Last Update : 02-May-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

રાષ્ટ્રપતિ પદની પસંદગી પર સૌની નજર
નવી દિલ્હી, તા.૧
રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગી માટે કશ્મકશ શરૃ થઇ ગઇ છે. યુપીએ કેન્દ્ર સરકારના સાથી પક્ષો વચ્ચે મસલતો ચાલે છે પરંતુ એનડીએમાં તો આ બાબતે મતભેદો સપાટી પર આવ્યા છે. એનડીએનો સાથી પક્ષ જેડી(યુ) કહે છે કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઇ મત સાથે અમે સંમત નથી. ભાજપના નેતા સુષમા સ્વરાજે ગઇકાલે કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રણવ મુકરજી કે ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીને ભાજપ ટેકો નહીં આપે!! જેડી (યુ) કહે છે કે સુષમા જે કંઇ કહે છે એ ભાજપનો મત છે નહીં કે એનડીએનો!!
કેન્દ્ર સરકાર ઠરેલ છે
એનડીએવાળા ભલે રાષ્ટ્રપતિપદના ઉમેદવારની પસંદગી માટે હુંસા-તુંસી કરતા હોય પરંતુ યુપીએ કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીર હોય એમ દેખાઇ રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે ત્રીજી-મેના રોજ મુલાકાત થશે. કોઇ આ તારીખ ચોથી મે પણ કહે છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે અન્ય સાથી પક્ષો એનસીપીના વડા શરદપવાર અને ડીએમકેના સુપ્રિમો કરૃણાનિધિ સાથે પણ ચર્ચા કરી છે. પવાર ગયા અઠવાડિયે સોનિયા ગાંધીને મળ્યા હતા જ્યારે કોંગી નેતા એ. કે. એન્ટોની કરૃણાનિધીને ગઇકાલે ચેન્નાઇ ખાતે મળ્યા હતા.
દરેકની અલગ તીતૂડી
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે દરેક પોતાની અલગ તીતૂડી વગાડે છે. હવે સમાજવાદી પક્ષ કહે છે કે રાષ્ટ્રપતિ પદ માટે અમે મુસ્લિમ ઉમેદવારને ટેકો આપવા માગીએ છીએ પણ આ સર્વોચ્ચ પોસ્ટ માટે કોઇ 'કોમ્યુનાલાઇઝીંગ'' ગેમ રમવા માગતા નથી. સમાજવાદી પક્ષના નેતા કમલ ફારૃકે એટલું તો આડકતરૃં કહી દીધું છે કે તેમને મુસ્લિમ ઉમેદવારમાં રસ છે. કમલ ફારૃકે ત્રણ મુસ્લિમ નામો સપાટી પર લાવી દીધા હતા જેમાં હમીદ અન્સારી, રાજ્યસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી ચેરમેન કે. રહેમાનખાન અને મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય કુરેશીનો સમાવેશ થાય છે.
રાહુલની સભામાં જૂથબંધી
ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં કોંગ્રેસના ધબકડા પછી ઉભી થયેલી જૂથબંધી અંગે રાહુલ ગાધીએ અમેઠીમાં જણાવ્યું હતું કે પક્ષને મજબૂત બનાવવા જૂથવાદને હટાઓ. રાહુલે કહ્યું કે ગામડાના સ્તરે પણ પક્ષમાં મજબૂત સંગઠ્ઠન જોઇએ છે. પાયાના કાર્યકરોની ઉપેક્ષા અને જૂથવાદ પક્ષોને તોડી રહ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું. રાહુલની આજની બેઠકમાં પણ મતભેદો દેખાઇ આવ્યા હતા. અમેઠીમાંથી ચૂંટણી હારનાર અમિતાસિંહ અને તેમના ટેકેદારો હાજર રહ્યા નહોતા.
હઝારેને સાંઇબાબાના આશિર્વાદ ફળેશે?!
અણ્ણા હઝારેએ આજથી એક માસનો જનજાગૃતિ પ્રવાસ શિરડીથી શરૃ કર્યો છે. મહારાષ્ટ્રમાં મજબૂત લોકાયુક્તની જરૃરીયાત માટે તે પ્રજામાં જાગૃતિ ઉભી કરશે. ગયા મહિને હજારેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને પત્ર લખીને મજબૂત લોકાયુક્ત બીલ માટે જણાવ્યું હતું. હઝારેએ પત્રમં લખ્યું હતું કે અમે માનતા હતા કે તમે ભ્રષ્ટાચાર માટે કોઇક કડક કાયદા બનાવશો પરંતુ તેના બદલે રાજ્યમાં ભ્રષ્ટાચાર વધ્યો છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved