Last Update : 02-May-2012, Wednesday

 

૧૬ વર્ષે સેક્સની નહીં પણ લગ્નની છૂટ કાયદા દ્વારા આપવી જોઈએ

કેન્દ્ર સરકારે તાજેતરમાં મંજૂર કરેલા એક બિલમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરે શારીરિક સંબંધો બાંધનારને જન્મટીપની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે

કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે 'સેક્સ્યુઅલ ઓફેન્સીસ અગેઈનસ્ટ ચિલ્ડ્રમ' નામનું એક બિલ પસાર કર્યું છે. આ બિલ જો કાયદો બનશે તો ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સ્ત્રી અથવા પુરૃષ સાથે જાતીય સંબંધ બાંધનારને જેલમાં જવું પડશે અને તેને ત્રણ વર્ષથી માંડીને આજીવન કારાવાસની સજા વેઠવી પડશે. ડોક્ટરો, સમાજશાસ્ત્રીઓ અને વકીલો કહે છે કે આ બિલ અતાર્તિક છે. વર્તમાન કાળમાં કિશોરો અને કિશોરીઓ બહુ ઝડપથી પુખ્ત બની રહ્યા છે. અગાઉ છોકરીઓને ૧૩/૧૪ વર્ષની ઉંમરે માસિક સ્ત્રાવ શરૃ થતો હતો; હવે ૧૦/૧૧ વર્ષની છોકરીઓ શારીરિક રીતે પુખ્ત થવા લાગી છે. ૧૪ વર્ષની કિશોરી માતા બને એવા કિસ્સાઓ પણ નોંધાવા લાગ્યા છે.
આ સંયોગોમાં સેક્સની મુક્તિમર્યાદા જે અત્યારે ૧૬ વર્ષની છે તેને ઘટાડીને ૧૪ વર્ષની કરવાની જરૃર ઊભી થઈ છે. તેને બદલે આ મર્યાદા વદારીને ૧૮ વર્ષની કરવાની બાળવિવાહ કરનારાં યુગલો ઉપરાંત ભાગીને લગ્ન કરનારાં પ્રેમીપંખીડાઓએ પણ જેલમાં જવું પડશે અને તેઓ પોલીસની સતામણીનો ભોગ બનશે.
બ્રિટનની પ્રતિષ્ઠિત 'લાન્સેટ' મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસ મુજબ હવે ૧૮ વર્ષ સુધીના કિશોરકિશોરીઓને બાળક ગણવાનું બિલકુલ વાજબી નથી. હવેની છોકરીઓ ૧૦ વર્ષની ઉંમરે પુખ્ત થવા લાગી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતી છોકરીઓ ૧૦ વર્ષની થાય ત્યારે તેમના શરીરમાં, હોર્મોનમાં અને જાતીય વાસનામાં પણ પરિવર્તન આવવા લાગે છે. તેમાં પણ આજના કાળમાં પ્રસાર માધ્યમોની અસરને કારણે ૧૪ થી ૧૫ વર્ષના કિશોરોમાં પણ જાતીયતા બાબતમાં સભાનતા આવતી જાય છે અને તેઓ વહેલી ઉંમરે જાતીય દ્રષ્ટિએ સક્રિય બની જાય છે. અત્યારે ઇન્ડિયન પિનલ કોડ મુજબ ૧૬ વર્ષની વધુ ઉંમરની કન્યા સાથે લગ્ન કરવામાં આવે તો તે ગુનો ગણાય છે. આ કારણે ૧૬ થી ૧૮ ની વયજૂથના ટીનએજરો લગ્ન કર્યા વિના જ શારીરિક સંબંધો બાંધવા લાગ્યા છે. કાયદાની આ ગૂંચ દૂર કરવા કેન્દ્ર સરકાર સેક્સની મુક્તિમર્યાદા ૧૬ વર્ષથી વધારીને ૧૮ વર્ષ ઉપર લઈ જવા માંગે છે, જેનો સમાજશાસ્ત્રીઓ વિરોધ કરી રહ્યા છે. હકીકતમાં કાયદાની ગૂંચ દૂર કરવી હોય તો સેક્સની મુક્તિમર્યાદા વધારવાને બદલે લગ્નની મુક્તિમર્યાદા ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષની કરવાની જરૃર છે.
દર વર્ષે ભારતની અદાલતોમાં એવા સેંકડો કેસ આવે છે, જેમાં ૧૬ થી ૧૮ વર્ષ વચ્ચેની યુવતીઓ ભાગીને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લે છે. આ યુવતીના વડીલો પોતાની પુત્રીના પતિ ઉપર વેર વાળવા તેની ઉપર અપહરણ અને બળાત્કારનો કેસ કરે છે. આ રીતે તેઓ પોતાના જમાઈને જેલમાં મોકલવામાં નિમિત્ત બને છે. આ કેસ અદાલતમાં ચાલે છે ત્યારે યુવતીની જુબાની લેવામાં આવે છે. તે જો અદાલતમાં એવું નિવેદન આપે કે તે પોતાની મરજીથી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, તો તેના પતિને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે, કારણ કે ઇન્ડિયન પિનલ કોડ મુજબ ૧૬ વર્ષથી વધુ ઉંમરની યુવતી સાથે તેની સંમતિથી શારીરિક સંબંધ બાંધવામાં ગુનો ગણાતો નથી. હવે જો કેન્દ્ર સરકારનાં બિલ મુજબ સંમતિની ઉંમર ૧૬ વર્ષથી વધારીને ૧૮ વર્ષની કરવામાં આવશે તો આવા હજારો પતિઓને જન્મટીપની સજા ભોગવવી પડશે.
દિલ્હીની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં પેડિયાટ્રિક્સ વિભાગના વડા ડૉ. રાજીવ છાબરા કહે છે કે આજકાલની છોકરીઓ ૧૦ વર્ષની ઉંમરે શારીરિક દ્રષ્ટિએ પુખ્ત થઈ જાય છે, પણ તેઓ માનસિક દ્રષ્ટિએ બાળક જેવી જ હોય છે. તેમના જણાવ્યા મુજબ આજનાં માબાપો પોતાનાં સંતાનોને ભારે પોષણયુક્ત આહાર ખવડાવી રહ્યા હોવાથી તેઓ અગાઉ કરતાં વધુ ઝડપથી પુખ્ત બની રહી છે.
અગાઉ છોકરીઓ ૧૩ વર્ષની થાય ત્યારે ડોક્ટરો માબાપને તેમને માસિકસ્ત્રાવ બાબતમાં માહિતી આપવાની સલાહ આપતા હતા. હવે આ માહિતી ૧૦ વર્ષની જ ઉંમરે આપવાની સલાહ માબાપને આપવામાં આવે છે. 'લાન્સેટ' મેગેઝિનના હેવાલ મુજબ છોકરીઓ વહેલી પુખ્ત બની જતી હોવાથી તેમની જાતીય સતામણીની સંભાવના પણ વધી જાય છે. યુવતીઓને મોટી ઉંમર સુધી કુંવારી રાખવાને કારણે આ સમસ્યા ગંભીર સ્વરૃપ ધારણ કરી શકે છે.
ભારતના નીતિશાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કન્યા માસિકસ્રાવમાં બેસતી થાય તે અગાઉ જ તેને પરણાવી દેવી જોઈએ. તેનું કારણ એ હતું કે કન્યા પુખ્ત થાય કે તરત જ તેની અંદર કામવાસના સળવળાટ કરવા લાગે છે. આ સમયે જો તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાહોય તો તે પોતાના પતિ સાથે કામવાસના ભોગવીને તૃપ્ત થાય છે. વળી તે એક જ પુરૃષ સાથે જાતીય સંબંધ બાંધે છે. આ કારણે તે લગ્ન અગાઉના જાતીય સંબંધોથી અને જાતીય રોગોથી બચી જાય છે. તેને બદલે કાયદા દ્વારા બાળલગ્ન ઉપર પ્રતિબંધ મૂકવાને કારણે કન્યાઓ ૧૮ વર્ષની ઉંમર સુધી કુંવારી રહે છે, પણ તેઓ ૧૪ વર્ષની ઉંમરથી કામવાસનાનો અનુભવ કરવા લાગે છે અને જાતીય સંબંધો પણ બાંધી બેસે છે. આજે સ્કૂલે અને કોલેજે જતાં ટીનએજરોમાં આ પ્રકારની જોખમી વર્તણુંક મોટા પ્રમાણમાં જોવા મળે છે. સરકાર કાયદા દ્વારા ૧૮ વર્ષથી ઓછી ઉંમરે સેક્સને ગુનો ગણાવે તેનાથી સામાજીક પરિસ્થિતિમાં ફરક પડી જવાનો નથી પણ સમાજમાં વિસંવાદિતા વધવાની છે. આ વિસંવાદિતા દૂર કરવા માટે ૧૬ વર્ષની ઉંમરે પહોંચેલી કન્યાને અને ૧૮ વર્ષના કિશોરને કાયદેસર લગ્ન કરવાની છુટ આપી દેવી જોઈએ.
ભારતમાં પ્રાચીન કાળથી બાલવિવાહની પ્રથા ચાલી આવે છે. ઘણી વખત કન્યા અને મૂરતિયો પારણાં હોય ત્યારે તેમનાં લગ્ન કરી દેવામાં આવતા હતા. આજે પણ રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાં બાળલગ્નની પ્રથા અમલમાં છે. કન્યાના લગ્ન બાળપણમાં કરવામાં આવતાં હોય તો પણ તે પુખ્ત થાય ત્યારે જ તેને સાસરે મોકલવામાં આવતી હતી.
તેનું કારણ એ હતું કે તે પુખ્ત થયા પછી પોતાના પતિ સિવાયના કોઈ પુરૃષનો સ્વપ્નમાં પણ વિચાર ન કરે અને મનથી પણ પવિત્ર રહે. આજે પણ ભારતની ૪૦ ટકા જેટલી કન્યાઓ ૧૮ વર્ષની ઉંમરે પહોંચે તે અગાઉ જ તેમને પરણાવી દેવામાં આવે છે. અંગ્રેજોના કાળમાં ભારતની કુટુંબસંસ્થાને તોડવા માટે પ્રચાર કરવામાં આવ્યો કે બાળવિવાહ અનિષ્ટ છે. આ પ્રચારની અસરમાં બાળવિવાહ ઉપર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ કાયદાને કારરણે સામાજિક પરિસ્થિતિ બદલાઈ નથી. આ કાયદામાં 'બાળક'ની વ્યાખ્યા ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ' એવી કરવામાં આવી હતી. હવે સામાજિક અને શારીરિક પરિસ્થિતિમાં ફરક આવ્યો છે. હવે 'બાળક'ની વ્યાખ્યા બદલીને '૧૪ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ' એવી કરવાની જરૃર ઊભી થઈ છે.
આજે દુનિયાના મોટાભાગના દેશોમાં સેક્સ માટેની વયમર્યાદા ૧૬ વર્ષની અથવા તેના કરતાં પણ ઓછી છે. બ્રાઝિલ, ચીન, જર્મની, ઇટાલી, પોર્ટુગલ અને કોલમ્બિયા જેવા દેશોમાં આ મર્યાદા ૧૩ વર્ષની છે. અરે, ભારતમાં મણિપુર રાજ્યના કાયદા મુજબ કોઈ પુરૃષ જો ૧૩ વર્ષની કિશોરી સાથે તેની મરજીથી શારીરિક સંબંધ બાંધે તો તેને અપરાધ ગણવામાં આવતો નથી. ફ્રાન્સ, ડેન્માર્ક, ગ્રીસ, પોલેન્ડ, સ્વીડન, ઝેકોસ્લોવાકિયા, થાઈલેન્ડ અને ઉરુગ્વે જેવા દેશોમાં સેક્સ માટે ૧૪ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બ્રિટન, કેનેડા, નેપાળ, નોર્વે, રશિયા, દક્ષિણ આફ્રિકા, કેન્યા, સ્વિટ્ઝર્લેન્ડ, મલેશિયા, જોર્ડન, ઇઝરાયલ અને અમેરિકાનાં મોટાં ભાગનાં રાજ્યોમાં આ મર્યાદા ૧૫ વર્ષની છે. આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ વયમર્યાદા ૧૬ વર્ષની છે. ભારતની સરકાર હાલની ૧૬ વર્ષની મર્યાદા વધારીને ૧૮ વર્ષ કરવા માગે છે.
કેન્દ્ર સરકાર બાળકો ઉપરના અત્યાચારો ઘટાડવા માટે જે કાયદો અમલમાં લાવવા માંગે છે તેનો હેતુ સારો જણાય છે, પણ સમાજ ઉપર તેની અસરો હાનિકારક પડી શકે છે, કારણ કે આ કાયદામાં સમાજની વાસ્તવિકતા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા છે. તાજેતરમાં દિલ્હીનાં એડિશનલ સેશન્સ જજની અદાલતમાં એક સગીર કન્યાના અપહરણનો અને તેના ઉપરના બળાત્કારનો કેસ આવ્યો હતો. આ કેસની વિગતો મુજબ એક ૧૯ વર્ષના યુવકે ૧૭ વર્ષની કન્યા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. કન્યાના પિતાને આ લગ્ન મંજૂર નહોતા એટલે તેમણે યુવક ઉપર અપહરણ અને બળાત્કારનો કેસ કર્યો હતો. એડિશનલ સેશન્સ જજ શ્રીમતી કામિની લાલુએ યુવકને નિર્દોષ છોડી મૂકતાં કેન્દ્ર સરકારને પણ ટકોર કરી હતી કે તેઓ સેક્સની મુક્તિમર્યાદા ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષની કરવાના નિર્ણય બાબતમાં ફેરવિચારણા કરે તે જરૃરી છે.
કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદો બનાવે તેને કારણે મનુષ્યની કામવાસના ઘટી જવાની નથી. આ કાયદો બન્યા પછી પણ ૧૪ થી ૧૮ વર્ષની વયના યુવકયુવતીઓમાં કામવાસના પેદા થતી રહેશે અને તેઓ તેનો ભોગવટો કર્યા કરશે.
જો આ યુવકયુવતીઓને લગ્ન કરવાની છૂટ આપવામાં આવશે તો તેઓ વિધિપૂર્વક લગ્ન કરીને એક જ વ્યક્તિ સાથે કામવાસના ભોગવશે અને વ્યભિચારથી દૂર રહેશે. જો તેમને લગ્ન કરવાની છૂટ આપવામાં નહીં આવે તો તેઓ લગ્ન કર્યા વિના એક કરતાં વધુ પાત્રો સાથે કામવાસના ભોગવશે અને વ્યભિચારી બનશે. અને જો તેમને ૧૮ વર્ષ અગાઉ સેક્સ ભોગવવાની છૂટ કાયદા વડે પાછી ખેંચી લેવામાં આવશે તો તેઓ જેલમાં જવાના જોખમપૂર્વક પણ કામવાસના ભોગવશે. આપણા દેશના કાયદાઓ વ્યક્તિને વ્યભિચારી બનાવનારા અને કાયદાનો ભંગ કરવા પ્રેરનારા હોવા જોઈએ નહીં.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved