Last Update : 02-May-2012, Wednesday

 
 

એલેકઝાન્ડર ડેલ ઓન બ્રેસ્ટસ્ટ્રોકમાં વર્લ્ડ ચેમ્પિયન હતો
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન

૨૬ વર્ષીય સ્વિમરના અવસાનથી સ્વિમિંગ જગતમાં શોકની લાગણી

ફ્લેગસ્ટાફ(એરિઝોના),તા.૧
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર એલેકઝાન્ડર ડેલ ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એકેટથી અવસાન થતાં સ્વિમિંગ જગતમાં શોકની લાગણી ફેલાવા પામી હતી.
પુરુષોની ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઇવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયનનો તાજ જીતનારો ૨૬ વર્ષીય સ્વિમર ઓન લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનો પ્રબળ દાવેદાર મનાતો હતો. જો કે એરિઝોનાના ફ્લેગઓફ ખાતે ટ્રેનિંગ સેશન બાદ બાથરૃમમાં ગયેલા ઓનને જબરદસ્ત હાર્ટ એટેક આવ્યો હતો અને તે બહાર આવી શક્યો નહતો.
ઓન લાંબા સમય સુધી બાથરૃમમાંથી બહાર ન આવતા ચિંતિત બનેલા સાથી ખેલાડીઓએ દરવાજો ખખડાવ્યો હતો અને ત્યાર બાદ પણ કોઇ જવાબ ન મળતાં દરવાજો તોડવો પડયો હતો. જ્યાં તે ઢળી પડયો હતો. તેને તત્કાળ નજીકના મેડીકલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આળ્યો હતો.
ડેલ ઓને ગત વર્ષે શાંઘાઈમાં યોજાયેલી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે તેણે તેના દેશના ૭૭ જેટલા સામુહિક હત્યાકાંડના ભોગ બનેલાઓને અર્પણ કર્યો હતો. ઓને ૨૦૦૮માં બેઇજિંગમાં યોજાયેલા ઓલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
દરમિયાનમા નોર્વેના સ્વિમિંગ ફેડરેશને જાહેરાત કરી છે કે ઓનને હળવી ટ્રેનિંગ જ આપવામાં આવી હતી અને તે દિવસે સવારે તો તેણે ગોલ્ફ રમવામાં જ સમય ગાળ્યો હતો. જેના કારણે સઘન ટ્રેનિગને કારણે તેને હાર્ટ એટેક આવ્યો હોવાની શક્યતા રહેતી નથી.

ડેલ ઑનની કારકિર્દીની ઝલક

૧૯૮૫ ઃ નોર્વેના ઓયગાર્ડનમાં ૨૧ મેના રોજ જન્મ.

૨૦૦૩ ઃ યુરોપીયન જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ

૨૦૦૪ ઃ એથેંસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય, ૧૦૦ મી. બ્રેસ્ટસ્ટ્રોકમાં ૨૧માં ક્રમે રહ્યો

૨૦૦૫ ઃ ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઇવેન્ટ એક મિનિટથી ઓછા સમયમાં પુરી કરનારો નોર્વેનો પ્રથમ ખેલાડી

૨૦૦૬ ઃ શાંઘાઇમાં વર્લ્ડ શોર્ટ કોર્સ ચેમ્પિયનશીપમાં ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં બ્રોન્ઝ મેડલ. બુડાપેસ્ટ ખાતે યુરોપીયન સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં સિલ્વર મેડલ.

૨૦૦૮ ઃ આઇન્ડહોવન ખાતે ૫૯.૭૬ સેકન્ડના રેકોર્ડ સમય સાથે ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં યુરોપીયન ચેમ્પિયનશીપનો ગોલ્ડ જીત્યો. બેઇજિંગ ઓલિમ્પિકમાં આ જ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો અને નોર્વેને સ્વિમિંગમાં સૌપ્રથમ ઓલિમ્પિક મેડલ અપાવ્યો.

૨૦૧૧ ઃ શાંઘાઇમાં ૫૮.૭૧ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ મેળવ્યું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved