શાસન વખતે રાજ્યપાલના હોદ્દે રહીને ગોપાલકૃષ્ણ ગાંધીએ જે પ્રકારની કામગીરી કરી હતી અને જે પ્રકારે બંધારણીય વડાની ફરજ અદા કરી હતી, તેની પરથી કહી શકાય છે.
પરંતુ વર્તમાન રાજકારણમાં કયા રાજકીય પક્ષને ગોપાલકૃષ્ણ ગાંધી જેવો સ્વતંત્ર મિજાજ ધરાવતો અને કોઇ પક્ષને નહીં, પણ બંધારણને વફાદાર રહે એવો ઉમેદવાર ખપે?
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved